SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ મણિની ચિંતા કરી અને યોગ્ય ઉંમરની મણિ જેવી દીકરીની ચિંતા ન કરી !' ‘પિતાજી ! મારી ચિંતા ન કરશો. હું તો શ્રીકૃષ્ણ તો શું બલરામ કે જરાસંધને પણ પાણી પાઉં તેવી છું. મને તમારી ચિંતા થાય છે.’ ‘ચિંતા કરવા જેવું જ છે બેટા ! ખરેખર ચિંતા કરવા જેવું છે !' મને વિગતથી વાત કરો.' ‘એનું નામ સ્યમંતક મણિ, એ મણિને હું જીવની જેમ જાળવતો.’ ‘જાણું છું. મારાથી પણ અધિક !' સત્યાએ સ્પષ્ટ કહ્યું. ‘સાચી વાત સત્યા ! હું માનતો હતો કે દીકરી ગમે તેવું ધન હોય. પણ છેવટે તો એ પારકું ધન ! સાચું ધન સ્યમંતક ! મારા એ મણિને જોવા દેશદેશના લોકો આવતા. ‘લોકોને તો સંતોના દર્શન કરતાં સુવર્ણ-મણિનાં દર્શનમાં વધુ રસ છે.’ સત્યાએ સાર્વત્રિક સત્ય કહ્યું ને આગળ બોલી : ‘એક દહાડો એ મણિ જોવા શ્રીકૃષ્ણ પણ આવ્યા હતા, ખરું ને બાપુ ?' હા દીકરી ! આ બધી હોળી ત્યારથી જ સળગી !' ‘એમ કેમ, પિતાજી ? મને તો આપણા ઘરમાં શ્રીકૃષ્ણનું આગમન દિવાળી જેવું લાગ્યું હતું.' સત્યાએ કહ્યું. ‘વાત સાચી છે, પણ સત્યા માણસના દિલમાં દેવ અને દાનવ બંનેનો વાસો છે. શ્રીકૃષ્ણ જ્યારે મણિને જોઈ, વખાણીને પાછા ફર્યા ત્યારે મારા મનમાં ઝેર જેવી એક ચિંતા ઘર કઈ ગઈ. શ્રીકૃષ્ણ કાલે આ મણિ માગે તો શું થાય? શું હું ના પાડી શકીશ ? કદાચ ના પાડીશ તોય એ લીધા વિના રહેશે ખરા ?' ‘બાપુ ! તમારી પાસે બે મણ છે, જડ અને ચેતન ! હું તો સલાહ આપું કે શ્રીકૃષ્ણ એક માર્ગ તો એકને બદલે બે મિંણ આપી દેવા !' સત્યા બોલી. એના કથનમાં સાવ સ્વાભાવિકતા ને નિખાલસતા હતી. બધા તારી જેમ જ કહે છે. શ્રીકૃષ્ણ મોહિનીનું બીજું રૂપ છે. જેની સાથે આંખ મળી કે વશીકરણ થયું જ છે ! એ જાદુગરના જાદુમાંથી આજ સુધી હું જ એક બચી શક્યો છું.' ‘કારણ ? પાણી સહુને શીતલ લાગે. તમને ઉષ્ણ કેમ લાગ્યું, બાપુ?' સત્યાએ પ્રશ્ન કર્યો. સત્યા ! તું હજી નાની છે. જૂની વાતો જાણતી નથી. યાદવોને રાનરાન અને પાન પાન કરનાર આ શ્રીકૃષ્ણ જ છે ! નાહકનો બળિયા સાથે બાથ ભીડે છે, ને 208 – પ્રેમાવતાર પછી ભાગવા માંડે છે. ભાગતાં ભાગતાં વળી રૂપાળી સ્ત્રી મળી તો લગ્ન પણ કરી લે છે. લડાઈ પણ ખરી, લગ્ન પણ ખરાં ! આ રુકિમણી-લગ્નનાં ચેડાં ન કર્યાં હોત તો યાદવોને એમનું વહાલું વતન ત્યજીને આટલે સુધી લાંબા થવું ન પડત !' ‘બાપુ ! ખોટું ન લગાડશો. તમારાં બધાંનાં લગ્ન એ પણ લડાઈનો એક પ્રકાર જ છે ને ! રાજકારણી લોકો દીકરીઓનો રાજકારણી શેતરંજ રમવા માટે સોગઠી તરીકે ઉપયોગ કરે છે !' સત્યાએ સત્યની જબાન ખોલી નાખી. ‘બેટા ! મારા માટે પણ એમ કહે છે ?' આપને સ્યમંતક મણિમાં જેટલો રસ છે, એટલો સત્યામાં નથી !' સત્યાએ ફરી નગ્ન સત્ય કહ્યું. સત્યા, મારી મશ્કરી ન કર. મેં તને કહી દીધું છે કે તને મનગમતો વર પસંદ કરજે.' વારુ. પિતાજી ! શ્રીકૃષ્ણ મણિ જોવા આવ્યા. પછી શું થયું ?’ સત્યાએ વાત આગળ જાણવા પ્રશ્ન કર્યો. એટલામાં દ્વાર ખખડ્યું. રાજસભાએ મોકલેલો દૂત ફરી હાજર થયો હતો. એની સાથે દ્વારકાના સુપ્રસિદ્ધ ધન્વંતરી હતા. દૂતે કહ્યું, ‘રાજસભાએ સંદેશ પાઠવ્યો છે કે આપનું અહીં આવવું અનિવાર્ય છે. રોગ-સમાપ્તિનાં તમામ ઔષધો સાથે ધન્વંતરીને મોકલીએ છીએ.’ સત્રાજિત આ સાંભળી ઢીલો થઈ ગયો. એ બોલ્યો, “મને હવે ઓસડની આવશ્યક્તા નથી.' ‘શું રોગસમાપ્તિ થઈ ગઈ ?' દૂતે કહ્યું. ‘જી હા, મારી દીકરી સત્યાએ જરૂરી શુશ્રુષા કરી.' સત્રાજિતે કહ્યું. ‘દૂતરાજ !સભાને કહેજો કે યાદવરાજ સત્રાજિત સપરિવાર થોડી વારમાં ત્યાં ઉપસ્થિત થશે.’ સત્યાએ વચ્ચે જવાબ આપી દીધો. સત્યાના અવાજમાં આજ્ઞાનો રણકો હતો. દૂત અને વૈદરાજ વિશેષ ચર્ચામાં ન ઊતરતાં પાછા ફરી ગયા. ‘વારુ પિતાજી ! ટૂંકમાં બાકીની હકીકત કહો.' ‘બેટા ! શ્રીકૃષ્ણ મણિ જોઈને ગયા. મને શક પડ્યો કે આ મણિ હવે મારી પાસે નહિ રહે. મેં આ શંકામાં ફસાઈને પાણી પહેલાં પાળ બાંધી.' કાંચન અને કામિની D 209
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy