SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ‘રાજકારણમાં હમેશાં લાયકની લાયકાત સ્વીકારવી જોઈએ. નેમ ! તારા જેવા યોગીત્વપ્રેમી રાજા થાય તો શાસ્ત્રવચન સિદ્ધ થાય : યોગી તે રાજા, રાજા તે યોગી.’ ‘માફ કરો મને ! જાણી લો કે મને રાજમાં રસ નથી. રાજનાં કાજમાં રસ નથી. મને કાંચનમાં રસ નથી. મને કામિનીમાં રસ નથી !' *ત્યારે તને રસ શેમાં છે ? ગિરનારના પથ્થરોમાં ? ‘હા, માણસ કરતાં એ પથરા સાચા છે. મને સાચો રસ છે આત્મામાં,’ નેમે ટૂંકો જવાબ આપ્યો. એને આવી ખટપટી અને ખોટી વાતો આગળ ચલાવવામાં જરાય રસ નહોતો. ‘આત્મા ખવાય છે ? આત્મા પિવાય છે ? એવી વાર્તા તો સવારે વહેલા ઊઠીને કે મધરાતે જાગીને વિચારવી ઘટે. બાકી દ્વારકા તો સંઘરાજ્ય છે. બહુમતી જે યાદવને ચૂંટે એ યાદવોનો નેતા.’ નેમ આ સાંભળી અકળાઈ ગયો. એણે ચીસ જેવા અવાજે કહ્યું, ‘ઓ રે! તમે આટલું બધું આત્માનું ઝેર ક્યાંથી લઈને આવ્યા છો ? શું તમે મને મારી નાખવાના ઇરાદે અહીં આવ્યા છો ? શ્રીકૃષ્ણ મારો ભાઈ છે. એના પ્રકાશે તમે તપો છો.' નેમના શબ્દોમાં વીજળી ભરી હતી. ‘અમારી વાતો ન ગમતી હોય તો અમને પાછી આપ. શાસ્ત્રમાં કુપાત્રે જ્ઞાન આપવાની ના ભણી છે.' યાદવ દૂતે કહ્યું. ‘ખરેખર ! હું રાજખટપટ માટે કુપાત્ર છું. તમે નવું ઠેકાણું શોધો.' નેમે આ યાદવ દૂત તરફથી મોં ફેરવી લેતાં કહ્યું. ‘શોધીશું. નેમ, તું ચિંતા ન કરતો. આ મણિની ભેટ તું સ્વીકારી લે, એટલે અમે પાછા ફરી જઈએ. પથ્થર પર હવે વધુ પાણી ઢોળવું નિરર્થક છે. બીજો હોત તો અમારી વાતો સાંભળીને રાજી રાજી થઈ જાત અને કૂદકો મારીને તૈયાર થઈ જાત!' ‘તૈયાર જરૂર થઈ જાઉં, પણ આત્માને ઝેર પાવાની વાતમાં નહિ.' ‘શું તને રાજ ગમતું નથી ?' યાદવ દૂતો ફરી ચકાસણી કરી રહ્યા. ‘જરૂર ગમે. પણ મારી કલ્પનાનું રાજ હોય તો જ.’ નમે મક્કમતાપૂર્વક કહ્યું. “અરે નેમ ! કેમ તું કંઈ સમજતો નથી ? રાજ તો કાચું સોનું છે. એક વાર સોનું હસ્તગત થયા પછી, જેવો ઘાટ ઘડવો હોય તેવો ઘડજે ને !' ‘હું રાજા થાઉં ?' ‘હા, તું રાજા, નેતા, અધિપતિ થા ! દ્વારકા સંઘરાજ્ય છે. એના અધિપતિ 218 – પ્રેમાવતાર શ્રીકૃષ્ણ તારી પાસે કંઈ નથી. સોનાની છરી ભેટમાં ઘલાય, પેટમાં નહિં. એણે જ તો યાદવોને રાન રાન અને પાન પાન કરી મૂક્યા છે.' ‘સાચી વાત છે. યાદવો કદી કોઈના થયા નથી, ને થશે નહિ.' નેમે આકરો વાપ્રહાર કર્યો. ‘બીજાની વાત જુદી છે ! તારા જેવા સરળ આત્મા માટે તો યાદવો મરી ફીટવા તૈયાર છે.' ‘ભલે, યાદવવીરો, ભલે. હું જાણું છું કે કુહાડાનાં ફળાં તો અનેક તમારી પાસે તૈયાર છે. પણ તમે અને યોગ્ય હાથો થનારની શોધમાં છો ! કાચિંડો પણ તમારા જેટલી ઝડપથી રંગ બદલી શકતો નથી. કાલે તમે જ મુત્સદ્દી શ્રીકૃષ્ણનાં ગુણગાન ગાતા હતા; કહેતા હતા કે કાલયવનની ખબર લેવી શ્રીકૃષ્ણની કૂટનીતિ વગર શક્ય નહોતું. આજે વળી આમ કહો છો, એટલે લોકપ્રશંસા કે લોકનિંદા પર લોકનેતાએ ભરોસો ન રાખવો, એ જ સાચો માર્ગ છે. તમને આમાં શું લાગે છે ?’ ‘નેમ ! અમને તું આડીઅવળી દલીલો કરી બાંધી લે છે. લે આ તારો મણ.' યાદવોએ મણિ આપવા હાથ લંબાવ્યો, પણ નેમે એ લેવા હાથ લાંબો ન કર્યો, એટલે યાદવોએ મણિ એની સમક્ષ મૂકી દીધો. નેમની નજર આ વખતે દૂર બેઠેલા એક બળદ પર સ્થિર થઈ હતી. બળદ વૃદ્ધ હતો. ધૂંસરાં ખેંચી ખેંચીને એની કાંધ પડી ગઈ હતી. એના માલિકે એને ભૂખ્યોતરસ્યો રઝળતો છોડી દીધો હતો. ‘ઓહ, પેલો બળદ !’ નેમે સ્વગત ઉચ્ચાર કર્યો. ‘હા. એ બળદ છે. ગામના ક્ષેત્રપતિનો છે. ક્ષેત્રપતિ તરફના પ્રેમમાં એણે શ્રમ કરવામાં મણા ન રાખી. આખરે કાંધ પડી.’ ‘તો તો રાજકારણી જીવનો એ પ્રતિનિધિ લાગે છે.’ નેમે જરાક ટકોર કરી. બળદ શિંગડાં હલાવતો હતો. એની ઊંડી કાંધ પડી હતી. એમાંથી માંસના લોચા બહાર લટકતા હતા. એકાએક ક્યાંકથી કાગડો આવી ચડ્યો, અને કાર્ડ કાઉ કરતો કાંધ પર જઈ બેઠો; કાંધમાં ચાંચ મારી, ભારે સ્વાદ આવ્યો. કાગ પરોપકારી જીવ લાગ્યો. એણે પોતાના બીજા મિત્રોને કાંઉં કાંઉ શબ્દથી નિમંત્રણ પાઠવ્યું. એક, બે, ચાર, છ કાગડા આવી પહોંચ્યા ! બળદે પોતાનાં મોટાં શિંગડાંથી સામનો કરવા પ્રયત્ન કર્યો. પણ ચાલાક કાગડાઓને કંઈ ઈજા કરી શક્યો નહિ. હવે તો કાગડાઓએ ટોળી રચી. જેની છરી એનું ગળું D 219
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy