SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વધી રહ્યા. છેવટે આવી પહોંચ્યા ! પૂર્વ દિશામાં એમના બદલે બન્ને સૂર્ય આવતા હોય તેમ શ્રીકૃષ્ણ ને નેમકુમાર રથ પર ચઢીને આવી રહ્યા હતા. બંને શ્યામ વર્ણના હતા. બંને ઘાટીલા હતા, બંનેની દેહયષ્ટિ મોહક હતી, બંનેનાં જુલફાં હવામાં ફરફર ઊડી જાણે જયપતાકા ફરકાવતાં હતાં. જોનારને એમ જ લાગે કે બલરામ જાણે યુદ્ધ દેવતા હતા કે આવનારા જાણે પ્રેમદેવતા હતા. વાતાવરણના ભારેપણામાં આ બે જણાએ પોતાના આગમનથી એકદમ હળવાશ આણી, શંકા અને ભયના ધુમ્મસમાં જાણે શ્રદ્ધાનાં તેજ રેલાયાં. મણિબંધને ત્યાં મૂકી, બલરામ નાના ભાઈઓના સ્વાગતે આગળ આવ્યા. અત્યારે એ મહામાનવીની મન-ઇમારતને ટેકો ખપતો હતો. બંને નાના ભાઈઓ મોટા ભાઈને સામે આવતા જોઈ રથમાંથી ઊતરીને મોટા ભાઈના ચરણમાં ઝૂકવા નીચા નમ્યા. બલરામે બંનેને બાથમાં લઈ લીધા. | ‘આપના અદ્ભુત વિજયની વાતો અમે આખા રસ્તે સાંભળતા આવ્યા છીએ.” શ્રીકૃષણે કહ્યું. | ‘વિજય અને વળી અદ્દભુત - બંને શબ્દો મને તીરની જેમ હૈયામાં વાગે છે!” બલરામે નિરાશાથી કહ્યું. ‘શા માટે ?’ ‘એટલા માટે કે જરાસંધ મારી આંખમાં ધૂળ નાખીને ચાલ્યો ગયો, નહિ તો આજ પૃથ્વી પરથી અસુરોનો ભાર ઓછો થઈ જાત !' બલરામે વેદનાભર્યા સ્વરે કહ્યું. અસુર એક નથી, અનેક છે. હજી એને સંહારીને ધરતીને હળવી કરવાનો વખત ચાલ્યો આવે છે.” શ્રીકૃષ્ણ આશ્વાસન આપ્યું. ‘એ કેવી રીતે છટકી ગયો ?” નેમકુમારે પ્રશ્ન કર્યો. ‘એનો ભાઈ મણિબંધ અહીં બંદીવાન છે. એ અજબ હિકમતબાજ છે. પણ થોભો, આપણે આપણા મોઢે શત્રુનાં પૂરાં વખાણ નહિ કરી શકીએ, એના મોઢે જ એ સાંભળીએ.’ બલરામે કહ્યું ને મણિબંધને હાજ૨ કરવા સૂચના આપી. થોડી વારમાં મણિબંધ ત્યાં હાજર થયો. એ ગર્વભેર ડગલાં ભરતો આવતો હતો. એના મોં પર મોત તરફની બેપરવાઈ ને કરેલાં કાર્યોનો ગર્વ રમતાં હતાં. મણિબંધ, આ બંને જણાને તો તું ઓળખે છે ને ?” 90 g પ્રેમાવતાર મણિબંધ કોને ન ઓળખે ? આ તો રાજા કંસદેવની હત્યા કરનાર અપરાધીઓ! એમાં ચક્રવર્તી રાજાનો એક અપરાધી બલરામ અને બીજો અપરાધી તે કૃષ્ણ !' અને હું ?' નેમકુમારે મોં મલકાવતાં કહ્યું. ‘તારું નહિ - તારા પિતાનું નામ ગુનેગાર તરીકે નોંધાઈ ગયું છે. હું ભૂલતો ન હોઉં તો, સમુદ્રવિજયનો પુત્ર તું નેમ ને ? જાણી લે કે બલરામ અને કૃષ્ણથી પણ કોઈ વધુ અપરાધી લેખાતો હોય તો તે છે તારો પિતા રાજા સમુદ્ર! એને વાંદરાઓને નિસરણી આપી ! છવાસી રાજાઓના કાષ્ઠપિંજર સાથે મગધના પાટનગર ગિરિવ્રજ માં હમણાં એક નવું કાષ્ઠપિંજર નિર્માણ કરવામાં આવ્યું છે, ને એના ઉપર ‘રાજા સમુદ્રનું નામ આલેખવામાં આવ્યું છે.' મણિબંધ એટલી સ્વાભાવિકતાથી ને દઢ વિશ્વાસથી બોલતો હતો કે જાણે એમ જ લાગે કે કાષ્ઠપિંજરમાં રાજા સમુદ્રવિજય પુરાઈ ગયા છે, અથવા પુરાવા સિવાય એમની પાસે કોઈ આરો નથી ! ‘શા માટે આટલા બધા રાજાઓને કેદ કર્યા છે ?' નેમકુમારે પ્રશ્ન કર્યો. એણે પોતાના પિતા માટેની વાતને બહુ વજૂ દ ન આપ્યું. ‘મહારાજ જરાસંધ અપૂર્વ નરમેધ યજ્ઞ કરવાના છે. એમાં જેવા તેવા માનવીઓ નહિ, પણ સો રાજાઓને હોમવા માગે છે ! છચાસી હાલ તરત કેદમાં છે, ચૌદ બાકી છે ! વધુ એક તરીકે તારો પિતા નક્કી થતાં હવે તેર બાકી રહ્યા છે.' મણિબંધ બોલ્યો. એની વાતો કરવાની રીત એવી હતી કે ભલભલા શત્રુનાં હાડ ગાળી નાખે! ‘જ્ઞાન કરતાં અજ્ઞાનમાં ચમકારો વધુ હોય છે, પ્રેમ કરતાં દ્વેષનાં તીર તેજીલાં હોય છે. પણ જાણે છે, મણિબંધ ! એ તેજીલાં તીર ખરે વખતે ધાર્યું નિશાન તોડતાં નથી. એમની શક્તિ એ વખતે કુંઠિત થઈ જાય છે !' નેમ કુમારે કહ્યું. એણે મણિબંધને અજ્ઞાનીની ઉપમા આપી. ‘વારુ, પણ તારો મહાન રાજા, બલરામ જેવા સિંહથી ડરીને શિયાળની જેમ ભાગી કાં છૂટ્યો ?” શ્રીકૃષ્ણ વચ્ચે કહ્યું. ‘શિયાળની જેમ નહિ, બલરામની છાતી પર પગ દઈને મહારાજ જરાસંધ ચાલ્યા ગયા છે, એક વૃદ્ધ ડોસાના વેશમાં !' કેવો અપૂર્વ અને અદ્ભુત એ વેશ હતો !' બલરામે શત્રુની ચતુરાઈનાં વખાણ ક્ય. ‘એ ઇચ્છારૂપા જાદેવીની કૃપા છે. આપ સહુને ખબર હશે કે મહારાજ જરાસંધ એ દેવીની કૃપાનું ફળ છે. જન્મ વખતે મહારાજનું જમણું-ડાબું બંને અંગ જુદાં હતાં. એનો આત્મા જમણામાં જાઉં કે ડાબામાં એમ દુવિધામાં ફાંફાં મારતો અરિ 1 91
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy