SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ એ તો હું સમજું છું. તમારી સેના પણ જો એ પહેલાં અમારી પાસે આવે, તો એની પણ એ જ દશા થાય, વારુ, પણ અમારા ઉપર એની અસર કેમ ન થઈ ?* ‘દેવીની તાકાતને પણ મર્યાદા હોય છે. એ સમર્થ આત્માઓને અભિભૂત કરી શકતી નથી. વળી એ મહારાજ જરાસંધના લોહીસંબંધોને પણ સ્પર્શી શકતી નથી.’ મણિબંધ મુક્ત મને વાત કરી રહ્યો હતો. જાઓ ! મણિબંધને ફરી પૂરી દો. આપણે પૂરા થઈશું એ પહેલાં એને પૂરો કરીશું !' ‘જય ચક્રવર્તી મહારાજ જરાસંધનો !' મણિબંધ પાછો ફરતો બોલ્યો. સૂર્યનારાયણ પોતાનો ઝડપી પ્રવાસ આગળ ધપાવી રહ્યા. સાંજ પડી. નિશા આવી. પ્રલયનું ડમરું બજી રહ્યું હતું. હવે થોડો જ સમય શેષ હતો. મહારાજ જરાસંધ સાધનામાંથી ઊભા થાય એટલી જ વાર ! પૃથ્વી પર શત્રુનું નામોનિશાન નહિ રહેવા દે ! અને શત્રુની દુનિયાનું - એનાં ગામ, નગર, નેસ ને વાડાનું - નખ્ખોદ તો ક્યારનું આરંભાઈ ગયું હતું ! દિશાઓ ધુમાડાથી ભરાઈ ગઈ હતી. માંસના બળવાથી હવા દુર્ગંધમય બની ગઈ હતી. ગીધ અને સમડી જેવાં પંખીઓ મિજબાની માણી રહ્યાં હતાં, ને તેમણે નાખેલા માંસ ને અસ્થિના ખંડો યત્રતત્ર દુર્ગધ ઉપજાવતા હતા. માનવતાને પૃથ્વી પરથી નામશેષ કરવાનો આ જ રાસંધી મહાયત્ન હતો. અલબત્ત, જરાસંધ જેવા જ બૂર રાજવીને આવો મહાયન ગોવાળોના છોકરાઓ સામે કરવો પડ્યો એનો મોટો શોચ હતો, પણ આજ કાલનાં એ છોકરાંઓએ મરદોની મૂછોમાં ધૂડ નાખી હતી ! જનતાના જનાર્દન બનીને ફરતા આગેવાનોનું અસ્તિત્વ ભુલાવી દેવાનો આ દાવ હતો. આવતી કાલે જરાસંધ સાચો ચક્રવર્તી રાજા ઠરશે, પછી એક માખી પણ એનો વિદ્રોહ કરવાની વાત નહીં વિચારે ! સૂરજનારાયણ આથમીને ફરી ઊગ્યા, અને તેઓએ નભમંડળમાં ચંક્રમણ શરૂ કર્યું. પણ એમનું એક એક ડગ ઘેરી ચિતાવાળું હતું ! વિનાશ ડગલે ને પગલે પાસે આવતો જતો હતો. આટલા બધામાં સ્વસ્થ હતો એકલો નેમ ! એ આત્મિક તાકાતને જગાડવામાં બેઠો હતો. પરાક્રમ કરતાં પ્રાર્થનામાં એ શ્રદ્ધા ધરી બેઠો હતો. ભૌતિક બળોને પછાડવા એ આધ્યાત્મિક તાકાતને નોતરતો હતો. લૌકિક શક્તિઓને સંયમિત 102 1 પ્રેમાવતાર કરવા એ અલૌકિક શક્તિઓને જગાડી રહ્યો હતો. આત્માનું બળ સાચું ! કાયાનું બળ કાચું ! એ સમાધિસ્થ હતો. રાત-દિવસનો ભેદ એણે જાણ્યો નહોતો. ભૂખ-તરસ એણે પિછાની નહોતી, કોઈ ગેબમાં એ ખોવાઈ ગયો હતો. સંધ્યાની શીળી છટા પૃથ્વી પર વિસ્તરી કે નેમે લોચન ખોલ્યાં. એ લોચનમાં અજબ ખુમારી ભરી હતી. પ્રેરણાની પરબ જેવા એના હોઠ હલ્યા ને એણે પાસે પડેલો શંખ લીધો ! નાદ સામે નાદનો નિનાદ સ્વરો સામે સ્વરો સમરાંગણે આવતા હતા. શંખ ફૂંક્યો ! વધુ ફુકાયો ! બળતા ગ્રીષ્મ પર જાણે વર્ષાના - નવમેઘના સંદેશ ગુંજ્યા ! શખસ્વરો ચોમેર વહી રહ્યા : પૃથ્વીમાં, પાણીમાં, તેજમાં, આકાશમાં ! અને પૃથ્વી વળી નવો પરિવર્તન અનુભવી રહી. જરાની જઠરતા ઓછી થઈ. પાનખર સમેટાઈ ગઈ. એકાએક વસંત પ્રગટી. મોર ગહેકી રહ્યા. બપૈયા બહેકી રહ્યા. કોયલ કલરવ કરી રહી, વૃદ્ધત્વના ઘેરામાં સપડાયેલો માણસ જાણે આળસ મરડીને જાગ્યો. એને ન ગમતી વૃદ્ધાવસ્થા પળવારમાં સરી જતી લાગી ! શંખસ્વર જેમ જેમ ઘેરા થતા હતા, તેમ તેમ તેનામાં યુવાનીની નવવસંત જાગતી હતી. સ્વરે સ્વરે અણુ અણુ પ્રફુલ્લિત થઈ રહ્યા હતા. નિસ્તેજ ને નિષ્કર્મણ્ય સેના ફરી નવજીવન અનુભવી રહી. જેની દાંતની બત્રીસી ડોલી રહી હતી, એ દાંતથી લોઢાના ચણા ચાવવા તૈયાર થઈ રહ્યા ! શંખેશ્વરો તો હજી પણ ફરી ફરી ચૂંટાઈ રહ્યા ! ઠીંગરાઈ ગયેલી અણુશક્તિમાં જાણે વસંતનો નવસંચાર થયો. યોદ્ધાઓ લડવા તૈયાર થઈ રહ્યા. સર્વત્ર હોકારા-પડકારા સંભળાઈ રહ્યા, સૈનિકોએ ગાન ઉપાડ્યું : આતતાયીને હણવા ચાલો ! સાધુઓના પરિત્રાણ માટે ને દુષ્ટોના દમન માટે આગે કદમ બઢાવો !' આ તરફ રાજા જરાસંધ પણ સાધનામાંથી જાગવાની વેળા થઈ રહી હતી ! રે ! થોડીવારમાં તુમુલ યુદ્ધ જાગશે. | ‘શું આખરે યુદ્ધ કરવું પડશે ?' નેમે પ્રશ્ન કર્યો. ‘પોતાનાં નહિ તો શું પારકાં હણીશું ? પૃથ્વી પર પોતાનાં ને પારકાંના ભેદ શું વધુ દઢ કરીશું ?' આ પ્રશ્ન તત્ત્વજ્ઞાનભર્યો હતો. તરત તો એણે જવાબ ન જડ્યો, પણ બલરામે કહ્યું, ‘તો શું આપણે હિમાળો ગાળીશું ? રે નેમ ! આપણા કારણે આ પ્રદેશો પર જુલમ વરસી રહ્યો છે. એ જુલમ બંધ થવો ઘટે.’ અજબ પ્રતિકાર 1 103
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy