SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સહુના આત્મા સમાન !' ‘સહુમાં પ્રીતિનો સરખો વાસ !' ‘સહુમા વેરનો સમાન તિરસ્કાર !' ‘પ્રાણ આપીને પ્રીત જગાવીશ.” પળ પહેલાં કોડીની વૈરોચ્યા જાણે લાખની થઈ ગઈ હતી ! ‘નેમકુમાર ! મારું નામ તમારા પ્રીતિપ્રચાર સંઘમાં લખી લો.’ જનેતાના ટોળાના છેડે ઊભેલી એક સ્ત્રીએ કહ્યું. કોણ વૈરોચ્યા કે ?’ લોકોએ એ બોલનારી સામે જોયું. હા. વૈરોટ્યા ! નાગ અને આર્ય બંને વચ્ચે હું પ્રીતિનો સેતુ રચીશ. પ્રચાર કરીશ સ્નેહનો.” વૈરોટટ્યાએ કહ્યું. અરે વાલામૂઈ ! તું તો ઘેલી છે. ઘરમાં કોઈ તારી ગણતરી કરતું નથી, ને પ્રીતિપ્રચારમાં પડવા માગે છે !' ‘ભલે, મારી ગણતરી કોઈ ન કરે, પણ હું સહુની ગણતરી રાખું છું. ઘરની ગાય મને શીંગડું મારે, તોય હું એને ગાળ દેતી નથી. વડીલો ગમે તે કહે, હું કદી એમનો વાંક કાઢતી નથી. વાંક માણસનાં પોતાનાં કર્મોનો !' વાહ, વાહ વૈરોચ્ચા ! તું છે નાનકડી. પણ વાત મર્મની જાણે છે. દુનિયામાં કોઈ શત્રુ કે મિત્ર નથી. કર્મથી જ શત્રુ સરજાય છે અને કર્મથી જ મિત્ર નીપજે છે. વૈરોટટ્યા ! મને તારા પર વિશ્વાસ આવે છે !' નેમ વૈરોટટ્યાની વાત સાંભળી ખીલી નીકળ્યો. ‘ઘેલાને ગાંડા પર વિશ્વાસ આવે ! નેમ ભલે બીજી રીતે ડાહ્યો હોય, પણ પ્રીત વિશેની એની ઘેલછા ગજબની છે ' એ ક વૃદ્ધ પુરુષે કહ્યું. ‘રે, નેમ ખરેખર ઘેલો જ છે, નહિ તો જ્યારે મથુરામાં મહારાજ જરાસંધ ગોપલોકોની ઘોર ખોદે છે ત્યારે આ અહીં બેઠો આર્ય-નાગની પ્રીતિનો પ્રચાર કરે ખરો ? કામ તો ત્યાં કરવાનું છે.' | ‘મોટા માણસોના દીકરાઓ સામાન્ય રીતે તરંગી હોય છે. એમણે ભૂખતરસ, દ્વેષ, સંતાપ, ઈર્ષા, વેર થોડાં જોયાં હોય છે ? થોડાક અનુભવ થશે, એટલે ડાહ્યો થઈને બેસી જ શે.’ જનતાએ પોતાનો મત આપ્યો. નેમકુમારની નજર ત્યાં નહોતી; પ્રીતિદીપનો પ્રકાશ પામીને પોતાના માર્ગના અનુસરણ માટે યોદ્ધાની જેમ સજ્જ થઈને ઊભેલી વૈરોટી પર હતી. મુદ્રાતિશુદ્ર નારી વૈરોટટ્યા ! નગરના માર્ગની રજ કરતાંય નિમ્ન વૈરાટ્યા! ઘરમાં પૂરું ખાવા પણ ન પામતી અને વડીલોની લેશ પણ દયામાયાથી વંચિત વૈરોચ્યા આજે પ્રીતિશાસનના વજકિલ્લા જેવી લાગી ! એ નેમનાં સૂત્રો રટતી હતી : ‘નાગ અને આર્ય એ ક ' આર્ય અને આર્ય એક !' 40 D પ્રેમાવતાર આર્યો અને નાગ 0 41
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy