SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શું ફક્ત યુદ્ધથી જુલમ બંધ થશે ? બીજી કોઈ રીત નથી ?' નેમે પ્રશ્ન કર્યો. ‘ના’ બલરામે સ્પષ્ટ ઉત્તર આપ્યો. ‘તો.... મારી પાસે એક અનોખો માર્ગ છે. એ માર્ગ છે તો શાંતિનો, પણ જરાક શરમભરેલો છે. મહાપરાક્રમનો નહિ, પણ મહામુસદીવટનો છે.” શ્રીકૃષ્ણ કહ્યું. અમને એ સમજાવો.’ બધા આગ્રહ કરી રહ્યા. જનતાના જનાર્દના વનશ્રી સોળે કળાએ ખીલી રહી હતી. નદીઓનાં જળ સ્વચ્છ બન્યાં હતાં, ને વનવાસિની સુંદરીઓ જળ-અરીસામાં જોઈને પોતાના કેસ ગૂંથતી હતી. શુક અને સારસ બધે નિશ્ચિંત બનીને ખેલ્યાં કરતાં, અને હરણાં મોજ માં છલંગો મારતાં ફરતાં. વૃક્ષો પર સ્વાદુ ફળ ઝૂલી રહ્યાં હતાં, ને વેલીઓ પર મીઠા મેવા ઊભરાઈ રહ્યા હતા. પોતાનાં વત્સ સાથે ફરતી ધેનુઓના આંચળમાંથી દૂધની અજ સુધારા વહેતી હતી. વાનરો શાખાઓ પર બેસી વાનરીઓ સાથે પ્રેમસંભાષણ કરતા. તેઓને હમણાં આ પ્રદેશમાં કેસૂડાનાં ફૂલનો રસ છંટાતો એ નહોતો રચતો. વાનરીઓને વિચાર આવતો કે આ સ્થળ લોહિયાળ થયું. ગોઝારું બન્યું; અહીં સંતાનને જન્મ આપીએ તો એ સંતાનો પણ ગોઝારાં જન્મે, માટે મથુરા-વૃંદાવન છોડી ક્યાંક બીજે સંચરીએ. વાનરો પોતાની વાનર-રાણીની માથાની અલકલટમાંથી જૂ જેવું મોતી વીણતાં કહેતા : ‘પણ મારી રાણી ! મથુરા-વૃંદાવનના જેવાં મેવા-મીઠાઈ બીજે નહિ મળે. અહીંના જેવી ભલી ગોવાલણો, જેનાં ગોરસ-માર્ટ ફોડી નાખીએ તોય હસીને ઠપકો આપે, એવી બીજે નહીં જડે. આગળ તો કેવળ રણ જ રણ આવશે !' | ‘રણ આવશે તો રણમાં જીવશું, પણ આ રક્તમાં તો નહિ જિવાય ! સડેલાં મડદાંની ગંધથી અમને તો ઊંઘ પણ આવતી નથી.’ વાનરરાણી જરાક અંગભંગ કરીને બોલી. આદિકાળમાં માનવસમાજમાં જેમ નર કરતાં નારીનું મહત્ત્વ વધુ હતું, પિતા કરતાં માતાનું સ્થાન ઊંચું હતું, એમ આ વાનરકુળમાં પણ વાનરીનું સ્થાન મહત્ત્વનું રહેતું. * નાદયુદ્ધ એ પ્રાચીન કાળમાં યુદ્ધનો એ ક પ્રકાર હતો. ભરત અને બાહુબલી વચ્ચેના યુદ્ધમાં એક નાદયુદ્ધ યોજાયું હતું. રાજા ગભિલ્લની ગર્દભી વિઘા જે નાદ વિઘાનું અનોખું રૂપ હતું. એ તો જાણીતી વાત છે, એવું જ આ નાદયુદ્ધ હોવું ઘટે. જુઓ શંખેશ્વર મહાતીર્થ નામનું પુસ્તક. 104 1 પ્રેમાવતાર
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy