SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રીત કરી તેં કેવી ? વૈરોટ્યા શબ્દોથી દાઝતી હોય તેમ ચાર ડગલાં પાછી હઠી ગઈ. એ વિચારી રહી : રે ! માનવ હજીયે શું એની જૂની જંગાલિયતમાં જ જીવે છે? વેરનો જ ધર્મ પાળે છે ? સત્યાનાશ સાથે સ્નેહ રાખે છે ? વૈરોટયાનું જિગર ચિરાતું હોય એમ એ બોલી, ‘તમારા શબ્દોમાં તો કાલકૂટ વિષ જ છે. પણ એથીય કાતિલ ઝેર તમારા હૈયામાં મધપૂડો રચીને બેઠું છે. હું નાગોને કઈ રીતે, ક્યા મોંએ કહેવા જાઉં કે તમારામાં હળાહળ ઝેર ભર્યું છે અને આર્યો સારા છે.’ વૈરોટટ્યાની વાણીમાં પાર્થિવતા નહોતી. એની નજ કે જાણે અગમનિગમના પડદા વીંધીને પ્રેમશાસનની સુંદર સૃષ્ટિને નીરખતી હતી. ‘નાગોનું ઉપરાણું લે છે તું ? શું તું નાગની કોઈ સગી છે ?' લોકોએ કહ્યું. ‘હા, નાગની સગી છું, સહુની સગી છું. તમારે શું કહેવું છે ?' ‘અલ્યા, મારો પથરા આ નાગની સગીને !” એક માણસે ભારે ઝનૂનથી પોકાર ‘હું પ્રેમશાસનનો જીવ છું. મને દોરનાર નાનો નેમ કહે છે કે લોહી લેવાની વેળાએ લોહી દેવું. અર્પણ કરનારને કાજે એ લોહી એક દહાડો કંકુ બની રહે છે ! તમે અત્યારે પશુશાસનના પ્રજાજનો બન્યા છો ! મારો મને પથ્થર ! હું એને ફૂલવર્ષા માનીશ. જ બાનથી એકે કઠોર શબ્દ નહિ કાઢું. નાનો નેમ તમારું કલ્યાણ કરો !' ‘અરે ! આ જુવાનની નસેનસમાં ઝેર વ્યાપી રહ્યું છે. એવું ન થાય કે તમારી જીભાજોડી ચાલે, અને જુવાનનો પ્રાણ ચાલ્યો જાય !' ટોળામાં હંમેશાં ડાહ્યા માણસો પણ હોય છે, પણ તેઓની સંખ્યા નાની હોવાથી સાચું સમજવા છતાં તેઓ કંઈ કરી શકતા નથી. તેઓને વધુ સંખ્યા ધરાવતા વર્ગના દોરથા દોરવાવું પડે છે. એ નાની સંખ્યાના વર્ગના આગેવાને ઝનૂની ટોળાને ચેતવણી આપી. | ‘મને મારી નાખો ! નિજનું લોહી આપ્યા વગર તેમનો પ્રેમધર્મ હું પ્રસારી નહિ શકું. બાકી તમે મને મારી નાખશો, આથી આ કોડભર્યા જુવાનને જિવાડી નહિ શકો, યાદ રાખો કે આપણાં વેર કરતાં માણસનું જીવન મહત્ત્વનું છે.' વૈરાચાના શબ્દોમાં વીજળિક અસર હતી. - પેલા જુવાનની પત્ની આગળ આવી. એણે કહ્યું, ‘બહેન ! હું નાગકુળ સાથે નેહ કરવા તૈયાર છું. જીવ જેમ આપણને વહાલા, તેમ સહુને વહાલા.” ‘જીવતી રહે મારી બહેન ! જીવન કીમતી છે, આપણા આગ્રહો કીમતી નથી.’ ‘પણ અમારે મન તો અમારા આગ્રહો, અમારાં વેર એ જ અમારું સર્વસ્વ છે !' લોકો વધુ ઉશ્કેરાણા. ‘નાગકુળનું જ ડાબીટ કાઢવા વગર અમે જંપીશું નહિ. આવા જુવાનનું મૃત્યુ કેમ કરી સહન થઈ શકે ?” ‘મૃત્યુ તો એનું તમે આણવા તૈયાર થયા છો ! વૈરોટટ્યા પાસે તો એ જીવી જાય એવું અમૃત તૈયાર છે !! જુવાનની પત્નીએ કહ્યું. | ‘પણ તું નથી જોતી કે એ જીવન અમારા ગ્રહોની રાખ પર મળે છે ! ન ખપે ! નાગ તો અમારા શત્રુ છે. તેઓની સાથે હરગિજ સમાધાન નહીં કરીએ ! તેઓના સર્વનાશ માટે આવાં હજારો જીવન અમે કુરબાન કરવા તૈયાર છીએ.” ઝનૂની લોકોએ કહ્યું. | હા, હું સમજી ! આવા લોકોના મોત પર જ તમારો આગ્રહ જીવે છે ! એ કારણે તમે પાંચ લોકોમાં પુછાવ છો, મોટા ગણાઓ છો. બાકી તમને ઝેર વ્યાપ્યું હોય કે તમારા સંતાનને એરૂ આભડ્યો હોય, ત્યારે આવી વાતો કરો તો ખરા કહું !” વૈરોયાએ કહ્યું. એના શબ્દોમાં વાસ્તવિક્તાનો ભાવ હતો. | ‘હું જાણું છું આ બધાને ! આમાં કેટલાક મારા પિતરાઈઓ છે. તેઓ સમજે છે કે આ જુવાન નિઃસંતાન મરે તો બધી જાગીર તેમને મળે ! અરે, આ આગ્રહી પ્રીત કરી તેં કેવી? T 51 કર્યો. આ પોકારે માનવતાના હૃદયમાં સૂતેલા પશુને જગાડવાં. ઘડીભર પ્રેમશાસનને સ્થાને પશુશાસન સ્થાપિત થઈ ગયું. ઘણા લોકોએ હાથમાં પથરા લીધા : અણિયાળા, ત્રિશંકુ આકારના પથરા ! એક એક પથરો એની ચામડી તોડી, હાડકું ફોડી અંદરથી લોહીનો ઝરો વહાવવા સમર્થ હતો ! ને વરસ્યા હતી પણ કેવડી ? માત્ર ઢીંગલી જેવડી ! માણસ ધારે તો ઉપાડીને એનો જ દૂર ઘા કરી શકે ! લોકોએ પથરા લીધા, એટલે વૈરોટટ્યા સીધી સોટા જેવી થઈને અડીખમ ઊભી રહી, એ બોલી,
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy