SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકૃષ્ણનાં નેત્રમાં અગ્નિનું વિરાટ રૂપ જાગ્યું. એમણે ગદા ઊંચી કરીને કહ્યું, ‘હું પૃથ્વી પરથી ન્યાયનો ઉરચ્છેદ કરીશ. જીવનનો અર્થ ફક્ત જીવવામાં નથી, નાની-મોટી ઉંમરમાં પણ નથી ! આતતાયીઓના નાશ માટે મેં અવતાર ધર્યો છે. સજ્જનોનું પરિત્રાણ ને દુષ્ટોનું દમન એ જ મારો આદર્શ છે.’ ને શ્રીકૃષ્ણની આંગળી પર સુદર્શન ચક્ર સુસવાટા નાખવા લાગ્યું. જાલિમોના શિરચ્છેદ માટે જાણે એ ઉતાવળું બન્યું હતું, પણ જાલિમો દૂર હતા, વળી મોટી સંખ્યામાં હતા : ને પોતાના સૈન્યની સ્થિતિ સાવ વિપરીત હતી. જુવાનીના બીજા રૂપ જેવા, દેવોને પણ જેના દેહની ઈર્ષ્યા આવે એવા સૈનિકો અત્યારે વૃદ્ધ થઈ ગયા હતા. એ જોઈને સહુ પળવાર વિચારમાં પડી ગયા : ‘આ કેમ બન્યું ? કેવી રીતે બન્યું ?' બલરામ હળ ઘુમાવતા ને કૂદકા મારતા ધસી આવ્યા. તેઓ આ પરિવર્તન ન સમજી શક્યા. તેમણે કહ્યું : “સૈન્યની આ હાલત કેમ થઈ, તે સમજાતું નથી. ભારે કટોકટી ખડી થઈ છે " ત્યાં તો રાજા સમુદ્રવિજય આવી પહોંચ્યા. તેઓએ પણ પોતાના સૈન્યની એવી જ અવદશાની વાત કરી. ‘પણ નેમ ક્યાં ?” બલરામે પૂછયું. એમના સ્વરમાં ચિંતા હતી. નેમ તો ધ્યાન ધરવા બેસી ગયો છે !' ‘ધ્યાન ધરવા ! આવા યુદ્ધ વખતે ? શા માટે ?' ‘એ કહે છે કે આ કોઈ મેલી શક્તિનો પ્રભાવ લાગે છે. મેલી શક્તિ મેલા આત્મા પર અસર કરે, નિર્મળ પર નહિ. એણે ત્રણ દિવસ નું જમવાનું વ્રત લીધું થતો ઘેરો નીરખી રહ્યા. શ્રીકૃષ્ણ તો જનતાને દુઃખી દુઃખી જોઈ દ્રવી ગયા. થોડી વારે એમણે કહ્યું, ‘પેલા મણિબંધને બોલાવો.’ “કાં ?” ‘મને જરાસંધની ઇષ્ટદેવી જરાનું આ કૃત્ય લાગે છે.’ ‘તે મણિબંધ આવીને શું કરશે ? આપણી આ સ્થિતિ જોઈ ઊલટો હસશે, અને પછી મારો મિજાજ જોયો છે ?' બલરામે કહ્યું. | ‘મણિબંધ ભલે હસે, પણ આ જાદેવી વિશેની ભાળ એની પાસેથી જ મળશે. કોઈ વાર કાંટાથી કાંટો નીકળે છે.' શ્રીકૃષ્ણ કહ્યું. બંને ભાઈ શત્રુને બોલાવવો કે ન બોલાવવો તે વાત પર ચડભડી રહ્યા, પણ આખરે એકમત થયા, ને સૈનિકોને આજ્ઞા છૂટી. ‘જાઓ, મણિબંધને અહીં હાજર કરો.” સૈનિકો ચાલ્યા પણ એમની ચાલવાની તાકાત જાણે હણાઈ ગઈ હતી. સારું હતું કે મણિબંધ બંધનમાં હતો, નહિ તો એને કારાગારમાંથી બહાર કાઢવામાંય જોખમ હતું ! સ્વસ્થતાથી ચાલ્યો આવતો મણિબંધ હાજર થયો. એણે એક વાર ચારે તરફ વિજયભરી નજર કરી, ને પછી એ બોલ્યો, ‘કેમ કેટલી વીસે સો થાય, તેની ખબર | ‘વાહ ભગત વાહ ! જ્યાં તલવાર જોઈએ , ત્યાં તપ વાપરવા બેઠો ! પણ આપણે શું કરવું ? નેમ તપમાંથી ઊઠે ત્યાં સુધી રાહ જોવી ?” | ‘બિલકુલ નહીં. નેમ તો અલગારી છે. એને વેર હોય ત્યાં પ્રેમ સૂઝે છે. સિદ્ધાંતની રીતે એ વાત ભલે સાચી હોય, પણ પરિસ્થિતિને પારખીને આપણે આપણી રીતે યત્ન કરવો રહ્યો. અત્યારે કોઈ અદ્રશ્ય શક્તિના ભરોસે રહેવાય તેમ નથી.” રાજા સમુદ્રવિજયે પોતાનો મત કહ્યો. નેમની બાદબાકી મૂકો !' બલરામે કહ્યું, “અત્યારે તો ઉગ્ર પગલાં ભરવાં ઘટે. પણ કોની મદદથી ભરવાં ? સેના તો વૃદ્ધ થઈ ગઈ છે ! નાદશક્તિના કોઈ સાધકે આ પ્રયોગ કર્યો લાગે છે.’ બલરામ થોડી વાર વિચારમાં પડી ગયા. સમુદ્રવિજય શત્રુઓના સૈન્યનો દૃઢ 100 g પ્રેમાવતાર | ‘હવે મેલાં દેવ-દેવલાંની મદદથી તો માણસ ગમે તે કરી શકે. એમાં બહાદુરી શી ?” શ્રીકૃષ્ણે કહ્યું. ‘દુનિયામાં બહાદુરી કામની નથી, સાધ્યની સિદ્ધિ કામની છે. વધુ બેએક દિવસ જશે ને જ્યારે આ સેના પર બૂઢાપાની પૂરી અસર થઈ જશે એટલે મહારાજ જરાસંધ હલ્લો કરશે. જરાસંધી સિંહો ત્રાડશે ત્યારે તમારા ગોવાળો ઊભી પૂંછડીએ ન ભાગે તો મને કહેજો !' | ‘હવે જોઈ તમારી શક્તિ ! બે દિવસ લાગે, એ તો ઘણું કહેવાય.’ શ્રીકૃષ્ણે કહ્યું. એમના પ્રશ્નોમાં હકીક્ત મેળવવાની તીવ્રતા હતી. ‘મહારાજ જરાસંધ અત્યારે સાધનામાં બેઠો છે. સાધનાની આ સિદ્ધિ છે; આ તો નાદબ્રહ્મની સાધના. એ સાધનામાં બેઠેલો સાધક પોતાના હોઠથી હવા ફૂંકે. એ હવા હિમાળો લઈને આવે. એવો હિમાળો કે માણસની થનગનતી જુવાનીનેય થિજાવી નાખે !' મણિબંધ મદમાં હતો, મસ્તીથી બોલતો હતો, એને દિલની દાઝ કાઢવાનો આ અવસર મળ્યો હતો. અજબ પ્રતિકાર | 101
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy