SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ‘બહેન વૈરોટટ્યા ! તારી સાથે તો એક નજર મળતાં જ મને નહ જાગ્યો છે. પેટછૂટી વાત કરું છું. અમને ઝેરી ન માનતી. અમારા મોંમાં સામાન્ય રીતે તમારા જેવું જ અમી હોય છે. અમે ધારીએ તોય એ અમીને ફેરવી શકતાં નથી. પણ અમને કોઈ છંછેડે, અમારી જાતને ઈજા કરે, અમને ગાળો દે તો અમારી અંદર સુષુપ્ત કોપાનલ જાગી ઊઠે છે. એ જાગતાંની સાથે અમારી દાઢનું અમી વિષ બની જાય છે, ને અમે જેને ડંસીએ એ યમશરણ થાય છે ! મારા મનમાં હતું જ કે તું તારા ઉખરડા ખાઈ જનારીને ભાંડીશ, ગાળ દઈશ. એટલે મને ક્રોધ વ્યાપશે ને પછી હું તને ડંખ દઈશ, અને એ રીતે એક આર્ય સ્ત્રીનો અવનિ પરથી ભાર ઉતારીશ !' “બહેન ! ખરો ભાર તો મનનો છે. એ ઉતારો. બાકી પૃથ્વીમાતા તો બોજ વહેતી આવી છે ને વહેતી રહેશે. આપણે ઝેરનાં ઝાડવાં થઈ એનું કાળજું ન ચીરીએ, તોય બસ ! હવે હું અને તું અમીનાં જળ છાંટવાનું વ્રત લઈ..... મારી બહને! તું મારા પ્રીતશાસનના પ્રચારમાં સહાયભૂત થાય ! એમની શિષ્યા થા!” વૈરોચ્યા બોલી રહી. એ નાજુક કુલવધૂમાંથી અત્યારે જગદંબા બની ગઈ હતી. નાગસુંદરી વૈરોટ્યાનું શબ્દઅમી પી રહી. નાગસુંદરીને આ આર્ય સુંદરીને ભાલે ચૂમી લેવાનું દિલ થઈ આવ્યું. એ આગળ વધી, બોલી, “બહેન મારી, તું કેવી મીઠી છે ! ભર્યા જીવતરમાં મેં તો આવી મીઠાશ કદી ભાળી નથી. તારા ભાલને ચૂમવા દઈશ ?' ઓહ બહેન ! આવને ! એથી રૂડું શું ? આવું હેત વરસતું હોય તો હું હોંશે હોંશે વિષ પણ પી જાઉં.” નાગસુંદરી વૈરોચ્ચાને ચૂમી લઈ રહી. એને થયું : આહ ! શું શાંતિ ! આવી શાંતિ તો નાગમાતા, નાગપિતા કે નાગપતિના ચુંબનોમાંય એને નહોળી મળી ! નાગસુંદરીએ ગદ્ગદ બનીને કહ્યું, ‘બહેન ! પ્રીત કરી છે તો હવે એને નિભાવજે, નાગરાણી સમજીને મને તરછોડીશ મા !” પ્રેમનું તો મારું વ્રત છે. પ્રેમ તો પારસમણિ છે.” વૈરોચ્યા ભૂખનું દુઃખ ભૂલીને અત્યારે સ્વર્ગીય સુધાનો આનંદ માણી રહી હતી. ‘બહેન ! મારું એક વચન રાખીશ ?' ?' વોટ્યા એ પૂછવું. મારા પિતા પાસે ચાલ !? “ના રે બહેન ! મારે મોડું થાય.” બહેન ! મારા પિતાનો વાલ્મીક પ્રાસાદ પાસે જ છે. હું તને અબઘડી ત્યાં પહોંચાડી દઈશ.' 46 | પ્રેમાવતાર વૈરોચ્યા ના પાડી શકી નહિ; નાગસુંદરીએ પોતાના બાહુપાશમાં વૈરોટટ્યાને જકડી લીધી ને એ ઊપડી; થોડી વારમાં પાતાળપ્રવેશ કરી ગઈ. પાતાળલોક ! નાની વૈરોચ્યા વધુ નાની બની ગઈ ! માણસ પડછંદ, ભૂમિ પ્રચંડ, વાયુ પ્રબલ, જળ તો જાણે ઝેરના ફુવારા ! મણિનો તો પાર નહિ ! એના અજવાળામાં આખો પાતાળલોક ઝળાંઝળાં થઈ રહેલો ! પૃથ્વી પરના નાગકુળનું મૂળ વતન ઓ. અહીંથી તેઓ પૃથ્વી પર ગયેલા. ને ત્યાં આર્યો આવ્યા, ને બંનેએ ભારે અથડામણ અનુભવી, આર્યો કહે કે આ ભૂમિ અમારી; નાગલોકો કહે કે એ અમારી ! નાગસુંદરીએ દોડીને પિતાને બધી વાત કહી. છોકરી રાજ કુમાર નેમની અનુયાયી છે, એ પણ કહ્યું. સાત માથાવાળા નાગ-પિતાએ પુત્રીને ઠપકો આપતાં કહ્યું : ‘રે હીના ! તું પ્રીત કેવી શીખી ? સવારથી તારી બહેન ભૂખી છે, એને પહેલાં ખવરાવ, પીવરાવ ! નાગ જેવી જડ કોમ મેં જોઈ નથી. એની સાથેના વેરમાં તો મોત હોય, પણ એની સાથે પ્રીત કરનારનેય મોત મળે .” નાગસુંદરી હીના પિતાનો આ ઠપકો સાંભળી ઢીલી થઈ ગઈ. એની લીલી લીલી આંખોમાં મોતી જેવાં આંસુ તરી આવ્યાં. | ‘પિતાજી ! મારી બહેનને ઠપકો ન આપો. કેવી ભલી સખી મને મળી છે! એણે મને ભાલે ચૂમી ચોડી અને હું ધરાઈ ગઈ ! એણે વચન આપ્યું છે કે હવે ક્રોધ નહિ કરું, કોઈ આર્યન નહીં કરવું ? ભોજનમાં એનાથી વધુ મારે શું જોઈએ ? પિતાજી! હવે મને રજા આપો., ઘોર મારી વાટ જોવાતી હશે ?' પણ એટલામાં હીના તો ભોજનનો થાળ લઈને આવી પહોંચી, દૂધની ભાતભાતની વાનીઓ હતી. વૈરોટટ્યા ખાવા બેઠી. હીનાને સાથે બેસાડી. નાગપિતાએ કહ્યું, ‘દીકરી, અમે હાર્યા છીએ. હવે નગરમાં અમારો વાસ ઉચિત નથી. અમે જંગલને વસાવીશું, પણ તારી પાસે એક વાત માગું ? આપીશ?” ‘પિતાજી ! પ્રીતની જે ચીજ માગશો તે - પ્રાણ સુધ્ધાં આપીશ.” - “મારી હીના ગર્ભવતી છે. આર્યો સુવાવડની સારી રીતે જાણે છે. અજ્ઞાન નાગકુળ એ બાબતમાં જડ છે. તું હીનાની સુવાવડ કરવા આવીશ ?’ નાગપિતાએ ઓશિયાળા થતાં કહ્યું. ‘એ બોલ્યા, પિતાજી ? હીના તો મારી બહેનડી છે; એની સુવાવડે હું ન આવું એ બને ખરું ? મને વહેલાં કહેવરાવજો.’ વૈરોટટ્યાએ કહ્યું. વૈરોટા D 47
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy