SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ બનીને બેઠેલો જોવા મળ્યો ! સામે સાગર ગર્જતો હતો; એનાં મોજાં એના પગ પાસે નર્તતાં હતાં. ‘રે નેમ ! ચાલ દ્વારકામાં. સત્યા સાથે શ્રીકૃષ્ણનાં લગ્ન થાય છે.” કોણ સત્યા ?' ‘સત્રાજિત યાદવની પુત્રી ! ‘શ્રીકૃષ્ણને માથે મણિની ચોરીનો આરોપ મૂકનાર યાદવની પુત્રી કે ?” ‘હા, નેમ ! રત્ન તો ઉકરડે હોય તોપણ ગ્રહણ કરવું જોઈએ. તેમાંય જો કન્યા રન જેવી હોય તો તો એને ગ્રહણ કરતાં કાળ કે ક્ષેત્રનો કશો જ વિચાર કરવાનો ન હોય ! વળી, જેમ સત્રાજિત જુઘે માનવી છે, એમ એની દીકરી સત્યા પણ જુદી ભાતની કન્યા છે. કોલસાની ખાણનો એ હીરો છે.” | ‘મને તો આ કન્યારત્ન અને આ મણિરત્નમાં કશો જ રસ નથી. સંસારની યુદ્ધશિલાઓ બે : કંચન અને કામિની; એ બેમાંથી એકેયમાં મને રસ નથી,’ નેમે કહ્યું ને વળી એ વિચારમગ્ન બની ગયો. ‘રે નેમ ! તારે કાજે પણ સત્રાજિત એક મણિ ભેટ મોકલ્યો છે.” ‘સત્રાજિત તો કાંચનપ્રેમી છે. કાંચનપ્રેમમાં એ શું ન કરે તે કંઈ ન કહેવાય. આવા લોભી ને મતલબી યાદવોથી શું દ્વારકા ઊજ બળી બનવાની છે? શ્રીકૃષ્ણ આવાને સધિયારો આપી સાપને દૂધ પાવા જેવું કર્યું છે.” એમ બોલ્યો. નેમ ! મૂક બધી માથાકૂટ ! લે આ મણિ ! સત્રાજિતનો આગ્રહ છે કે તું કહે તો મણિ જ ડીને મુગટ બનાવી દે, તું કહે તો એની મણિજડિત મુદ્રિકા બનાવી દે તારા પર એનો ઘણો ભાવ છે.’ ‘સત્રાજિતને જેવો ભાવ મણિ પર હતો, જેવો ભાવ સત્યા પર હતો. તેવો ભાવ મારા પર છે ખરો ? આવા સ્વાર્થી લોકોના મતલબી ભાવના તે શા ભરોસા!” ‘ભાઈ ! તારી સાથે દલીલો કરવી નકામી છે. લે, આ મણિ. તું જાણે અને તારું કામ જાણે !' આવનારે મણિ તેમના હાથમાં મૂક્યો. ‘ભાવમણિ સિવાયનો આ દ્રવ્યમણિ ? નેમે એને હાથમાં લઈ પાંચીકાની જેમ રમાડવા માંડ્યો. આવનાર યાદવને લાગ્યું કે નેમને મણિ ગમી ગયો છે. એણે કહ્યું, ‘મણિમાંથી પ્રગટતી આછી નીલી રોશની જોઈ, નેમ ?” | ‘દિલની રોશનીને દાબી દે એવી એ રોશની છે, કાં ?” આવું અવળું કાં કહે, નેમ ?' 216 | પ્રેમાવતાર ‘નહિ તો શું કહું ? આવા એક મણિએ જ સત્રાજિતની દિલની દુનિયા અંધારી કરી મૂકી નહોતી ? રે, જેના અગણિત ઉપકારો યાદવો પર છે, યાદવો પોતાના ચામડાના જોડા કરીને પહેરાવે તોય જે ઉપકારો ફીટે તેમ નથી, એ ઉપકારી શ્રીકૃષ્ણને યાદવોમાંના જ એકે આવા એક તુચ્છ મણિને ખાતર ચોર ન ઠરાવ્યા ? ધિક છે એ મણિને અને ધિક છે એ મણિના ધરાવનારને !' | ‘નેમ ! કાલે આ મણિને તું જ ધારણ કરીશ, પછી આ ધિક્કાર કોને માટે ઉચ્ચારીશ ?” | ‘ભાઈ ! મેં જ પ્રસેનને મણિ લઈને નાસી જતો પ્રથમ નીરખ્યો હતો. જાણે મણિએ એને આખો ને આખો બદલી નાખ્યો હતો. શું ધનની કરામત ! પ્રસેનની પાસે મણિ હતો. એ મણિના લીધે એ પ્રકાશથી ડરતો હતો અને અંધકારને એ શોધતો હતો. મણિના લીધે એ માણસમાત્રથી ડરતો હતો અને જડ પથ્થરોની ઓથને વધુ પ્યાર કરતો હતો. માણસને બદલી નાખનાર મણિ ગમે તેવો કીમતી હોય તોય શું કરવાનો ?” ‘એ મણિએ તો શ્રીકૃષ્ણને સત્યા અપાવી. સંસારમાં સત્યા જેવી સ્ત્રી દુર્લભ છે. અંધારામાં અજવાળાં કરે તેવી છે, અણમોલ રત્ન છે.’ | ‘રાજકારણી પુરુષો પોતાના સ્વાર્થી અને પ્રપંચી યજ્ઞમાં પુત્ર, પુત્રી કે દારાનો બલિ ચઢાવે છે. મને આ સંબંધો, ખટપટો નથી રચતાં. સાપ દરમાં પેસતાં જેમ સરલ ને સીધો થઈ જાય છે, સત્રાજિતનું પણ હું એમ જ માનું છું.” ‘એટલે જ નેમ ! બધા તારા પર પ્યાર રાખે છે.’ | ‘સમજું છું. તમારો એ પ્યાર સ્વાર્થી છે. તમે માનો છો કે તમારી રમત હું સમજી નહિ શકું, એટલે જરૂર પડતાં તમે મને રાજરમતમાં આડો ધરી ઊંટ બનાવી શકો.’ ‘સાચું સમજ્યો તું નેમ ! રાજ કરી શકો એવા તમે બે છો : શ્રીકૃષ્ણ અને નેમ! બલરામ તો જમીન ખેડી જાણે ! એ બિચારો જીવ રાજનાં સોગઠાં શું ગોઠવી જાણે? એક ખાનગી વાત તને કહેવામાં હવે વાંધો નથી - તું જાણતો હોય કે ન પણ જાણતો હોય - કેટલાક યાદવો શ્રીકૃષ્ણથી નારાજ છે.' આવનાર યાદવોમાંથી એકે રહસ્ય કહેતો હોય તેમ પાસે જઈને ધીમા સ્વરે કહ્યું. | ‘ધન્ય છે તમારી મુસદીવટને. ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ, આત્મા ને અંતર વેચનાર વેપારી છો. જેની છરી તેનું જ ગળું, એનું નામ જ મુસદીવટ ! તમે મને અને શ્રીકૃષ્ણને સામસામા મૂકી દેવા માગો છો.’ નેમે યાદવોની ચાલબાજી પકડી પાડી.. જેની છરી એનું ગળું B 217
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy