SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાની પાસેથી વચન લીધાની હકીકત પણ કહી. નેમકુમારને આશ્ચર્ય થયું : સુંદર ફૂલ પાસે જેમ સ્વાભાવિક શોભા ને સુગંધ છે, એમ સુંદર વિચારોની પણ પૃથ્વી પર અસર છે ! નેમકુમાર વૈરોટ્યાના વિચારમાં ડૂબી ગયા. આ તરફ બલરામ અને શ્રીકૃષ્ણ આવી રહેલા કપરા વખતનાં કપરાં એંધાણ પારખી રહ્યા. ‘સાપ છટકી ગયો. ફરી આવશે ખરો ?' ‘જરૂર આવશે, જરૂર ડંશ દેશે.' ‘તો આપણે તૈયારીમાં રહેવું જોઈએ.' અને ત્રણે ભાઈઓ પોતાની સેનાઓ સાથે મથુરા ભણી વળ્યા. મારગના કાંઠે આવેલાં ગામોની સ્થિતિ ભયંકર હતી. બધે યુદ્ધનું વાતાવરણ જાગી ગયું હતું. માથાભારે તત્ત્વોનું ચારે તરફ વર્ચસ્વ હતું. જુવાન સ્ત્રીઓ ઊપડી ગઈ હતી. પશુઓ કપાઈને ખાદ્ય બની ગયાં હતાં. મઘને તો કોઈ દીઠો મૂકતો નહોતો. ને એ મદ્યની અસર નીચે ન ધાર્યાં દુરાચરણો ન આચરાયાં હતાં. ગોપસેના ને યાદવસેના ધીરે ધીરે કૂચ કરી રહી હતી. આજનો રાતવાસો નદીકાંઠે હતો. પૂર્ણિમાના ચંદ્રની રૂપેરી ચાંદનીમાં આખો પ્રદેશ નાહી રહ્યો હતો. કાંકરા સ્ફટિકના બનીને અને વૃક્ષ બધાં સ્વર્ગનાં મંદાર બનીને શોભા આપી રહ્યાં હતાં. નેમકુમાર નદીકાંઠે ફરી રહ્યા હતા. એમને શસ્ત્રો સજવાનો શોખ ઓછો હતો; એ દેહની તાકાત કરતાં અંદરની તાકાત પર વધુ શ્રદ્ધા ધરાવતા, એટલે સામાન્ય પ્રસંગે પણ ક્ષત્રિયપુત્ર ખભે ધનુષબાણ કે કમર પર કટારી કે હાથમાં પરશુ જેવું સાધન રાખતા, એવી કોઈ શસ્ત્રસામગ્રી નેમકુમાર ન રાખતા. એ સાવ નિઃશસ્ત્ર હતા. સામાન્ય પ્રસંગે ન રાખે એ તો ઠીક, પણ વાતાવરણમાં જ્યારે યુદ્ધનો ભય ભર્યો હોય ત્યારે તો કંઈક શસ્ત્ર પાસે રાખવું ઘટે ને ! ન જાણે કઈ ઘડીએ દગો થાય. કઈ ઘડીએ શસ્ત્રની જરૂર પડે. પણ નેમ એની સામે દલીલ કરતા. દુનિયામાં દિલભર દિલ પણ કોઈ ચીજ છે. આપણા અંતરમાં જ્યાં સુધી દ્વેષભાવ ન જન્મે ત્યાં સુધી કોઈ દુશ્મન આપણને દગો કરી શકતો નથી ! નદીતટ પર ફરતાં ફરતાં એ ઊંડા વિચારમાં ઊતરી ગયા. 94 – પ્રેમાવતાર સંસારમાં અરિનો ડર સૌથી મોટો ! પણ અરિ કર્યો ? પ્રકાશની જેમ નજરે દેખાતો કે પવનની જેમ નજરે ન દેખાતો ? ન માણસનો ખરો અરિ માણસ ! પણ એટલું જ બસ નથી. એ એક અરિને હણી નાખે, ત્યાં બીજો અરિ જાગે; એને હણી નાખે અને ત્રીજો જાગે ! પણ અરિનું મૂળશત્રુતાનું મૂળ-ન હણાય ત્યાં સુધી બધું નકામું ! અરિપણાનું મૂળ શું ? કામ, ક્રોધ, મોહ ને લોભ ! એ જ સાચા અરિ! એ અરિને હણીએ તો જ યુદ્ધ જાય, અરિ ટળે ને શાંતિ જન્મે. ચંદ્ર પૃથ્વી પર સુધા ઢોળી રહ્યો હતો. એ સુધાીય શ્રેષ્ઠ એવા વિચારો નેમકુમારના હૃદયમાં ઘોળાઈ રહ્યા હતા. આ અંતરના અરિઓએ અવનને કેવી દૂષિત કરી નાખી છે ! નેમ વિચારી રહ્યા, બાલ અરિઓને ગમે તેટલા જીતીએ, પણ અંતરના અરિને જીત્યા વગર લડાઈઓ બંધ થવાની નથી, પ્રેમશાસન સ્થપાવાનું નથી, સબળ નિર્બળને સતાવતો અટકવાનો નથી. નદીના જળ ખળખળ વહી રહ્યાં હતાં. નૈમકુમારના અંતરમાં પણ નિર્મળ વિચારધારાનાં જળ વેગથી વહી રહ્યાં. ત્યાં છાવણીમાં પાર્શ્વભાગમાંથી રણશિંગાનો અવાજ આવ્યો. ભયંકર અવાજ ! અરિ – 95
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy