SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યો અનુભવ ? આ ગામડિયા રીતથી કંઈ જરાસંધનો પરાભવ ન કરી શકે ! જરાસંધ સામે બાટકવું એ કંઈ જેવા તેવાના ખેલ નથી ! પણ બલરામનો ગુસ્સો ને સિક્કો એવો હતો કે કોઈનું કંઈ ન ચાલતું, કોઈથી કંઈ ન બોલાતું ! સહુ મૂંગા મૂંગા તેઓને અનુસરી રહ્યા; અનુસરવામાં જ શ્રેય સમજી રહ્યા. વાટ આગળ વસમી આવી હતી, ને માંડ માંડ આગળ વધાતું હતું. સમી સાંજથી ચાલતા બધા થાક્યા હતા, અને હવે વિસામો ઇચ્છતા હતા ! | બલરામે એક ટેકરીના ઢોળાવમાં બધાને વિસામો લેવાની આજ્ઞા કરી અને પ્રાતઃકર્મ કર્યા પછી આગળ વધવાની જાહેરાત કરી. પણ ન જાણે કેમ, બલરામ અને બીજા પાંચ-સાત જણા ક્યાંના ક્યાં ચાલ્યા ગયો, ને બધા તેમની રાહમાં બેસી રહ્યા, આ વખતે પેલા મથુરાના યુદ્ધ કલાકુશળ યોદ્ધાઓ ટીકા કર્યા કરતા ને બોલતા હતા : ‘નવી નવાઈની રીતે આ લડાઈ લડાવાની લાગે છે ! આમ ને આમ બધા ભૂખે મરી જઈશું.’ આવી આવી વાતો ચાલતી હતી ત્યાં કોઈના નૂપુરનો ઝંકાર સંભળાયો! થોડીવારમાં ચાર-પાંચ કાળા યોદ્ધાઓની આગળ એક ગોરી ગોરી સ્ત્રી આવતી દેખાઈ ! રે ! આવી જગ્યામાં આ ખાર્ય નારી ક્યાંથી ? અને આ કાળા નાગ પાછળ ક્યાંથી ? પૂર્વ-પશ્ચિમનો મેળ કેવી રીતે મળ્યો ? બધા આશ્ચર્યમાં જોઈ રહ્યા. થોડી વારમાં તો પેલી આર્ય નારી નજીક આવી ગઈ. કાળા માણસોનાં મુખ પર થોડી વાર ભયનો તો થોડી વાર પ્રીતનો ભાવ ઊભરાતો હતો. ભય એટલા માટે કે આ બધા આર્યો હતા; અને પોતે નાગ હતા. આર્યો અને નાગો વચ્ચે ભયંકર વિદ્વેષ હતો. પ્રીત એટલા માટે કે આર્યકુલની વૈરોચ્યા એમનું પ્રીતિભાજન હતી ને એ આર્ય-નાગ ઐક્યની વાતો કરતી હતી ! પેલી ગોરી સ્ત્રી આ ગોપસેનાની નજીક પહોંચી અને બધાએ ઓળખી લીધી, બૂમ પાડી, ‘વૈરોટટ્યા બહેન !' | ‘તમારી બહેન, તમે મારા ભાઈ, રે ! સંસાર આખો સ્નેહના તાંતણાથી બંધાઈ જાય તો કેવું સારું ! એકબીજાં એકબીજાંનાં સગાં થઈ જાય તો ?” | ‘વૈરોટ્યા ! તારી ફિલસૂફી પછી હાંકજે ! ભૂખ્યા છીએ. કંઈક ખાવા જોઈએ! ને આ બાઘડા સાથે કાં આસ્થા છે ?' ‘એ મારા નાગભાઈ છે !' ‘નાગ તારા ભાઈ તો પછી આર્ય તારા શું ?” ‘એ પણ મારા ભાઈ ! એક વાત પૂછું ? બધા શા માટે નીકળ્યા છો ?” ‘લડવા માટે.’ જવાબ મળ્યો. ‘કોની સાથે ?' ‘જરાસંધ સાથે.” ‘તો શું આ ભૂમિ લોહિયાળ થશે ?' ‘જરૂર.' પોતે મરીને અને બીજાને મારીને એક વાર ભૂમિને ગોઝારી કરશો, પછી ક્યાં રહેશો ?” ‘રે ગાંડી વૈરોટટ્યા ! અહીં જ રહીશું અને રાજ કરશું. પણ એ બધી વાત પછી, પહેલાં કંઈ ખાવાનું આપ !' વૈરોટટ્યાએ પેલા નાગ જુવાનોને કંઈક કહ્યું. નાગ જુવાનો વૈરોટટ્યાની વાત સાંભળી જરા પણ રોકાયા સિવાય એકદમ ઊપડી ગયા. થોડી વારમાં ટેકરીઓ પાછળ અદૃશ્ય થઈ ગયા. ‘આ ગયેલા બાઘડા પાછા આવશે ખરા ?” કેટલાક ગપોએ પૂછવું. ‘શા માટે નહિ આવે ?' ‘અમને જોઈને ડરી ગયા હોય તેથી !' ‘પોતાના પ્રદેશમાં પારકાનો ડર કેવો ? આ તો નાગોનો પ્રદેશ છે. રાતે જ તેઓને તમારા આગમનની જાણ થઈ હતી. તેઓએ માન્યું કે તમે તેની સાથે લડવા આવો છો, પણ મેં કહ્યું કે એમ નથી, શાંત થાઓ !' “ઓહોહો ! આ ઝેરી નાગો ઉપર તારું આટલું બધું ચલણ ?' ‘હા, તેઓને સાચો પ્રેમ કરું છું. પ્રેમના શાસનમાં તો કોઈ શત્રુ નથી કે કોઈ મિત્ર નથી ! તમે મારા તેમને સાંભળ્યો લાગતો નથી !' વૈરોટટ્યા ખીલી નીકળી. | ‘વળી પાછી ગાડી આડા ચીલે ચાલી ગઈ ! રે ઘેલી વૈરોટ્યા ! તારે અને નાગને શો સંબંધ ?’ સંબંધ તો કંઈ નહિ ! પ્રેમસગાઈ ! એક વાર હું નાગરાજની દીકરીની સુવાવડ કરવા ગઈ હતી !” ‘સુવાવડ કરવા તું ગઈ ? એને બીજું કોઈ ન મળ્યું ?” મને વચન આપો ! ] 71 To પ્રેમાવતાર
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy