SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ કોણ મળે ? સુવાવડમાં તો માના પ્રેમની જ રૂર, નાગસ્ત્રીઓ પણ સુવાવડ તો કરે, પણ એમને સુવાવડના સિદ્ધાંતોનો ખ્યાલ નહિ, સુવાવડી નાગસ્ત્રીની ભારે કફોડી હાલત થઈ જાય ! પોતાનાં બચ્ચાંને ખાવા જેવો પ્રસંગ ઊભો થાય ! સુવાવડ તો આર્યોની !' “હે શેષનાગના સુત ! મને વચન આપો !' વૈરોટટ્યા આગળ વધીને બોલી. અત્યારે તને શું વચન આપું ? આજ તો યમરાજ સાથે બાકરી બાંધવા નીકળ્યો છું. જીતીને આવીશ કે હારીને કોને ખબર ?” - “આપણો નેમ કહે છે, જ્યાં સત્ય ત્યાં જય; જ્યાં પ્રેમ ત્યાં શાંતિ ! મને વચન આપો.' વચન ! બલરામ વિચારવા લાગ્યા, ‘આ છોકરી માગી માગીને શું માગશે?” એટલે તેં આર્યોના દુશ્મનોની વૃદ્ધિ કરવાનો ધંધો સ્વીકાર્યો ?” મારો ધંધો એક જ છે : આર્ય અને નાગને એક કરવાનો.’ વૈરોચ્યા ડર વગર બોલી રહી. ‘વારુ ! પેલા તારા નાગભાઈઓ ખાવાનું લઈને ક્યારે આવશે ? કે પછી છુમંતર ?” ગોપોએ કહ્યું. હમણાં આવતા હશે, આ લોકો આર્યો જેવા નથી. એ તો જેના પર વિશ્વાસ મૂકે છે, એના હાથમાં માથું મૂકી દે છે !' એટલી વારમાં તો કેટલાય નાગ અને કેટલીય નાગણો કંઈ કંઈ લઈને આવતાં દેખાયાં. તાજા મધપૂડો તેમના હાથમાં હતા, માથે ફળ, કંદ ને મૂળના ટોપલા હતા. વૈરોચ્યાએ નાગલોકોએ તેઓએ આણેલી સમગ્ર ભોજનસામગ્રી સેનાને પીરસી દેવા કહ્યું. વાતનો તરત અમલ થયો. મધ ઘણાં ચાખ્યાં હતાં, ફળ ને કંદ પણ ઘણાં આરોગ્યાં હતાં, પણ આવી મીઠાશ એમાં ક્યારેય નહોતી મળી. યાદવો ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યા ! બલરામ એ વખતે પાછા આવ્યા. તેઓ સેનાના ભોજનની ચિંતામાં હતા, કારણ કે ગોપલોકો કદી અન્ય સૈનિકોની જેમ ભૂખ્યા રહેવાને ટેવાયેલા નહોતા. એટલે ભોજનની વ્યવસ્થા માટે જ તેઓ આગળ ગયા હતા, પણ નાગપ્રદેશમાંથી એ કંઈ મેળવી શક્યા નહોતા. આખી સેનાને જ મતી જોઈ એ આશ્ચર્યમાં પડી ગયા, ને નાગ તથા નાગણોને હોંશે હોંશે પીરસતાં જોઈ એમની આંખમાં આંસુ આવી ગયાં! ઓહ, આ સુંદર સમન્વય કેવી રીતે સધાયો ? ત્યાં તો ઘેલી પ્રેમદીવાની વૈરોટટ્યા પર એમની નજર ગઈ. એ દોડીને વૈરોચ્યા પાસે ગયા. બોલ્યા, “ધન્ય વૈરોચ્ચા ! નાગકુળ ઉપર તો તેં જાદુ કર્યું લાગે છે !' બલરામ ! તમારી વાત પણ મેં નાગરાજ પાસેથી જાણી છે.' ‘આપ શેષનાગના અવતાર છો.' વૈરોચ્ચા બોલી. બલરામ ઘડીભર ચૂપ થઈ રહ્યા ને વૈરોચ્યાના તેજસ્વી મોં સામે જોઈ રહ્યા. આખી સેનાને લાગ્યું કે આ છોકરી કોઈ જ્ઞાનીનું સંતાન છે. 72 D પ્રેમાવતાર મને વચન આપો ! 73
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy