SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ બકુલના ઝાડ નીચે બખોલમાં ઉખરડાની પોટલી બાંધીને મૂકી હતી. જઈને જોયું તો પોટલી સાવ ખાલી ! ઉખરડા ન મળે ! સવારની ભૂખી-તરસી બાઈથી તો બોકાસો નંખાઈ જાય, પણ આ તો નાના નેમ પાસે નીમ લેનારી ! પ્રીતશાસનની દાસી. મોટા મુનિની શાંતિ છૂટી જાય, સમાધિ છૂટી જાય, મેરુ પણ ચળી જાય એવો પ્રસંગ ! પણ વૈરો પૂરતી શાંતિથી બોલી : ‘હશે ! કોઈ મારા જેવી ભૂખીએ ખાધા હશે. ખાધાં એનાં પેટ ઠરજો . ઘણાં જોગી-જતિ દિવસો સુધી ખાતાં નથી, તો એક દહાડામાં હું કંઈ મરી જવાની નથી!” વાહ રે વૈરોચ્યા ! પ્રીત કરી તે કેવી ? વૈરોટટ્યા ખાલી પોટલીનું લૂગડું ખંખેરીને સમેટવા જાય છે ત્યાં બકુલના ઝાડ પાછળથી અવાજ આવ્યો, ‘બાઈ ! બાઈ ! મેં તારા ઉખરડા ખાધા છે.' ‘ભલે ખાધા બહેન ! ખાવાની ચીજ હતી ને તે ખાધી !' વૈરોચ્યા ઝાડની ઓથે ઊભેલી બાઈને નીરખી રહી, ને થોડી વારે બોલી, ‘બહેન, તું ગર્ભવતી લાગે સાથે મૈત્રી કેળવવી ઘટે. તળાવની નીરવ પાળે ને વગડાની એકાંતે વૈરોચ્યાનું મન ભરાઈ ગયું. ઓહ! પ્રીત કરવાની સુષ્ટિ કેટલી વિશાળ છે ! આભ જેટલી ધરતી ને ધરતી જેટલું આભ! વિરોચ્યા તળાવની પાળે જઈને બેઠી. રાજી રાજી થઈ ગઈ. બોરડીની કાંટાળી ડાળે બેસીને બોલતો કાગડો એણે સાંભળ્યો, અને એને એના ઉપર સગા ભાઈ જેવી માયા થઈ. વરોચ્યા બોલી, ‘કાગા રાણા ! કાગા રાણા ? કહોને તમારી શી છે આણા?” અને પાસેથી એક ખિસકોલી દોડતી ગઈ ! કેવા સુંદર ઠેકડા મારે છે ! થોડે દૂર જઈ બે પગમાં બોરડીનું બોર લઈને ખાવા બેઠી. ખાતી જાય ને વૈરોચ્યા સામે જોતી જાય ! વૈરાટ્યા બોલી : “શું ખાવ છો ખિસકોલી બાઈ ? કેટલાં બચ્ચાંની તમે છો માઈ !! અને વહાલથેલી નારીને તળાવનાં માછલાં પણ જાણે મહિયરનાં સગાં લાગ્યાં ! એકાકી વૈરોટ્યાને તળાવની પાળે સગાંસાગવાં મળ્યાં, જ્યાં જુઓ ત્યાં હેત વરસતી સૃષ્ટિ મળી, એ તો ભૂખતરસ વીસરી ગઈ ! ધોવા બેઠી તો બગલાં આવ્યાં. રાતી રાતી ચાંચ ડોલાવતાં આવ્યાં. ટોળેટોળાં આવ્યાં. આવીને ચાંચમાં ઘાલીને મેલાં લૂગડાં લઈ ગયાં. ધોળાં ફૂલ જેવાં કરીને આપી ગયાં. વિરોઢ્યા ગાવા લાગી : “આવો રે બગલા ભાઈ ! લાગો છો તમે સગા ભાઈ!' વૈરોટ્યા પાણીમાં પગ મૂકીને ધોતી હતી. ઘેર તો પગના મેલ ધોવા કોણ પાણી આપે ? પણ અહીં તો માછલાં આવીને પગનાં મેલ ધોઈ ગયાં. પગ જુઓ તો નરવા કંચન ! ધોળા બાસ્તા જેવા ! પગમાં ઘણા વખતથી એક કાંટો ભરાઈ રહેલો, પગ પાણીમાં ફુગાતાં માછલાં મોંથી કાંટો ખેંચી ગયાં ! વરસ્યા તો પ્રેમગીત ગાવા લાગી : | ‘આવો રે માછલાં ભાઈ ! આવો રે માછલી બાઈ ! કેવાં પ્રેમથી હું નાઈ ! ભેટું હું તમને ધાઈ ! વરોચ્યાએ કપડાં ધોયાં, પછી એ શરીરે નાહી. વાળ મૂક્યો છુટા ને ઉખરડા ખાવા દોડી ! ભૂખ હવે પેટમાં ભડકા નાખતી હતી. ઝટ જાઉં ને પટ ખાઉં. છે !? બકુલની છાયામાં એક પ્રચંડ સુંદરી ઊભી હતી. એના અલંકારો નાગ-ફણાના હતા, ને એનો કેશકલાપ પણ નાગ-ફેણનો હતો. વરો તરત ઓળખી ગઈ કે આ તો નાગસુંદરી છે ! આ નાગસુંદરીઓ ઠેર ઠેર વેશ બદલીને ફર્યા કરતી, અને આર્યકુળની કોઈ સ્ત્રી મળે કે એને ડરાવીને હેરાન કરી નાખતી ! ‘હું નાગસુંદરી છું. તને મારી બીક લાગતી નથી ?' ‘જેણે પ્રીત કરી એને બીક કેવી ? બીક હોય ત્યાં સુધી પ્રીત ન થાય. તું નાગ હો કે નાગણ હો, પણ તારા-મારામાં સરખો જીવ છે. જીવમાત્ર સાથે મૈત્રી એ મારું, વ્રત છે. પ્રીતિશાસનની દાસી છું.’ ‘બહેન ! તારી વાત મારાથી સમજાતી નથી, પણ હમણાં મારા પિતા કાલીય પાસે નેમ નામનો એક કિશોર આવ્યો હતો. કંઈક આવી કાલીઘેલી વાતો કરતો હતો : પ્રીતની, મિત્રતાની, જીવની, કરુણાની.' ‘બહેન ! એ જ નેમ મારો આદર્શ છે. એણે જ મને દુખિયારીને પ્રીતનું વ્રત આપ્યું છે. એણે કહ્યું કે જેમ જેમ હું પ્રીત કરતી જઈશ. એમ એમ તારી સાંકડી દુનિયા વિશાળ થતી જશે અને એક દહાડો વગડો પણ તને વતન જેવો લાગશે. ને પશુ-પંખી ભાઈ-બેન જેવાં લાગશે !' વૈરોટટ્યા ભૂખ ભૂલી ગઈ ને વાત કરી રહી. 4 D પ્રેમાવતાર વૈરોટવા D 45
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy