SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરોચ્યા પહાડને ઘાસના એક તરણાએ જાણે વચન આપ્યું : ‘હું તારી સાથે પ્રીતની રીત નિભાવીશ !' મીણે પોલાદને કહ્યું, ‘હું તારા રાહે યથાશક્તિ સંચરીશ !' બે બદામની વૈરોટટ્યા ! બે ટકાની મોટા ઘરની વહુ ! હડધૂત વહુ ! દાધારીંગી વહુ ! ને એ વહુએ જગતને વહાલ કરવાનું વ્રત લીધું ! પ્રેમશાસનના પ્રચારની એ હિમાયતી બની. જગતના જીવો સાથે નેહ કરવાનું નાના નેમ પાસે એણે નીમ લીધું! વૈરોટ્યા ! પ્રીત કરી તેં કેવી ? આખું ઘર એના પર હસે છે, કોઈ ચૂંટી ખણે છે, કોઈ ધક્કો દે છે, કોઈ ટાપલી મારે છે, પણ વૈરોચ્યા તો કંઈ બોલતી નથી ! મીઠું મીઠું મરકે છે ! ‘રે વાલામૂઈ ! મોટું તો ફાડ ! કંઈક તો બોલ !' આઘાતની સામે પ્રત્યાઘાત ન થાય તો મજા શી ? મારનારને મારવાનો પૂરો સ્વાદ ત્યારે મળે, જ્યારે માર ખાનાર ગાળ બોલે કે સામનો કરે ! સામના વગરનો સંગ્રામ સારહીન ભાસે ! વૈરોટટ્યા પોતાને વાલામૂઈની ગાળ દેનારને મિષ્ટ ભાવે કહે છે : “મારે વહાલાં ઘણાં છે, મને વાલામૂઈની ગાળ ન દેશો. સામી તમને પડશે. તમે બધાં મારાં સગાં ને બધાં મારાં વહાલાં ! માબાપ તો જન્મ આપીને ગયાં છે, ને ભાઈ-બહેન તો ભાગ્યાં પણ નથી ! તમે મારાં સગાં ને વહાલાં. તમારા સૌના આશરે જ જીવું કોઈ મોટું જતું નથી ! વૈરોચ્ચાનું ભાણું પીરસેલું પડ્યું છે ! નાની નણંદ આવીને કૂતરાને ખવરાવી દે છે અને પછી હસતી હસતી કહે છે : “ભાભી ! ભાભી ! આ તમારો ભાઈ આવીને જમી ગયો !' છતાં ભૂખી ડાંસ જેવી વૈરોચા હાથમાં લાકડી લેતી નથી. એને નાના નેમનું નીમ યાદ છે પ્રીત કરવાનું સહુ જીવને ! એ મોમાંથી ગોળ પણ કાઢતી નથી. એ તો ઠંડા કલેજે કહે છે : ‘કુત્તાભાઈ ! તમને તમારો જીવ વહાલો છે, મને મારો જીવ વહાલો છે ! જીવની રીતે આપણે બેય સરખાં છીએ. જીવને ભૂખનું દુઃખ ભારે હોય છે ! હું તો રાંધીને જ મું-મારે ઘર છે, અન્નના ભંડાર છે. તમારે ક્યાં ઘર છે, ક્યાં ભંડાર છે ? કોણ તમને જમાડે ? કુત્તાભાઈ ! નિરાંતે જમજો !” | ‘પછી ભાભી, તમે શું ઉખરડા જમશો ?' નાની નણંદ કટાક્ષમાં કહે છે. ‘ઉખરડો તો ઉખરડા ! વ્રત કરવું અને સુંવાળા રહેવું એ બે ના બને.” વૈરોચ્યા મોટા મનથી જવાબ વાળે છે. ‘પણ ભાભી ! આ કપડાં જરા જલદી ધોઈ આવજો, મારા ભાઈને બહારગામ જવાનું છે, મોડાં ધોશો તો પછી સુકાશે નહિ અને ઘરમાં ટેટો થશે.' નણદીએ ભાભીને કહ્યું. નણંદ તો ભૂખીતરસી વૈરોટ્યાની આકરી કસોટી કરી રહી. વ્રતિયાંની તો આખું વિશ્વ કસોટી કરે છે ! ‘ભલે બહેન, પહેલાં તળાવે જઈને કપડાં ધોઈ આવીશ.' વૈરોટટ્યા જરાય માઠું લગાડ્યા વગર ઊઠી, કપડાં લીધાં. - ‘ભાભી !નવાણ કાંઠે ઘરની નિંદા ન કરશો, કે સહુએ ખાધું કે હું હજી ભૂખી છું. ભૂખ લાગે તો આ ઉખરડા ત્યાં લઈ જજો ને જમજો !' નણદીએ દયા બતાવી. વાહ રે મારાં નણંદ ! કેટલી બધી તમારી મારા તરફ લાગણી છે ! ને હું કેવી અબૂઝ છું કે તમને સહુને સંતોષ આપી શકતી નથી !' શરીરે થાક છે, પણ મન આનંદમાં છે ! એને નાના નેમની વાત યાદ આવે છે, એનાં પ્રીતભર્યા નયન યાદ આવે છે ! એક રાજ કુમાર નાગલોકો તરફ આટલી પ્રીતિ રાખે ! પ્રીતિ પણ કેવી ? જાનનું જોખમ થતાં વાર ન લાગે! ત્યારે હું એક તુચ્છ સ્ત્રી ! પોતાનાં જરા જેટલાં કઠોર સગાંવહાલાં તરફ સ્નેહ કેવળી શકું નહિ ? નેમ તો કહે છે, માણસ શું, પશુ શું, પંખી શું, કીટ, પતંગ, ઇયળ, કીડી, વિમેલ કે કંથુઆ શું, બધામાં સમાન જીવ છે ! બધાં પર પ્રીત રાખવી ઘટે, જીવમાત્ર વૈરોત્સા D 43 સહુ વૈરોચ્ચાને વિતાડવામાં રાજી થાય છે. દુ:ખ દેવામાં મજા માણે છે. પણ મૂંગી મૂંગી વૈરોટ્યા ઘરનું રાંધે ચીંધે છે, ઘરનું બધું કામ કરે છે, એઠાં ઊટકે છે. સહુ જમીને આડે પડખે થાય છે પણ કંકુની પૂતળી જેવી નાની વૈરોચ્ચાને મદદ કરવા
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy