SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શંકા જ સત્યને ખાઈ રહી છે. પેલો રૂપાળો નેમ કહેતો હતો કે સાપ દુષ્ટ છે, માટે માણસને દેશ દેતો નથી; એ સાપ દુષ્ટ પણ નથી કે અદુષ્ટ પણ નથી; પણ શંકા દુષ્ટ છે. એ માણસને શંકાની નજરે જુએ છે. માટે પાણી પહેલાં પાળ બાંધવા પ્રથમ દોડીને માણસને દેશ દે છે ! અને માણસ પણ એ જ શંકામાં સાપને મારવા ધસે છે અને એક વાર ખૂન રેડાયું કે સંસારમાં વિષનાં વાવેતર ચાલુ થઈ જાય છે.’ ‘ઘેલો નેમ ! કોઈ દહાડો વિચારવાયુ ન ઊપડે તો મને કહેજે ! એ અડધો ઘેલો છે. મણિને કાચ કહે છે, સોનાને માટી કહે છે, જીવમાત્રને ઘોડાગધેડાને સમાન કહે છે ! યાદવોની નેતાગીરી મૂળથી જ નબળી છે, સત્યા !’ ‘પિતાજી ! કેટલીકવાર આપણી નબળાઈનાં પ્રતિબિંબ આપણને આપણી નેતાગીરીમાં પણ સાંપડે છે. વારુ આગળ કહો. સમય થતો જાય છે !' ‘સત્યા ! શંકામાં ને શંકામાં મેં દાવ ખેલ્યો, પ્રપંચ આદર્યો. પ્રસેનને મણિ આપીને બીજે સ્થાને રવાના કરી દીધો; અને વાત ઉડાડી કે શ્રીકૃષ્ણ મણિ ચોરી ગયા.' ‘આ આપ શું કહો છો ? ચોરીનું આળ શ્રીકૃષ્ણ માથે નાખ્યું ? ભારે દુઃસાહસ કર્યું તમે પિતાજી !' ‘એ દુઃસાહસને કારણે તો આજે મરવાનો વખત આવ્યો ! રાજસભા મને નહિ છોડે.’ ‘પિતાજી ! ચિંતા ન કરો. હું કહું છું કે શ્રીકૃષ્ણ પર તમારો આક્ષેપ સાચો છે. ખાતરી કરી આપવા તૈયાર છું. કૃષ્ણ ચોર છે : એક વાર નહિ, સાડી સત્તર વાર ચોર છે !' સત્યાએ કહ્યું. સત્યા અજબગજબની છોકરી હતી. ભલભલા યાદવો સત્યા પાસે બકરી થઈ જંતા; ને ભલભલા ચાલાક લોકોની જીભ પણ એની સાથે વાત કરતાં થોથરાઈ જતી.. ‘સત્યા ! તારું કહેવું હું ન સમજ્યો. તું આ સાચું કહે છે કે બુઢા બાપની મશ્કરી કરે છે ?” ‘હું સાચું કહું છું, પિતાજી ! મારા જેટલી હિંમત ધારણ કરો અને રાજસભામાં જઈને નિર્ભયપણે એટલું કહો કે શ્રીકૃષ્ણ ચોર છે, એ વાતની હું તો શું પણ મારી છોકરી પણ ખાતરી કરાવી દેશે, આ બાબતમાં લાંબી લાંબી વાતો કરવાને બદલે હું એટલી જ વિનંતી કરું છું કે એક વાર શ્રીકૃષ્ણ મારે ઘેર પધારે, અને આ વાતની જાતે જ ખાતરી કરી જુએ. પછી શ્રીકૃષ્ણનું સુદર્શન છે, ને મારું ગળું છે.’ 10 ] પ્રેમાવતાર ‘સત્યા ! સત્યા !’ સત્રાજિતની મતિ મૂંઝાઈ ગઈ. રાજસભામાં જઈને કેવો જવાબ દેવો ? સત્યા કહે છે તેવો દેવો કે બીજો ? કંઈ બીજો જવાબ આપવામાં વળી જૂઠ બોલી જવાય તો પછી ઊગરવાનો કોઈ આરો નહોતો ! શું ત્યારે સત્યા કહે છે, તે જવાબ આપવો, ને શ્રીકૃષ્ણને ઘેર તેડી લાવવા ? સત્રાજિત વિચારમાં પડી ગયો. સત્યાએ પિતાને વિચારમાંથી જગાડતાં કહ્યું, ‘પિતાજી, વળી પાછી કઈ ભ્રમણામાં પડી ગયા ? શું કંઈ નવો તુક્કો શોધી રહ્યા છો ?' ‘ના દીકરી ના ! વાત ફક્ત એટલી જ વિચારું છું કે કૃષ્ણને તારી પાસે લાવવા જેવો ખરો ?' ‘કેમ ? હું કંઈ લાજવંતીનો છોડ છું કે શ્રીકૃષ્ણને જોતાં કરમાઈ જઈશ?” ‘ના, એ જબરો વશીકરણ કરનારો છે. રખે તને ભરમાવી દે, અને મારું રાંકનું રતન પોતાનું બનાવી લે !' ‘કદાચ મને ભરમાવે તો એટલી તમારી મહેનત ઓછી થશે. જમને નોતરું આપવું અને શ્રીકૃષ્ણ સાથે વેર કરવું બંને સરખું છે !' ‘હું મણિ એને આપી દઈશ.' સત્રાજિતે કહ્યું. ‘પણ જડ મણિથી એનું મન રાજી ન થયું તો.... ?' સત્યાની સચોટ દલીલનો સાચો કે ખોટો કંઈ પણ જવાબ સત્રાજિત પાસે નહોતો. અને અત્યારે મોટો સવાલ તો જીવ બચાવવાનો હતો. આખરે સત્રાજિતે નિર્ણય કર્યો કે સત્યા કહે છે તેવો જવાબ આપવો; પછી શું કરવું તે સત્યા ફોડી લેશે. શ્રીકૃષ્ણથી ચાર ચંદરવા ચડે તેવી છે મારી સત્યા ! સત્રાજિત તૈયાર થયો. એણે પોતાના મિત્રો અને સાથીઓને સાથે લીધા. યાદવોનો એક મોટો વર્ગ શ્રીકૃષ્ણથી નારાજ હતો. સુરા અને દ્યૂતની બાબતમાં એમની દખલગીરી વિશેષ હતી. બલરામને તે બંને પ્રિય હતાં, ને બલરામની એમાં દખલગીરી નહોતી. નિરંકુશ યાદવોનું ટોળું રાજસભા તરફ ચાલ્યું. તેઓએ માર્ગમાં સત્રાજિતને ચાવી ચઢાવતાં કહ્યું કે ચોખ્ખું સંભળાવી દેજે કે કૃષ્ણ તો બચપણથી ચોર છે. બચપણમાં માખણ ચોરી ચોરીને ખાતો હતો, અને હવે નવા નવા મિણની ચોરી કરતો ફરે છે ! આટલી મોટી ઉંમર થઈ, તોપણ એની ચોરીની કુટેવ ગઈ નથી ! સત્રાજિતને વળી કેટલાક જુવાન યાદવોએ ચેતવણી આપતાં કહ્યું, ‘શ્રીકૃષ્ણ મણિ જોવા આવ્યા ત્યારે અમે હાજર હતા. સત્યા પરથી એમની નજર હટતી જ કાંચન અને કામિની D 211
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy