SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ નરી કાયરતા છે !' અશ્વત્થામાએ કહ્યું, ‘રે નબળા મનના લોકો ! નજર સામે અધર્મ તાંડવ ખેલતો હોય ને તમે ધર્મની દુહાઈ દેવા નીકળ્યા છો ! તમે આરામ લો. સવારે નિરાંતે જાગજો. કોઈ સૂત-પુરાણીને પૂછીને પહેલો ડાબો કે જમણો પગ પૃથ્વી પર મૂકજો , ને પછી શત્રુને શુભ શુકને સંહારજો. હું તો આ ચાલ્યો. કાલની તો ખબર નથી, આજનું મારું કર્તવ્ય સ્પષ્ટ છે ! અઢાર દિવસની કુરુક્ષેત્રની લડાઈમાં આપણે જે સિદ્ધ ન કરી શક્યા તે એક રાતમાં હું સિદ્ધ કરીશ. સર્વનાશ ! શત્રુનો આબાલગોપાલ સમૂલોચ્છેદ ! હા, હા, હા, ! પછી તમે નૈમિષારણ્યમાંથી ઋષિઓનાં મંડળોને નોતરજો, ને નિરાંતે સુખાસને બેઠા બેઠા ધર્માધર્મનો નિર્ણય કરજો !? અશ્વત્થામાએ શિખા બાંધી, તલવાર હાથમાં લીધી, કટારી કમરે નાખી, ધનુષ્યબાણ ખભે ભેરવ્યાં, ને બોલ્યો, ‘તો તમારી રજા લઉં છું.’ રોકાઈ જા, વત્સ !' કૃપાચાર્યે ભાણેજ અશ્વત્થામાને કહ્યું. ‘રોકાઈ જાત, પણ આજ મારા રોકાવામાં દુનિયાને મોટી ખોટ પડશે. હું મારા પિતાનું વેર નહિ લઉં તો દુનિયાનો કોઈ બાપ પુત્ર નહિ વાંછે ! નખ્ખોદ માગશે ! સંસારના સારાપણા માટે જાઉં છું.” આટલો વિનાશ શું અધૂરો છે ?' કૃતવર્માએ કહ્યું. ‘ના, વેર હજી અધૂરું છે; વેર મુખ્ય વાત છે. વિનાશ ગૌણ બાબત છે.” અશ્વત્થામા ! કંઈક તો સમજ !” ‘સમજવાની ઘડી પછી છે, અત્યારે તો કર્તવ્યની ઘડી છે. એવું કરી બતાવીશ કે યુગો પછી પણ સાંભળનારનાં હૈયાં થરથરી જાય ! પ્રીત કરતાં ભય વધુ કાર્યસાધક કૌરવપક્ષનાં સુવર્ણ, રન, તંબુ અને પશુ - એ બધું પાંડવપક્ષને હાથ લાગ્યું હતું. આ રાતમાં થાકેલાં પશુ પણ ઊંઘતાં હતાં, ને શ્રમિત સેના પણ આરામ લઈ રહી હતી. ઊંઘ એ પણ અર્ધમૃત્યુ છે. ફક્ત પાંચ પાંડવો, દ્રૌપદી ને શ્રીકૃષ્ણ ધર્મક્રિયા કરવા રણક્ષેત્રથી દૂર જાગતાં બેઠાં હતાં. અશ્વત્થામાએ પોતાના પિતાના ખૂનીને જોયો, ને જેમ વરુ તરાપ મારે એમ એ કુદ્યો. એક જાડી ચાદર લઈ એના મોં પર નાખી દીધી, ને તલવારથી નહિ પણ હાથથી ગૂંગળાવીને એને મર્મસ્થળ પર પ્રહારો કરીને એનો પ્રાણ હરી લીધો. બબડ્યો, દુષ્ટ ! તું એ જ લાગનો હતો ! રાજ્યશ્રી પશુઓનો પોકાર જોરથી સાંભળી રહી. ઓહ નેમ ! તમે તો અણુમાં બ્રહ્માંડ જોયું; સસલામાં સંસાર નીરખ્યો ! ઓહ નાથ ! આ વેરનો કેવો ભયંકર વિપાક ! આમાં પ્રેમના બીજાંકુર વાવવા કેટલા દુષ્કર છે ! પણ હું જાણું છું કે એ દુષ્કરને સુકર કરનાર આપનાં ધારણા, ધ્યાન ને સમાધિ છે. જેમ મારો ભ્રમ ભાગ્યો, મને વિકારથી પરિશુદ્ધ કરી, એ જ રીતે એક દહાડો જગતના મનોવિકારોને પરિમાર્જિત કરજો ! અશ્વત્થામા વેરમાં અંધ બન્યો હતો. એ દોડતો આવ્યો ને ઘૂસ્યો પાંચ પાંડવોના તંબુમાં ! દ્રૌપદીના પાંચ પુત્રો ત્યાં સુતેલા મળ્યા. એણે વિચાર્યું, ‘તેઓ જાગે, પાણીનો પ્યાલો માગે એ પહેલાં જ એમને હણી નાખવી ઘટે ! એને ઘુવડની વાણી યાદ આવી !' અશ્વત્થામાં પોતાના ભયંકર કૃત્યના પરિણામનો વિચાર કરીને હસ્યો : દીવાનો બ્રાહ્મણ બબડ્યો : “આખી દુનિયાને ઘેર દીકરીએ દીવો ન રાખીને તમે શું તમારો વંશવેલો વધારશો ? મારી પાસે મારા પિતાગુરુનું આપેલું શસ્ત્ર મોજૂદ છે. અને એથી હું પાંડવકુળનો સમૂળગો ઉચ્છેદ કરી નાખવાનો છું.’ અને અશ્વત્થામાએ તલવાર ચલાવી. એક રૂંવાડું ફરકે ત્યાં પાંચનાં મસ્તક અલગ ! આટલી ઝડપથી તો નાળિયેરી પરથી નાળિયેર પણ ઉતારી ન શકે ! પોતાના શુરાતનથી અશ્વત્થામા મલકાયો; પોતાની જાતને અભિનંદવા લાગ્યો. મહાભારતના યુદ્ધનું વેર આજે સંપૂર્ણ થશે. રે પાંડવો ! આજ મેં એવું યુદ્ધ કર્યું છે કે હવે તમને યુદ્ધનો વિજય ફિક્કો લાગશે, ને સિંહાસન શુળીની જેમ ભોંકાશે. જો એક દહાડો વનવાસ ને લઈ લો તો મને બ્રાહ્મણને યાદ કરજો! અશ્વત્થામાં ત્યાંથી આગળ વધ્યો. એ ભીષ્મ પિતામહનું કમોત કરનાર શિખંડીને શોધી રહ્યો હતો. આજે એ સારા શુકને નીકળ્યો હતો; એને શિખંડી પણ મળી ગયો. જાણે વેરના હુતાશનને પૂરતી ભેટ સામે પગલે મળી ગઈ. એણે વેરની ચિનગારી [ 377, ને અશ્વત્થામાએ કદમ બઢાવ્યા ! રાજ્યશ્રી પોતાનું સ્વપ્નદર્શન વર્ણવતાં પળવાર થોભી અને બોલી, ‘સ્વામીનાથ! અભુત હતી મારી મૂર્છા ! બેઠી બેઠી હું જાણે બધું જોઈ રહી !” વળી પાછી એણે મહાભારતદર્શનની વાત આગળ ચલાવી : ‘અંધારી રાત સમસમ કરતી વહી જાય છે.' પાંચાલોની અને પાંડવોની છાવણીઓમાં સોપો પડ્યો છે. પાંડવોનો સેનાપતિ ને દ્રૌપદીનો બંધુ ધૃષ્ટદ્યુમ્ન આજ વિજયી બનીને નિરાંતે સુતો છે. કુરુક્ષેત્રની વિજયકલગી એને માથે મૂકવામાં આવી છે. પાંડવોના દ્રૌપદી રાણીથી થયેલા પાંચ પુત્રો પણ નિરાંતે ઘોરે છે. હવે ચિંતા કઈ વાતની છે ? 376 | પ્રેમાવતાર
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy