SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ હતો. જરાદેવીએ એ બંને અંગને એક કરી આપ્યાં અને નામ જરાસંધ રાખ્યું !' મણિબંધે વાત લંબાવી. ‘જરા-રાણસીનું સંતાન જરાસંધ પણ રાક્ષસ લાગે છે ! જરાનાં દર્શન કરીને માણસ સંસારનાં ઝેર ઉતારે કે વધારે ?” નેમકુમારે કહ્યું. ‘જરાદેવીને રાક્ષસી ન કહો. મગધના ઘરેઘરમાં એ દેવી પૂજાય છે. પુત્રવતી નવયૌવના સ્ત્રીની પ્રતિમા તો મગધ દેશના એકેએક ઘરની દીવાલ પર અંકિત છે. એ જરાદેવીની છે. જરાદેવી ઇચ્છારૂપા છે. એમની સાધના કરનાર ઇચ્છા પ્રમાણે રૂપ ધરી શકે છે.' ‘દેવ-દેવીને સ્વાર્થભાવે પૂજનાર માણસો આત્મવાન પુરુષો પાસે હારી જાય છે !' નેમકુમારે પોતાના ચિંતનનો જાણે સાર કહ્યો. ‘હાર કહેવાથી હાર થતી નથી. જાણો છો, મહારાજ જરાસંધના પક્ષમાં કેવા કેવા રાજાઓ અને વીરો છે ? એક એક માણસ હજારને હરાવે તેવો છે. એમના મિત્ર અને સેનાપતિ શિશુપાલને તો જાણો છો ને ?' - “મણિબંધ ! એને તારાથી વિશેષ હું જાણું છું. તારો તો એ ગમે તે સગો થતો હોય, પણ મારે તો એ ફઈનો દીકરો ભાઈ થાય.' શ્રી કૃષ્ણે કહ્યું, ‘ભારે ક્રોધી, ભારે અવળચંડો, જરા રાયસીનો જમાઈ થાય એવો છે !' “બીજો છે કરુષ દેશનો રાજા દેતવત્ર, જરાસંધનો એ શિષ્ય છે. એની તાકાત સામે કોઈ ટકી શકતું નથી.' મણિબંધ એક એક શબ્દ પર ભાર આપતો બોલતો હતો. ભલી ઓળખાણ કરાવી તે મણિબંધ ! એક એકને અમારે ભરી પીવા પડશે. આ બધા કંઈ અમારા શત્રુ નથી; એ તો માનવતાના શત્રુ છે ! અમે એની સામે તન, મન, ધનથી લડીશું.’ નેમકુમારે પ્રેમમાંથી યુદ્ધનો ઉત્સાહ બતાવ્યો. | ‘લડવા લાયક તો તમારા માટે હજી ઘણા છે. તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે એવા હંસ અને ડિંભક નામના બે બળવાન રાજાઓ હજી બાકી રહે છે. બંનેની પ્રતિજ્ઞા છે કે જીવીશું તોપણ સાથે, અને મરીશું તોપણ સાથે. એમની સાથે લડવું એ તો પોતાના મોત સાથે લડવા બરાબર છે.' ‘મણિબંધ ! વાહ ભાઈ, વાહ ! તેં સરસ માહિતી આપી. તારી વાતનો ટૂંકો સાર એ કે એકને મારતાં બે મરાય, કાં ? એક કાંકરે બે પક્ષી ! વાહ, આ તો સોદો સસ્તો થયો.” શ્રી કૃષ્ણ કહ્યું. એમના સવાલ-જવાબમાં મુત્સદીવટ તરી આવતી હતી. | ‘રે કૃષ્ણ ! ગોવાળોની સાથે રહેવાથી તમારી મતિ પણ કુંઠિત થઈ ગઈ લાગે છે ! તારા જ મામા પુરુજીત જરાસંધના વફાદાર મિત્ર છે. ને તારા નાતેદાર ભિષ્મક 92 1 પ્રેમાવતાર પણ એના અનુશાસનમાં છે. મુર ને નરક દેશના શાસક વૃદ્ધ ભગદત્ત પણ એમનું જ કહ્યું સાંભળે છે. ઓછી અક્કલવાળા તમારા જેવા જ કોઈ મોતની બાકરી બાંધવા દોડે છે. ખરેખર, ઢોરો સાથે હરીફરીને તમારી અક્કલ પણ ચરવા ચાલી ગઈ છે !' ‘વારુ, મણિબંધ ! તારા રાજાના વિપક્ષીઓની નામાવલી બતાવી શકે ખરો ? હું માનું છું કે એના કોઈ વિપક્ષી જ નહિ હોય. શત્રુ રાખવા એ તો શૂરવીરોનું ગજું, તમારું નહિ !' શ્રીકૃષ્ણે કહ્યું. ‘અમને એમાંથી બાદ કરજે. અમારી મામીના શ્રીમાન પિતાશ્રીની અમારી તરફ તો ઓછી જ કૃપાદૃષ્ટિ છે!' ‘તમારાં આચરણ જ એવાં છે ! સૂર્ય સામે ધૂળ ઉડાડવાની તમારી નીતિ છે. એ ધૂળ જ તમારી આંખમાં પડે છે. અને તમારી આંખ બિડાઈ જાય છે. તમે સૂરજને દેખી શકતા નથી એટલે કહો છો કે અમે સૂરજને ઝાંખો પાડી દીધો અને રાજા જરાસંધના વિપક્ષી ? રે કૃષ્ણ ! સૂરજના વિપક્ષી તો ઘણા નિશાચરો હોય, પણ સૂરજ ઊગતાં એ બિચારાઓની હસ્તી જ ક્યાં રહે છે ? જાણો છો કે અઢાર ભોજ કુળ અને ઉત્તર દેશના રાજાઓ અમારા મહારાજની તાકાતથી ડરીને પશ્ચિમ દિશા તરફ ચાલ્યા ગયા છે ?' મણિબંધ વાત કરતાં થોભ્યો. એના ઘા કંઈક તીવ્ર વેદના વહી રહ્યા હતા, પણ એની એને પરવા નહોતી, જરાસંધનો જ શ ગાવામાં જાણે એને નવજીવન મળતું હતું. ‘પંચાલ દેશના રાજાઓ પૂંછડી દબાવીને નાસી ગયા છે ! મજ્ય અને સંન્યરત દેશના રાજા દક્ષિણમાં જઈને છુપાયા છે. શૂરસેન, ભદ્ર કાર, શાલ્વ, સુક, કુલિંદ, દક્ષિણ પાંચાલના રાજા ને પૂર્વ કૌશલના રાજાઓ સુરજના પ્રકાશથી ઘુવડ છુપાઈ જાય તેમ જ્યાં ત્યાં છુપાઈને બેઠા છે. ૨ ! આવા તો બીજા પણ અનેક છે !' મણિબંધ વાત કરી રહ્યો. અત્યારે એ ગર્વમાં હતો. ‘મોટા ભાઈ ! સપથી અને વિપક્ષીનાં નામ આપણે યાદ રાખી લેવાં ઘટે; રાજનીતિનું સૂત્ર છે કે શત્રુનો શત્રુ સહેજે મિત્ર ! સમયે એવા મિત્રોને સંભારવા ઘટે!” શ્રીકૃષ્ણે કહ્યું. મણિબંધ આ શબ્દો સાંભળી ચમકી ગયો. એ પોતાની ભૂલ સમજી ગયો. એને લાગ્યું કે આજ કાલના આ છોકરાઓએ પોતાને મૂર્ખ બનાવ્યો. પછી એ મૌન ધરી રહ્યો. એને બોલાવવા ઘણી મહેનત કરી પણ એ કંઈ ન બોલ્યો, અને જે બોલ્યો તે નિરર્થક બોલ્યો. આખરે સંખ્ત જાપતા નીચે રાખવાની આજ્ઞા આપી એને છાવણીમાં મોકલી દેવામાં આવ્યો. ત્રણે ભાઈઓ એ દિવસે ભેગા બેઠા ને એકબીજાની પ્રવૃત્તિના સમાચાર એકબીજાને કહ્યા. બલરામે નેમકુમારને ખૂબ ઉત્સાહથી કુલવધૂ વૈરોટટ્યાની વાત કરી; અરિ 1 93
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy