SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ 28 જેની છરી એનું ગળું દ્વારકામાં નવો ચમત્કાર સરજાયો. ગુનેગારને ઘેર ન્યાયાધીશ ગયા. ભગવાન શ્રીકૃષ્ણ સામે ચાલીને યાદવ સત્રાજિતને ઘેર ગયા. કલેશ-કંકાસમાંથી વાત બધી મંગળમાળ બની ગઈ. ઉઘાડી તલવારને મ્યાન કરાવે એવી સત્યાએ શ્રીકૃષ્ણને સ્પષ્ટ કહ્યું, ‘ખરેખરું કહેજો, યાદવનાથ ! માર છામણિ તમે ચોરી ગયા છો કે નહિ ?' શ્રીકૃષ્ણ એટલું જ કહ્યું, ‘જે મણિનો મને ચોર ઠરાવ્યો, એ મણિ અને ચોરી આ રહ્યા સામસામાં.’ ‘એવી તમારી શાહુકારી મને ખપતી નથી. તમે તો સોયનું દાન કરો અને એરણની ચોરી કરો એવા છો !' સત્યા ભારે આખાબોલી હતી. ‘સત્રાજિત યાદવની ફરિયાદ મંતક મણિ માટે હતી. એના ચોરને મેં પકડી પોડ્યો છે, માલિક પોતે જ ચોર નીકળ્યો છે !' ‘જાણું છું તમારી હોશિયારી. તમારી હોશિયારી મારાથી ક્યાં અજાણી છે? કાલયવન જેવા કાલયવનને કાળના મોંમાં કોળિયો બનાવનાર તમે જ છો ને? પોતે દૂરના દૂર રહો, ને બીજાને ખો આપી ખડા કરો, એવી રમત તમારા સિવાય કોને આવડે ? તમારી માયા અપરંપાર છે.” સત્યાએ પોતાનાં જુલફાં રમાડતાં કહ્યું. તેનાં નેત્રોનાં તેજમાં ભલભલા ડૂલ થઈ જાય તેમ હતું. મારા પિતાજીનું જે ધન ચોરવાની તમે કુશળતા દાખવી છે, એની પાસે આ જડ મણિ તો સાવ તુચ્છ છે.' શ્રીકૃણ હસી પડ્યા. એ બોલ્યા, ‘કોઈનું ધન કોઈના પૂછવા વગર હું ક્યારેય લેતો નથી.’ ‘વિધિ સાચવવામાં તો તમારા જેવું કોઈ કુશળ નથી.’ સત્યાએ કહ્યું ને એકદમ લજ્જા ધરીને અંદરના ખંડમાં ચાલી ગઈ. યાદવ સત્રાજિત પોતાનાં સ્નેહીસંબંધીઓને લઈને પુરોહિત સાથે ત્યાં ઉપસ્થિત થયો હતો. એણે વિનમ્રભાવે કહ્યું, ‘શ્રીકૃષ્ણ ! મારી પાસે બે મણિ છે. દુનિયામાં કંચન-કામિનીનો ઝઘડો છે. બંને આપને અર્પણ કરું છું. કૃપા કરીને એનો સ્વીકાર કરો અને મને ક્લેશમુક્ત કરો.” પછી સત્રાજિત પુરોહિતને બોલાવીને કહ્યું, ‘પુરોહિતજી, આપણી સત્યા અને શ્રીકૃષ્ણના વિવાહસંબંધ રચો !' એ પ્રકારના સંબંધની પુરોહિતના મુખે તે જ વખતે જાહેરાત કરવામાં આવી. લગ્નમંગલ રચાયું. યાદવ સત્રાજિતે દીકરીને દાયજામાં સમંતક મણિ આપ્યો; અને શ્રીકૃષ્ણને પોતાના જ માઈ બનાવીને પોતાના માથેથી જમનો ભય ટાળ્યો. એણે એક બીજો મણિ બલરામને ભેટ આપ્યો. એમનો કોપ હજી શમ્યો નહોતો. એમણે સત્રાજિતનો મણિ લઈને બળદને કોટે બાંધી દીધો, અને કહ્યું, “માથું કાપીને પાઘડી બંધાવવાની તારી રીત જાણી ! શ્રીકૃષ્ણની વાત જુદી છે. બાકી મારા જેવાને તો તું એક શું, સો કન્યા એક સાથે આપે તોય માફ ન કરું.' ‘અમારું આ અપમાન ?’ સત્રાજિતના પક્ષના યાદવોએ કહ્યું . ‘હજી તો તમારા મણિનું જ આ અપમાન છે. તમારું નસીબ સારું સમજો, નહિ તો તમને જ બળદની ડોકે બાંધીને રસ્તા વચ્ચે ઘસડત; પણ શું કરું ? હવે વેવાઈ બનીને વેર ખેડવું સારું નહિ.' બલરામે કહ્યું. સહુને ન બોલવામાં નવ ગુણ લાગ્યા. યાદવ સત્રાજિત એક મણિ નેમકુમારને આપવાનો નિરધાર પ્રગટ કર્યો. નવવિવાહિતા સત્યાનો આગ્રહ હતો કે અલગારી નેમને શોધીને એ આપવો, એ કહે તો મણિ જડીને મુગટ, બાજુબંધ, મુદ્રિકા કે બીજો કોઈ અલંકાર પણ બનાવી આપવો ! પણ અલગારી નેમની શોધ કરવી જ મુશ્કેલ હતી. આખા નગરમાં એની શોધ કરી, પણ એ ક્યાંય ન જડ્યો. રાજા સમુદ્રવિજયને લોકો પૂછવા ગયા તો રાજા સમુદ્રવિજયે કહ્યું, ‘નેમ, અને એની નગરીમાં શોધ, એ તો વિચિત્ર વાત કહેવાય ! નેમ તો વગડાનો વાસી. કોઈ પર્વતની ગુફામાં, કોઈ ગિરિશિખર પર, કોઈ સાગરતટે કે સરિતાકાંઠે એને શોધો. મળે તો ત્યાં મળે, નહિ તો ખોવાયેલો સમજવો.' ‘અમારે એને એક મણિ ભેટ ધરવો છે !' સત્રાજિતે મોકલેલા યાદવોએ કહ્યું. ‘આપી જુઓ. બાકી એ તો સુવર્ણ અને માટીમાં સમાનતા જોનારો છે.” પિતાએ કહ્યું. એના કથનમાં વખાણ પણ હતાં, ટીકા પણ હતી. નેમની શોધ ચાલી. અને શોધતાં એ સાગરને કાંઠે, એક શિલા પર ધ્યાનનિમગ્ન જેની છરી એનું ગળું n 215
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy