SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શિખંડીના શત શત ટુકડા કરી નાખ્યા ! - હવે ચોકીદારો જાગી ગયા હતા. પણ અંધારું ગાઢ હતું. અંધારામાં મિત્ર કે શત્રુ કોઈ ઓળખાતા નહોતા; પણ કંઈક થયું હતું. એમ સમજી સહુ એકબીજા પર તૂટી પડ્યા હતા. ઓહ ! એ રાતે જાણે બીજું મહાભારત રચાયું ! પ્રથમના કરતાં ઘોર ! ઘોરતિઘોર ! એ રાત જેવી કાળરાત્રિ સંસારમાં ફરી ન ઊગી ! પાંચ પાંડવો, રાણી દ્રૌપદી અને શ્રીકૃષ્ણ દોડધામ સાંભળી દોડતાં આવ્યાં, જોયું તો મહાભીષણ દૃશ્ય ! મહાન સેનાપતિ ધૃષ્ટદ્યુમ્નની લાશ ન ઓળખાય એ રીતે ધૂળમાં રગદોળાઈ ગઈ હતી ! આગળ વધતાં, પાંચ પુત્રોનાં શબ રડવડતાં જોવા મળ્યાં! કોઈના હાથ જુદા, કોઈના પગ જુદા, કોઈનાં મસ્તક જુદાં ! શિખંડીનો દેહ પણ ખંડ ખંડ વહેંચાયેલો પડ્યો હતો ! રાણી દ્રૌપદીએ પોતાના રુદનથી રાતને વધુ ભયંકર બનાવી દીધી. પારકે ઘેર શોક હોય, ત્યાં સુધી માનવીને અંતરની વેદનાનો ભાર સમજાતો નથી. ઘેટાના શિશુના માંસની વિવિધ વાનીઓ જમનારને ક્યાંથી ખ્યાલ આવે કે કોઈ અઘોરી કે કોઈ દુકાળિયો એના બાળકને ખાતો હોય ત્યારે કેવી વેદના થાય ! પિંડે સો બ્રહ્માંડ - એ વાતને માણસ જાત કેટલી જલદી ભૂલી જાય છે! દ્રોપદી પોતાના પાંચ પુત્રો માટે રડવા લાગ્યાં, પણ અઢાર લાખ (અઢાર અક્ષૌહિણીની સામાન્ય ગણતરી) હણાયેલા યોદ્ધાઓની માતાના વલોપાત કેવા હશે, એનો ખ્યાલ એમને આજ સુધી નહોતો આવ્યો ! સ્વામીનાથે ! માણસ પોતાની જાતનું લક્ષ રાખે, પોતાના સ્વાર્થ તરફ લક્ષ આપે એટલે સમરાંગણનો પ્રારંભ થયો લેખાય, ભલે પછી એની પાસે તીર કે તલવાર હોય કે ન હોય ! દ્રૌપદી આખી રાત રડતી રહી. આખી રાત અંધારામાં તીર-તલવાર ચાલતાં રહ્યાં !ન જાણે કોણ મરાયું ? ન જાણે કોણ હણાયું ? સૂર્યોદય થયો ત્યારે આ દૃશ્ય જોવાને જીવિત ન રહ્યા હોત તો સારું એમ જીવનારાને લાગ્યું! કાલે કૌરવો હાર્યા હતા, આજે જીતેલા પાંડવો હાર્યા ! કોણ કયા મુખે વિજયનો આનંદ માણે ! દ્રૌપદીનું રુદન હૈયાફાટ હતું. સૂરજ ઊગતો ક્ષિતિજ પર થંભી ગયો. પંખીએ ચણ ન લીધાં. ગાયે ઘાસ મૂકી દીધાં. વાછરું ધાવતાં થંભી ગયાં ! દ્રૌપદી કહે, ‘હત્યારાને હાજર કરો. મારે એનું લોહી પીવું છે. મારે એનું 378 1 પ્રેમાવતાર મસ્તક કાપીને એનો દડો કરીને રમવું છે !' પાંડવો છૂટ્યા. હાથી છૂટયા, સાંઢણીઓ છૂટી. દુશમનને શોધવા ઝાડે ઝાડે અને પાનેરાન ખુંદી નાખ્યાં. ઘોર કર્મનો કરનારો અશ્વત્થામા ઊભી પૂંછડીએ ભાગ્યો હતો. એ મરવાની રાહમાં શ્વાસ લેતા દુર્યોધન પાસે પહોંચી ગયો હતો. સમાચાર આપ્યા હતા કે ‘શત્રુઓને યમલોક પહોંચાડ્યા છે. રાજન ! હવે સુખે પ્રાણત્યાગ કરો. પાંડવો, શ્રીકૃષ્ણ અને સાત્યકિ ત્યાં ને ત્યારે ન મળ્યા, નહિ તો તેઓ પણ અત્યારે પરલોકમાં હોત !' મરતાના મોંમાં ગંગાજળ મૂકે ને જેમ આંખ ખોલે એમ દુર્યોધને આંખ ખોલી. આ સમાચારથી એ ખુશ થયો ને બોલ્યો, ‘વીર અશ્વત્થામા ! આજ તે અભુત કામ કર્યું. મારા આત્માને સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થઈ છે. જે કામ ગુરુ દ્રોણ, પિતામહ ભીખ, મહારથી કર્ણ ન કરી શક્યા. તે તેં કર્યું. ફરી ધન્યવાદ! મને હવે પરાજયનું લેશ પણ દુ:ખ નથી. મિત્ર ! હું સુખે સ્વર્ગે સિધાવું છું. હવે તો આપણે સ્વર્ગમાં મળીશું !' આમ કહીને દુર્યોધને પ્રાણનો ત્યાગ કર્યો. અશ્વત્થામાં આગળ નીકળી ગયો. એને હજુ એક વાતનો ગર્વ હતો, તેની પાસે બ્રહ્માસ્ત્ર હતું. આ અસ્ત્ર સહુ કોઈને ખેદાનમેદાન કરી શકે તેમ હતું ! હાર્યો જુગારી બમણો દા મૂકવા તૈયાર હતો. આ તરફ ઠીક ઠીક વિલંબ થયો, પણ કોઈ અશ્વત્થામાને પકડીને લાગ્યું નહિ. દ્રૌપદીએ ભીમસેનને સજ્જ કર્યો, એ સાહસકર્મમાં શૂરવીર ભીમસેન નીકળી પડ્યો; પણ અશ્વત્થામાં સામે બાટકવું સહેલું નહોતું ! યુદ્ધરૂપી દીપકની જ્યોતમાં કોણ ક્યારે ઝડપાઈ જાય, તેનો પ્રશ્ન ઊભો થઈ ગયો હતો. યુધિષ્ઠિર ને અર્જુન તેની મદદ ધાયા. એશ્વત્થામાં ગંગાના કિનારે આવેલા આશ્રમમાં પ્રવેશ કરી ગયો. અહીં મહામુનિ વ્યાસજી, નારદજી વગેરે બેઠા હતા, ત્યાં તેમની પાસે આવીને બેસી ગયો. થોડી વારમાં ગદાથી ધરણી ધ્રુજાવતો ભીમસેનનો રથ આવ્યો. પાછળ અર્જુન અને યુધિષ્ઠિરને લઈને શ્રીકૃષ્ણ રથમાં આવ્યા ! અશ્વત્થામાએ આ બધાની આંખોમાં પોતાનું મોત નાચતું જોયું ! અશ્વત્થામાએ પાસે પડેલો એક સાંઠો લીધો ને મંત્ર ભણી બ્રહ્માસ્ત્ર છોડ્યું. આજ્ઞા કરી કે પાંડવનો ખાતમો થવો જોઈએ ! થોડી વારમાં ભયંકર અગ્નિ સળગ્યો. એની જ્વાલાઓ આકાશે અડી. અર્જુન પણ એ જ ગુરુનો ચેલો હતો. એની પાસે પણ આ અસ્ત્ર હતું. એણે વરની ચિનગારી 379
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy