SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ‘મારી પુત્રી સત્યા. શ્રીકૃષ્ણ એક વાર મારા ઘેર પધારે, હું નહિ, મારી પુત્રી સત્યા સાચા ગુનેગારનું કાંડું પકડીને આપને હવાલે કરશે. પછી ન્યાય રાજ સભાને હાથ; મારી ગરદન આપની હકૂમતને હવાલે.” ‘વારુ ! વારુ ! શ્રીકૃષ્ણ તાબડતોબ જઈને આખરી નિકાલ લાવે.” રાજસભાએ આદેશ કર્યો. શ્રીકૃષ્ણ ઊભા થયા. સભાની તમામ અટકળો ખોટી પડી. નહોતી. અને સત્યા પણ ન જાણે એમાં શું જોઈ ગઈ હતી તે તાકી તાકીને જોઈ રહી હતી, એ વરણાગિયાની કૂડી નજરથી બચાવવા સત્રાજિતે સત્યાનું જલદી પતાવવાની જરૂર છે, નહિ તો આ મણિની જેમ એ પણ ક્યારેક ચોરાઈ જશે !” સત્રાજિતે કંઈ જવાબ ન વાળ્યો. એનું મન ડરી રહ્યું હતું; પણ દીકરીની વાત પર એને શ્રદ્ધા હતી. ધીરે ધીરે બધા રાજસભામાં પહોંચ્યા. આખી વાટે સત્રાજિતે મૌન પાળ્યું હતું. બધાનાં સલાહ-સૂચનો એણે સાંભળ્યાં હતાં, પણ એમાં સત્યાની સલાહ એને બરાબર લાગી હતી. જ્યારે હૃદય ચોર હોય ત્યારે જીભ શાહુકાર બની શકતી નથી. રાજસભામાં હજાર જાતના સવાલ થવાના હતા. અને એ માટે હજાર જાતના જવાબ ઘડવા પડે. એમાં ક્યાંય પકડાઈ પણ જવાય. એના કરતાં સત્યાએ સમજાવેલો જવાબ સો દર્દની એક દવા જેવો ઉત્તમ છે. બાકીનું બધું સત્યા ફોડી લે એવી છે! રાજસભામાં પ્રવેશ કરીને સ્થાન લેતાં જ સત્રાજિત પર પ્રશ્નોની ઝડી વરસી રહી. પ્રશ્નોમાં દિલના પાણીને બાળી મૂકે તેવી આગ ભરી હતી; હિંમતથી દીવાલોના અભેદ્ય કાંગરા જમીનદોસ્ત થઈ જાય એવા પડકાર ભર્યા હતા. પોતાના જ માણસો પોતાના મહાપુરુષોને હલકા પાડવાનો ધંધો લઈ બેસે, એ ગુનો સર્વથા અક્ષમ્ય હતો. એ ગુના માટે પૂરતી સજા થવી ઘટે. એ ગુનો કરવાનો કોઈ વિચાર પણ ભવિષ્યમાં ન કરે તેવી સજા થવી ઘટે, સત્રાજિત મૌન હતો; હજીય કેવો જવાબ વાળવો એની દુવિધામાં હતો. સત્રાજિતને ફરજિયાત સભામાં ખડો કરવામાં આવ્યો. એની પાસે જવાબ માગવામાં આવ્યો. બલરામનું હળ ઊંચું નીચું થતું હતું. સુદર્શન ચક્રના સુસવાટા સંભળાતા હતા. સત્રાજિત મહાપરાણે ખડો થયો. એ પવનમાં ઝૂલતા ઝાડની પર્ણની જેમ ધ્રુજી રહ્યો હતો. એ ધીરેથી બોલ્યો, “હું હજી પણ કહું છું કે શ્રીકૃષ્ણ ચોર છે !' ‘હજી પણ એ જ કહે છે ?’ રાજસભા ગરજી. ‘હા.” સત્રાજિત જરાકે મક્કમ બની ગયો. ‘એની ખાતરી ?” 212 D પ્રેમાવતાર કાંચન અને કામિની 3 213
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy