SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ એક દહાડાની ભૂલ ને જીવનના તમામ સરવાળાની બાદબાકી ! રૂપનાં આભલાં વેરતી એની પત્નીએ રોઈ રોઈને ગગન ગજ વી મૂક્યું હતું. પુરુષ ખાતર નહીં, તો છેવટે આ સ્ત્રી ખાતર પણ પુરુષના પ્રાણ બચે એમ સહુ ઇચ્છતા હતા. વૈરોચ્યાએ આ જોયું અને એના અંતરમાં દયા ઊભરાઈ આવી. એ દોડી, બોલી : “આ જુવાનને બચાવું, પણ એક વચન આપો તો ?' ‘અલ્યા, આ વચન માગનારી કોણ છે ?' ‘વિશાખાદત્તના ઘરની વહુ છે. અરે વૈરોટ્યા ! શું વચન માગે છે તું ?” | ‘આ જુવાન બચી જાય તો તમે બધા નાગકુળના મિત્ર થઈને રહેશો.’ વૈરોચ્યા બોલી. “અરે ! અમે તો નાગકુળનું નખ્ખોદ કાઢીશું. હવે ઘેર ઘેર નાગયજ્ઞ યોજીશું. પકડી પકડીને અગ્નિમાં સ્વાહા !' માનવમેદની પોકારી ઊઠી. “ઓહ ! કેવાં વચનો !' વૈરોટ્યાથી સહન ન થતું હોય તેમ એ આંખ મીંચી ગઈ. ‘કલ્યાણ થાઓ તારું બેટી ! લે. આ મંત્ર લઈ જા. કોઈ પણ નાગે દેશ દીધો હોય તો આ મંત્ર ભણજે, તરત ઝેર ઊતરી જશે.' ‘પણ પિતાજી ! એક વાત માનું છું - દીકરીને એટલું દાન કરજોઃ નાગો અને આર્યો વચ્ચે મૈત્રીસંબંધ વિકસે એવો સતત પ્રયત્ન કરજો.’ ‘એમ જ થશે, બેટી ! પરાજિત માટે બે માર્ગ છે : કાં પ્રાણ આપી દેવો કાં પ્રીત કરી લેવી ! હીના ! બહેનને યોગ્ય સ્થાને પહોંચાડી આવ : અને આ નકામા સોના-રૂપાના ઢગલામાંથી એને જે જોઈએ તે આપ !' | ‘પિતાજી ! સોનાએ તો સ્નેહ ઓછો કર્યો છે. આર્યોમાં એને માટે ખૂબ લડાઈઓ ચાલે છે. મારે એ ન ખપે. હું તો તમારા પ્રેમરૂપી સુવર્ણને સાથે લેતી જઈશ.' નાગરાજ વૈરોટ્યા પર ખુશ ખુશ થઈ ગયા, એ બોલ્યા, ‘રે ! અમે તો અત્યાર સુધી આવા ને આવા જ રહ્યા અને ન જાણ્યું કે આર્યલોકો આટલા મીઠા હોતા હશે! એક તો તેમની વાતો હું ભૂલ્યો નથી, ત્યાં આ દીકરીનું ડહાપણ જોયું ! એ કેમ વીસરાશે ?’ નાગરાજની અનેક આંખોમાં આંસુ હતાં. હીના વૈરોટ્યાને લઈને માર્ગે પડી. વૈરોચ્ચાને ઊંચકીને ચાલવું, એ તો નાગણ માટે ફૂલની માળા લઈને ચાલવો બરોબર હતું. થોડીવારમાં બંને તળાવને કાંઠે આવી પહોંચ્યાં. કપડાં ભેગાં કરીને બગલાં ત્યાં ચોકી કરતાં ઊભાં હતાં. ‘કેમ છો રે બગલા ભાઈ ? લાગો છો સગા ભાઈ ?” વૈરોચ્યા બચકો બાંધી, માથે મૂકીને ઘર તરફ વળી, સાંજનો સૂરજ આથમવાની તૈયારી કરતો હતો. પંખી માળા તરફ પાછાં ફરતાં હતાં. ગૌધણ ઘર તરફ ધસતાં હતાં. એમની વત્સની યાદ સતાવતી હતી. વૈરોટ્યા પણ અત્યારે ખૂબ ઉતાવળમાં હતી. હજુ સાંજનું કામ તો બધું બાકી હતું. ત્યાં તો ગામમાં પેસતાં જ એણે નાકા પાસે લોકોને એકઠાં થયેલાં જોયાં. એક જુવાનજોધ પુરુષ જમીન પર પડયો હતો. એ જાણીતો કૃષિબલ ખેમરાજ હતો. કેટલાય વીઘા જમીન એની પાસે હતી. નાગનો એ કટ્ટર શત્રુ હતો, કારણ કે નાગ એને ખેતી કરવા નહોતા દેતા. કાં તો બળદને સંહારતા કાં સાથીને હણી નાખતા ! ખેમરાજે નાગનો સોથ વાળ્યો હતો, પણ એ બહાદુર નર આજ નાગના પંજામાં આબાદ સપડાઈ ગયો હતો. 48 D પ્રેમાવતાર વૈરોચ્યા D 49
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy