SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સુલતાના અમો પુત્ર છીએ. અમારાં રૂપ, કાંતિ ને આકાર એકસરખાં હોવાથી આપને અમે છએ એક ને એક હોવાની ભ્રાંતિ થઈ છે. વાસ્તવિકમાં અમે છ ભાઈઓ છીએ અને બન્નેના સમુદાયમાં અહીં ભિક્ષા માટે આવ્યા છીએ.” માતા દેવકી સત્યનો સ્વીકાર કરી રહ્યાં. પણ મનમાંથી શંકા નિર્મૂળ ન થઈ શકી. એ પછી ભગવાન નેમનાથની પરિષદમાં ગયાં. શાંતિભર્યા વાતાવરણે એમના દિલમાં સુખ ઉપજાવ્યું. અરે; આવી શાંતિ રાજ કારણી કે અર્થકારણી જીવનમાં કયે દહાડે દેખાય છે ? પૃથ્વીનો હરએક પરમાણુ અહીં પ્રેમભર્યો બનીને અંતરને સ્પર્શતો લાગે છે. અહીંની ધરતી મખમલી બિછાનાથી પણ બેશ લાગે છે, ને અહીંનાં પંખી સંગીતાલયોને પોતાની બોલીથી ફિક્કા પાડે છે. અહીંનાં પશુઓ પણ પ્રેમસૃષ્ટિનાં સંતાનો હોય તેમ ભાસે છે. 56 દેવકીના છ પુત્રો ભગવાન નેમિનાથની ઉપદેશધારા બંધ પડી એટલે માતા દેવકી નજીક સર્યા. એક વારનાં નેમનાથનાં વડીલે આજે ભગવાન નેમનાથને ભાવપૂર્વક વંદન કર્યું. સંસારમાં હંમેશાં ગુણ જ પૂજાય છે; વય કે જાતિનો કોઈ મહિમા નથી ! | ભગવાન નેમનાથે કહ્યું, ‘માતા દેવકી ! તમારા અંતરમાં ઘોળાતો પ્રશ્ન સરળ છતાં આશ્ચર્યકારક છે. જે છ સાધુઓને તમે માત્ર બે જ માન્યા એ સાચેસાચ છ છે, અને એ છયે છ તમારા પોતાના જ પુત્રો છે.” “મારા પુત્રો !' માતા દેવકી આશ્ચર્યનો આઘાત અનુભવી રહ્યાં. તેઓ સામે બેઠેલા એક એકને મળતા આવતા છયે સાધુઓના ચહેરા સામે જોઈ રહ્યાંઃ અરે, એમના ભાલ પિતા વાસુદેવનાં ને નાસિકા હુબહુ પોતાના જેવી. આ વાંકડિયા વાળ શ્રીકૃષ્ણ જેવા અને સુકોમળતા મારા આઠમાં પુત્ર ગજ કુસુમારની. અને વગર ઋતુએ વરસાદ વરસવા માંડે. એમ માતા દેવકીની છાતીમાંથી ધાવણની ધારા વછૂટી. ઓહ ! કેવાં પોચાં ને કરુણાળુ હોય છે માનાં અંતર ! દેવકીમાએ નેમનાથને પ્રશ્ન કર્યો, ‘તમારી વાત બરાબર લાગે છે. હૃદય સાથી પૂરે છે, પણ બુદ્ધિ બંડખોર છે. એ કંઈક સમજવા માગે છે. આપે જ્ઞાનથી ને ધ્યાનથી સંસારનાં અંધારાં ફેડી નાખ્યાં છે, તો આટલું અંધારું જરૂ૨ ફેડશો.’ ભગવાન નેમનાથ થોડીવાર સ્વસ્થ બેઠા, પછી મધુર વીણા જેવી ઝંકાર કરતી સ્વરગરિમા સાથે બોલ્યા, ‘સંસારમાં જેટલાં જાણીતાં છે, એટલાં જ રત્નો છે, એમ નથી; પણ અજાણ્યાં પણ ઘણાં રત્નો છે. બલ્ક અજાણ્યાં રત્નો જગતની સેવા વિશેષ કરતાં હોય છે. સંસારમાં ઘણી સતીઓ છે. રાણીઓ છે, શ્રેષ્ઠીવધૂઓ છે, 406 | પ્રેમાવતાર
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy