SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ 51 વેરની ચિનગારી ઘુવડનો એ રાજા અત્યારે વિજયના કેફમાં ડોલતો ભર્યે પેટે કવિતા કરી રહ્યો હતો. ઘુવડ અને કાગની આ જીવન-મરણની રમત ચાલતી હતી ત્યારે ત્રણ જણા એ વડલા હેઠ સૂતા હતા. એમાનાં બે જણા તો સોડ તાણીને નિરાંતે ઘોરતા હતા, અને એક માણસ જાગતો હતો. સંસારમાં શોખ અને રસ વિધવિધ પ્રકારના હોય છે. એને આ કાગમંડળ અને ઘુવડસેનામાં રસ હતો. એ વિચારતો હતો કે પાંડવોની ઘુવડસેનાએ કૌરવોની કાગસેનાને કેવી દગાભરી રીતે ચૂંથી નાખી હતી ! અને સૂતેલો પુરુષ બેઠો થઈ ગયો. એ મહાન ગુરુ દ્રોણનો પુત્ર અશ્વત્થામાં હતો. એને પોતાના પિતા યાદ આવ્યા. યુધિષ્ઠિર જેવા સત્યવાદીએ થોડીક પૃથ્વીના રાજ માટે સત્યરૂપી સ્વર્ગને અભડાવ્યું ને દ્રોણને કહ્યું, ‘અશ્વત્થામા મરાયો'. ત્યારે પુત્રવત્સલ પિતા શસ્ત્રત્યાગ કરી બેસી ગયા. રે પાપી ધૃષ્ટદ્યુમ્ન! એ વેળા તલવાર લઈને તું કુદી આવ્યો. ઝાડ પરથી ફળ ઉતારી લે એમ તેં પિતાજીનું માથું ઉતારી લીધું ! કેવો વિશ્વાસઘાત ! ઊભો રહે ! એનાં ફળ હવે તને તરત ચખાડું ! મને આ ઘુવડોએ માર્ગ બતાવ્યો છે ! ઘુવડ કહે છે કે સમય જ બળવાન છે, એમાં રાત્રિ એ તો મૃત્યુનું આછું રૂપ છે. અને પશુતાને પ્રફુલ્લાવવા માટે રાત્રી જેવો ઉત્તમ સમય બીજો ક્યાં છે? રાત્રીએ માણસ ગાફેલ હોય છે, નિરાંતે ઊંઘ લેતો હોય છે, અને ઊંઘ એ તો મૃત્યુનું બીજું નામ છે ! અશ્વત્થામાએ વીતેલા દિવસો સંભાર્યા, લોહી, આંસુ, વિશ્વાસઘાત ને ખૂનખરાબીથી ખરડાયેલા એ કેવા ગોઝારા દિવસો હતા ! ભીષ્મ પીતામહ જેવા પિતામહને આ તેમના પુત્રોએ શિખંડીને વચ્ચે ખડો કરીને સંહાર્યા ! કયા શ્રેય માટે પિતામહની હત્યા આકાશના ચંદરવા પર મનોહર રંગોની ફૂલગૂંથણી રચાઈ હતી. પાછળ ઇંદ્રધનુષ ખેંચાયેલું હતું. શિખર પર પદ્માસને બેઠેલા નેમકુમાર કોઈ મનોહર દેવપ્રતિમા જેવા શોભી રહ્યા હતા. ફુલગજરા જેવી સોહામણી રાજ્ય શ્રી આગળ બેઠી હતી. એને તો મૂર્ણાવસ્થામાં જાણે આખા જગતના રાગ-દ્વેષનું ભાન થઈ ગયું હતું. સંસારના સ્વાર્થપરક સંબંધો અને એ સાધવા પોતાના સ્વાર્થ માટે ગમે તે હીન સાધનોનો ઉપયોગ, વિકાર અને વિષયોની શરણાગતિ એ બધું જાણે સાક્ષાત્ થયું હતું ! એણે જોયેલું ને જાણેલું ફરી કહેવું આરંભ્ય. એ બોલી, ‘સ્વામી ! ભયંકર કાળરાત ! પાપીના હૃદય જેવી કાળી મેંશ રાત ! ડાકણો અને ભૂતોને રમવાનું મન થાય એવી રાત !' સામી જ ડાળે બેઠેલું ઘુવડ મનમીઠો અવાજ કાઢી રહ્યું હતું, એણે તાજો જ આહાર કર્યો હતો, અને એના ઓડકાર હજી ગળામાં હતા ! પણ રે વિધાતા! થોડી વાર પહેલાં તો એ પોતે જ કોઈનો શિકાર બની રહ્યું હતું. શેતાન કાગસેના સંધ્યાકાળે એને હણી નાખવા તૂટી પડી હતી ! એનાં બચ્ચાં તો નષ્ટભ્રષ્ટ થયાં હતાં, પોતાનેય મરવાની વેળા નજીક હતી. એમાં રાત્રિનો અંધારપછેડો પૃથ્વી પર પડવો ને પોતે બચી ગયો ! હવે તો પોતે રાતનો રાજા હતો ! એણે ઘુવડસેનાને નોતરી; છાનામાના કાગના માળાઓ પર હલ્લો કરવા સૂચન કર્યું. જરા પણ અવાજ કરવાનો નહિ. અવાજ થશે તો કાગડીઓ કલરવ કરી બેસશે અને કામ બગડી જશે. ઘુવડસેનાએ ચૂપચાપ કાગના માળામાંથી મળ્યાં તેટલાં બચ્ચાંને ભરખી લીધાં! ફરી ફરીને આવી તક ક્યાં મળવાની હતી ? નિરાંતે પોતાનું વેર વાળ્યું. કરી ? મહારથી કર્ણ જે પણ કેવી રીતે માર્યો ? એની લાચારીનો લાભ લીધો. કાદવમાં ખૂંચેલું પૈડું બહાર કાઢવા જેટલો સમય પણ એને ન આપ્યો ! મહારથી દુર્યોધન કંઈ ભીમથી ગાંજ્યો જાય તેવો નહોતો. દુર્યોધન નીતિનિયમમાં ન માનતો, પણ એ ઘડીએ એણે નીતિનિયમના પાલનનો આગ્રહ રાખ્યો, અને પાડા જેવા ભીમે યુદ્ધના નિયમનો છડેચોક ભંગ કરી, દુર્યોધનની જાંઘ પર ગદાનો એવો પ્રહાર કર્યો કે ખેલ ખલાસ ! અશ્વત્થામા ઊભો થયો. એણે પોતાના બંને સાથીદારોને જગાડ્યા. પોતે મનમાં ગોઠવેલી વેર લેવાની યોજના કહી સંભળાવીને એ ભયંકર હસ્યો. એ બ્રાહ્મણનો ચહેરો ભયંકર લાગ્યો. બંનેએ કહ્યું, ‘રાત્રીએ સૂતો સંગ્રામ ખેલવો એ તો વરની ચિનગારી 375
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy