SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ પણ એમાં સર્વશ્રેષ્ઠ તો નાગ ગાથાપતિની પત્ની સુલસા જ છે. એ વ્રત કરનારી છે, સંસારને સમજનારી છે, અને અર્પણ કરીને ભોગવનારી છે. એક વાર એક જ્ઞાની મુનિને સુલતાએ પૂછ્યું : ‘મને કેટલા પુત્ર થશે ?” ‘તું સાત પુત્રોની માતા થઈશ; પણ મૃતવંધ્યા રહીશ.” ‘મૃતવંધ્યા ? ના, ના. સંસારના પુણ્ય કાર્યમાં ભાગ આપવા સ્ત્રીઓ સંતાન વાંછે છે. હું પણ મારા મૃતપુત્રો દ્વારા સંસારનું શ્રેય સાધવા માગું છું.' નાગ ગાથાપતિની પત્ની સુલસાએ આ જાતનો નિશ્ચય કર્યો; ને પોતાનું કાર્ય કરી શકે એવા દેવતાની એ ભક્ત બની ગઈ. એણે એ દેવતાની પ્રતિમા બનાવરાવી. એ દેવનું નામ હરિણગમેપી ! માથું હરણનું અને ધડ દેવનું. એવા વિલક્ષણ દેહઆકારવાળો દેવ તે હરિણગમેલી! આ દેવની સુલસા રોજ સેવા કરવા લાગી. વહેલી પરોઢે ઊઠે, સ્નાન આદિ કરી શુદ્ધ થાય, પછી ભોળાં ને નિર્દોષ પશુપંખીઓને ચણ નાંખે. આ બલિકર્મ કરી મશી-તિલકાદિ કૌતુક કૃત્ય કરે. આ કરવાથી દુઃસ્વપ્નોનું ને કુશંકાઓનું નિવારણ થાય. પછી ભીની સાડી પહેરી, પુષ્પાદિ એકત્ર કરી દેવની પૂજા કરી દેવને પગે પડીને કહે, “હે દેવ ! હું જગતની કોઈ જનેતાને આનંદ-સહાય બને તેમ કરજે .” આ વખતે ખબર આવ્યા કે મથુરાપતિ કંસ પોતાનાં ભાણેજિયાનો જીવ લેવાનો છે. પોતાની સગી બહેનનાં બાળકોને જન્મતાં જ મારી નાખશે એ વહેમી રાજા ! લોકોમાં કાળો બોકાસો બોલી ગયો. સંતાનની માયા તો જનતા સમજે, બીજા શું સમજે ? આ રાજકારણી લોકોએ સ્વાર્થ કાજે સંસારના સર્વ સ્નેહસંબંધોને તિલાંજલિ આપી દીધી; નહિ તો એક નહિ, બે નહિ, સાત સાત સંતાનોની આહુતિ સ્વાર્થની વેદી પર આપતાં ગમે તેવો પાષાણહૃદય માનવી પણ ધ્રૂજી ઊઠે, પણ મથુરાપતિને હૈયે ન કોઈ કંપ ન કોઈ વેદના ! એને માનવ કહેવો એ પણ દોષ છે. સંસારમાં સ્વાર્થી નર રાક્ષસ સમાન છે. આટલું મોટું ભારતવર્ષ, પણ મથુરાપતિના આ નિર્ણય સામે કોઈ એક શબ્દ પણ ન બોલ્યું ! છેવટે કંસના એ નિર્ણયને ડગાવવા ભદ્ધિલપુરની એક ભદ્ર નારી તૈયાર થઈ. એણે હરિણગમેલી દેવને આવાહન કર્યું. દેવની પ્રાર્થના કરતાં એણે કહ્યું, “હે દેવ ! તું તો માતાના ગર્ભમાંથી ગર્ભની હેરફેર કરી શકે તેવો છે ! તારાં પગલાં અકળ છે. તારું કામ અકથ્ય છે. આજ એક જનેતાની ભીડ ભાંગવા મારાં સંતાનોનો તું ઉપયોગ કર !” અને હે દેવકીમા ! તારા જન્મેલા સંતાનને હરિણગર્મષી દેવે તારી પાસેથી ઉઠાવ્યા. ગમે તેવું કામ પૂરું કરવાની શક્તિ એ દેવમાં છે. એ તમામ સ્થળે નિદ્રાની જાળ બિછાવી દે છે ને પછી નિરાંતે પોતાનું કામ કરે છે. દેવકી માતા ભગવાન નેમનાથના મુખે આ અદ્ભુત વાત સાંભળી રહ્યાં. અરે , દુનિયામાં જાણપણાનો ગર્વ મિથ્યા છે. માણસ પોતાને વિશે જ પોતે પૂરું જાણતો નથી, પછી બીજાની વાત કેવી ? ભગવાને આગળ વાત વિસ્તારતાં કહ્યું : “ એક રાત્રે તમને પુત્રનો પ્રસવ થયો. હરિણગમેથી ત્યાં હાજર હતો. એણે એ પુત્ર ઉપાડ્યો, સુલસાની ગોદમાં મૂક્યો; સુલતાનો અર્ધમૃત પુત્ર લાવીને તમારી કૂખમાં મૂક્યો. અર્ધમૃત બાળકે છેલ્લી કિકિયારી કરી પરલોક પ્રયાણ કર્યું ! ‘તરત મથુરાપતિ કંસ ધસમસતો તમારી પાસે આવ્યો, નવજાત ભાણેજના બે પગ પકડી એને નીચે જમીન પર પછાડ્યો. નાના ફૂલને ચીમળાતાં શી વાર? મથુરાપતિ હસતો હસતો બહાર નીકળી ગયો. ને એમ એક પછી એક એમ છ સંતાનોનો તમે જન્મ આપ્યો. છયેને હરિણગમેપીએ બદલી નાખ્યા. સાતમા કૃષ્ણ ને આઠમાં ગજ કુમાર !' ઓહ ! આ છયે સાધુ શું મારાં સંતાન ?” દેવકી આગળ વધ્યાં. એમના હૈયામાં વાત્સલ્યનાં પૂર વધ્યાં. સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. એ બોલવા લાગ્યાં, ‘એ માતાઓને ધન્ય છે, એ પુણ્યશીલા છે, એ પુણ્યાચરણા છે, જે પોતાનાં સંતાનોને ગોદમાં રાખે છે, છાતીમાં દૂધ પાય છે, બાળકનાં હસતાં મુખોને ચૂમે છે. પુણ્યની પૂરી પૂંજી વગર માતૃત્વનો લહાવો સાંપડતો નથી.’ માતા દેવકી ભગવાન નેમનાથને વિલોકતાં બોલ્યાં, ‘યાદવો દ્વારકામાં આવ્યા, ત્યારે સુલતાએ શા માટે શ્રીકૃષ્ણને આ વાત ન કહી ? એ ઉદારચિત્ત પુરુષ જરૂર પોતાના વડીલ ભાઈઓને યોગ્ય રાજભાગ આપત !' ‘વાત તમારી યોગ્ય છે.” ભગવાન બોલ્યા, ‘જ્યારે તેઓ મારી પાસે મૂડ થવા આવ્યા, ત્યારે મેં તેઓને આ વાત કહી હતી, પણ તેઓએ કહ્યું કે ‘અમારે વહાલામાં વેર કરાવે તેવું, નીતિધર્મને નેવે ચઢાવનારું કલેશનું મૂળ એવું રાજપદ નથી જોઈતું. અમે તો જગતને શાંતિ આપવા ઇચ્છીએ છીએ, ને શાંતિ માટે ત્યાગ ને અપરિગ્રહ જરૂરી છે. અમે અપરિગ્રહી બનીશું, દુઃખતાપમાં તપતા સંસારને સમજાવીશું કે તમે દેવકીનાં છ પુત્રો 409, 408 પ્રેમાવતાર
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy