SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે નર બિચારો નારીનો સેવક અને એની શુશ્રુષા કરનારો મજૂર હતો. નારીના એક સુંદર કટાક્ષ માટે એ જાણે મહાતપ કરતો, ને એવું તપ કરતાં કરતાં મરવામાં અહોભાગ્ય માનતો. પણ રાણી ! જમનારાણી જેવાં જળ ત્યાં નહિ મળે. મળશે તો કાં તો છીછરાં ને કાં ખારાં અગર ! વળી ઝાડ પણ ફળ વગરનાં કાં તુચ્છ ફળવાળાં ! અને પચાસ ઝાડ કૂદશો ત્યારે તમારું નાનું શું પેટ માંડ ભરાશે.” નર સમજાવતો. એને અહીંની માયા લાગી હતી. | ‘અગર જળ ખારાં ઉસ, પણ રક્ત કરતાં સારાં. અને ફળો માટે રઝળવું પડશે તો સારી કસરત થશે. અહીં તો તમે બધા નર મગર જેવા બન્યા છો. એક ઝાડ પર બેઠા ને બે પેટ ભરીને જમી લીધું એટલે પત્યું ! ન તાકાત છે, ન તમન્ના છે !” વાનરરાણીનો નિર્ણય અફર હતો. | ‘રાણી ! ખરો ડર પોતાની નાત-જાતનો હોય છે. આગળ જતાં નર ભૂખાળવા ને લુચ્ચા મળશે. તમને ભર્યા સૌંદર્યની નારીઓને જોઈને એ કાળમુખા કંઈ કંઈ વાતો કરશે, ગેલ કરશે ને ગમ્મત કરી તમારું મન હરી લેશે.’ નરવાનરે કટાક્ષમાં કહ્યું. | ‘હવે આ લાલ રંગથી તો થાક્યાં ! કહી દઉં, કાળાં મો અમને અદીઠ નથી. અને એવા નર અમારી કિંમત કરશે ત્યારે જ તમારા મનમાં અમારી કદર જાગશે.' વાનરરાણી પણ વ્યંગમાં ઊતરે એવી નહોતી. ને વાનરરાણી પ્રસ્થાનની તૈયારીઓ કરતી; પોતાની સખીઓને કહેણ મોકલતી. એ સખીઓ પણ આ રક્તરંગી છાંટણાંથી કંટાળી હતી. વનવગડા નિર્ભય નહોતા. સવારે ચરવા નીકળેલા વાનરો સાંજે ઘરભેળા થાય ત્યારે સાચા ! જમીને બધા ઝાડ પર ઝૂલતા હોય, ને કાળઝાળ જેવું તીર સનનન કરતું ધસી આવે. વાનર ત્યાં ને ત્યાં જખમી થઈને હેઠો ! અને બિચારા જખમી વાનરનું તો આવી જ બનતું ! બધા સહૃદયી જીવો ખબર પૂછવા આવતા : અને ઘાને જોવા માટે પોતાના હાથે જ પહોળો કરતા! જખમી વાનર પોતાના જ ભાઈઓની હેતપ્રીતથી સંઘ પ્રાણત્યાગ કરતો. વાનરરાણીઓનાં અટલ નિરધારથી વાનરજૂ થો હવે મથુરા, ગોકુળ ને વૃંદાવન છોડી રહ્યાં. અને વાનર જે વાત સમજ્યાં, એ વાત નર ન સમજે એવું કંઈ બને ખરું? નરોએ જોયું કે વાનરોનું યુથ ધુમાડાથી ને ગરમીથી જાગી ગયું હતું, ને અકળાઈને ધમાલ મચાવી રહ્યું હતું ! ટોળું જીવ બચાવવા એક રસ્તે દોડવું ! થોડીવારમાં હડુડુ કરતું ત્યાંથી પાછું ફર્યું ! એટલી વારમાં કેટલાક વાનરો તીરથી જખમી થઈને ઢળી પડ્યા હતા ! 106 | પ્રેમાવતાર વાનરો જીવ બચાવવા એક પગે થઈ ગયા. તેઓએ પર્વતની બીજી કેડી પકડી. એ કેડી સાવ નિર્જન હતી. આગ થોડી થોડી ઝગી હતી : ને સેનિકોનો નાનો જથ્થો એ તરફ આવતો હતો. વાનરોનું આખું ટોળું એકેએકે ત્યાંથી નીકળી ગયું. ઠેર ઠેક પોકાર ઊડ્યા હતા કે બળિયા સાથે બાથ ભીડી બેઠા છે. આપણા બાળકુમારો ! જમાનાની હવા નહિ ખાધેલી, એનું આ પરિણામ છે, નહિ તો વળી જમને છંછેડવામાં શું સાર ? એટલે ભયનાં માર્યાં નબળાં ગોપ-ગોપી પણ પરદેશગમન માટે તૈયાર થઈ ગયાં હતાં, એમનાં ગાયનાં જ લૂંટાઈ ગયાં હતાં, સોનાં ચોરાઈ ગયાં હતાં. પોઠિયા પર ઘરવખરી લાદીને વતનને બોર બોર જેવડાં આંસુએ અંજલિ આપતાં આપતાં એ ચાલી નીકળ્યાં હતાં. દરેક દિશામાં હિજરતીઓ ચાલ્યા જતાં હતાં ! દરેક દિશામાંથી પોકાર આવતો હતો, ‘રે આવાં તે વેર હોતાં હશે ! પશુ ખીલેથી છૂટી જાય, એમ માણસ ઘરથી ને વતનથી છૂટો પડી ગયો છે !' યુદ્ધભૂમિ પર સભા ભરાઈ હતી : શ્રીકૃષ્ણે કહ્યું, ‘શાંતિનો એક મારગ તમને ચીંધું ! લાગશે શરમભરેલો, પણ છે સાચો.’ બતાવો ! જલદી બતાવો !' ‘આ વેરનું નિશાન, હું અને બલરામ છીએ.” ના, વેર અમારા બધાની સાથે છે !' યાદવો બોલ્યા. ‘એ તો આડકતરું વેર છે, એમના મૂળ વેરી તો અમે બે જ.” ‘હાં... તો...' ‘અમે બંને અહીંથી ચાલ્યા જઈએ.’ એટલે પછી અમને દોરશે કોણ ?” ‘વડીલ રાજા સમુદ્રવિજય અને નાનો નેમ.' વાત હતી તો બરાબર પણ કોઈને ગળે ઊતરતી નહોતી. શ્રીકૃષ્ણ-બલરામને એકલા કેમ છોડી દેવાય ? એમના વગર રહેવાય પણ કેમ ? પણ એવામાં હવામાં ઊડતું એક તીર આવ્યું. તીર પર એક સંદેશ હતો. મહારાજ કંસના હત્યારા કૃષ્ણ અને રામને અમારે હવાલે કરો, નહિ તો આખો પ્રદેશ વેરાન કરી નાખીશું ! સંદેશો રાજા જરાસંધ તરફથી હતો. સહી રાજા શિશુપાલની હતી. શિશુપાલ શ્રીકૃષ્ણની ફોઈનો દીકરો હતો, પણ સ્વાર્થ અને વેરની ભુલભુલામણી એવી પ્રસરી જનતાના જનાર્દન [ 107
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy