SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગોપસેનાના આગેવાન સ્વયં શ્રીકૃષ્ણ હતા, પણ એની બુદ્ધિને બીજી વ્યુહરચનાઓ માટે રાખી બલરામ મેદાને પડ્યા હતા. બલરામજીની પ્રચંડકાય મૂર્તિ અત્યારે જોવા જેવી હતી; આખા દેહ પર અસ્ત્રો સજેલાં હતાં; પણ સહુથી વિશેષ તો એમણે પોતાનું પ્રિય હળ પણ શસ્ત્ર તરીકે સાથે લીધું હતું ! શ્રીકૃષ્ણ ને બલરામ - બંને જાણીતા મલ હતા. શ્રીકૃષ્ણની નાનકડી ગદાથી તો ભલભલા ધૃજતા; પણ આટલા મોટા હળને લઈને સંગ્રામમાં લડતા બલરામને જોવા એ પણ છાતીના બળુકાનું કામ હતું. સો સો ફણાએ શેષનાગ ફૂંફાડતો હોય એવું રૂપ બલરામનું હતું ! તેઓ આજ જરાસંધની સામે પોતાની સેના દોરવાના હતા, જરાસંધ માટે અનેક કિંવદંતીઓ કહેવાતી - એના બળ વિશે, એની કૂરતા વિશે, એના અમૃત્યુ વિશે ! ભલભલા જરાસંધને હણવા આવ્યા હતા અને પોતે હણાઈ ગયા હતા ! ‘જરાસંધ તો શું પશુ છે !' બલરામે કહ્યું, એ ઓછું બોલવામાં માનનારા હતા. પશુ ક્યાંય થવા છે ? અમે તો એને પશુથી પણ હલકો માનીએ છીએ!” ગોપયોદ્ધાઓએ કહ્યું. આ જવાબમાં તેઓનો પશુપ્રેમ વ્યક્ત થતો હતો. ‘એ પશુ નથી, પિશાચ છે, પિશાચ ! જે બહેન અને ભાણેજિયાને સંતાપે છે, ગાયને અને વાછરડાને હણે છે, એને પશુ પણ કોણ કહે ?' ‘એ પિશાચને એની બોડમાં પેસીને આજે પકડી પાડવાનો છે !' બલરામે ભાવિ કાર્યવાહી સૂચવી દીધી. - “ખેતરની ગમે તેવી વાડ વીંધીને અમે ગાયને પ્રવેશ અપાવી શકીએ છીએ, તો આમાં કોઈ મોટી વાત નથી !' “એ જરાસંધે છળ્યાસી રાજાઓને કેદ કર્યા છે, આપણે એ રાજાઓને છોડાવવા ‘એમ નથી, બલરામ ! અમારી એ ગાયો યોદ્ધા જેવી છે, એવી મારકણી છે ને એવી નિર્ભય છે કે ન પૂછો વાત ! એક વાર જરા લલકારશો કે જુલમી જરાસંધની સેનાને આ પારથી પેલે પાર ફેંદી નાખશે.' ‘ભલે.' બલરામે પ્રતિકાર ન કર્યો. ‘અમારા સાંઢ અમારી સાથે રહેશે, એ નિર્ભયશંકરો ભયને તો જાણતા જ નથી!” કેટલાક ગોપયોદ્ધાઓએ કહ્યું. બલરામ કંઈ ન બોલ્યા. એ આ સમાજ માં જ ઊછર્યા હતા. અહીંના લોકોના રાગદ્વેષ તેઓ જાણતા હતા, માણસ કરતાં પશુઓ ઉપર તેઓને વધુ ભરોસો હતો. થોડી વારમાં શંખ ફૂંકાયા. બલરામે પોતાનો રથ હાંક્યો . પાછળથી ગાડાં ઊપડ્યાં. એની પાછળ પદાતિ ઊપડ્યા. ગાય અને સાંઢ સાથે હોવાથી ગોપયોદ્ધાઓએ વાટ કાપવામાં કંટાળો નહોતો. એક કેડો મથુરાથી આગળ મગધ તરફ જતો હતો. આ સેના ત્યાં પહોંચી ત્યારે ખબર મળી કે રાજા સમુદ્રવિજય પોતાના સુપ્રસિદ્ધ યાદવસૈન્ય સાથે મોરચા પર પહોંચી ગયા છે, ને શ્રીકૃષ્ણ પણ રાજા ઉગ્રસેનને લઈને પ્રતિકાર માટે ઊપડી ગયા છે ! અને આખી મથુરા અત્યારે યોદ્ધાઓ વગરની છે. બલરામ થોડી વાર મથુરામાં રોકાયા અને સાંજ પડતાં પોતાની સેનાને આગળ દડમજલ માટે ઉપાડી. રાતના અંધકારમાં એ ગોપસના આગેકદમ કરી રહી ! કેડો નહોતો, વાટ નહોતી; પણ આ વટેમાર્ગુઓને લેશ પણ મૂંઝવણ નહોતી ! એ તો ગમે ત્યાં પોતાનો મારગ કર્યે જતી હતી. આખી રાત સેનાએ કૂચ કર્યા કરી ! હવે રથ કે ગાડાં આગળ જઈ શકે તેમ નહોતું. નાના નાના ટેકરાઓ વીંધવાના આવ્યા હતા, નાની નાની નદીઓ ઊતરવાની આવતી હતી, સૌ પગપાળા ઊપડ્યા ! સૈનિકો સહુ ચૂપ હતા, એથીય ચૂપ હતાં ગાય અને સાંઢ, તેઓ જાણે પોતાના પાલકની ઇચ્છાને સમજી ગયાં હતાં ! અલબત્ત ! મથુરામાંથી ભળેલા થોડાક વીર યાદવો આમાં કોચવાતા હતા. એ કહેતા હતા કે લડવાની રીત આ ગોવાળિયા ક્યાંથી જાણે ? બલરામને પણ યુદ્ધોનો મને વચન આપો ! [ 69, ‘જરૂર અને એ છવાસી રાજાઓનું રાજ કૃષ્ણને આપીશું.’ ‘બહુ આગળની વાતો વીરપુરુષો કરતા નથી. આજનો દિવસ રળિયામણો કરો. તો આવતીકાલ જરૂર રૂડી જ ઊગશે !' બલરામે શિખામણ આપતાં કહ્યું. અમે અમારી ગાયો સાથે લઈશું.’ કેટલાક ગોપોએ કહ્યું. શું દૂધ પીવા ? લડાઈમાં તો નાનપણમાં માતાનું દૂધ ધાવ્યા હોઈએ એ જ કામ આવે.’ બલરામે જરાક ટકોર કરી. 68 D પ્રેમાવતાર
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy