SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ 27 કાંચન અને કામિની સૂની દ્વારકામાં એકાએક આનંદનું મોજું પ્રસરી ગયું. ઘણે દિવસે પ્રજાના મનમોર અને ચિત્તચોર શ્રીકૃષ્ણ હેમખેમ પાછા ફર્યા હતા. બલરામ ન હોય તો લોકોને શાંતિ રહેતી; લોકો માની લેતા કે એ તો હવાનો માણસ છે. આજે અહીં કાલે ક્યાં ? પણ શ્રીકૃષ્ણ ન હોય તો સ્ત્રી, બાળક કે વૃદ્ધ સહુને સૂનું સૂનું લાગતું. આજ દ્વારકા ભરી ભરી લાગતી હતી. બધાનાં હૈયાંમાં ઉપવાસ પછીના પારણા જેવો નવો ઉછરંગ હતો. વધુ ઉછરંગના સમાચાર તો હમણાં મહેલમાંથી એ આવ્યા હતા કે શ્રીકૃષ્ણ પોતાની સાથે ખોવાયેલો કહેવાતો અને જેની ચોરીનો આરોપ પોતાના માથે મુકાયો હતો એ પ્રખ્યાત મણિ શ્યમંતક લેતા આવ્યા હતા. દ્વારકાની રાજસભા તરત જ ભરવામાં આવી હતી, અને શ્રીકૃષ્ણ સભા વચ્ચે મણિ પોતાના હાથમાં લઈને બેઠા હતા. આરોપની એક અંધારી વાદળી આકાશપટલ પરથી સરી ગઈ હતી અને સત્યનો સૂર્ય અનેરા તેજે ઝળહળી રહ્યો હતો. આરોપ મૂકનાર યાદવ સત્રાજિતને તરત રાજસભામાં હાજર થવાનું તેડું ગયું. કેટલીક વાતે નિશ્ચિત બનેલા યાદવ સત્રાજિતને આ તેડાએ વ્યાકુળ કરી દીધો. એણે દૂતને પૂછવું, ‘શા માટે મને તેડાવે છે રાજ સભામાં ?” ‘શ્રીકૃષ્ણ મણિ લઈને આવ્યા છે.’ દૂતે કહ્યું. જેની પાસે મણિ એનો એ મણિ. મારે રાજસભામાં મણિ લેવા નથી આવવું.” સત્રાજિત ઢીલો પડી ગયો. ‘ન આવવાનું કારણ આપો.' ‘મારી તબિયત અસ્વસ્થ છે.' ‘વારુ’ દૂત જવાબ લઈને પાછો ફરી ગયો. સત્રાજિત આઘોપાછો થવા લાગ્યો. એ વિચારવા લાગ્યો કે મણિ લઈને તો મારો ભાઈ પ્રસેન બહાર ગયો હતો. તો શ્રીકૃષ્ણના હાથમાં એ કેવી રીતે આવ્યો ? એ વિચારે ચઢી ગયો. પ્રસેન ક્યાં ગયો ? એનું શું થયું ? હવે મારું શું થશે ? બીકમાં ને બીકમાં એ ધબ્બ કરતો ખાટલા પર પડી ગયો. ધબ અવાજ થયો. અંદર કામ કરતી છોકરી બહાર દોડી આવી. | ‘શું થયું, બાપુ ?” છોકરીએ પૂછયું. એનું રૂપ પ્રતિબિંબ પાડતું હતું. આકાશની કોઈ સોનેરી વાદળી પૃથ્વી પર રમવા આવી હોય, તેવી એ લાગતી હતી. એનું મુખ અજવાળાં વેરતું હતું. બાપુ !' છોકરીએ ફરી કહ્યું. ‘શું છે, સત્યા ?' બાપે કહ્યું, પણ હજી એ વિચારમાં જ લીન હતો. ‘તમને આજે શું થયું છે ?' ‘દીકરી ! મારાં સોએ સો વર્ષ આજે પૂરાં થયાં !' ‘શા કારણે ?” સત્યાના મોં પર જિજ્ઞાસા હતી. શ્રીકૃષ્ણને ખીજવ્યા છે, મને રાજસભામાં બોલાવ્યો છે. દ્વારકાની રાજ સભા આજે મારો ન્યાય તોળશે.’ ‘કેવો ન્યાય ? શાનો ન્યાય ?' સત્યા કંઈ સમજી ન શકી. એ પગની પાનીને ચૂમતા છૂટા વાળની વેણી ગૂંથતી પિતાને પાસે આવી. એની આંખોમાં પાણીદાર મોતીનાં તેજ ઊભરાતાં હતાં. એનાં દાંત હીરાકણીઓના બનેલા હતા. હોઠ પરવાળાથી બન્યા હતા. પોતાના સ્વતંતક મણિને પણ શોભામાં ઝાંખો પાડે તેવી પોતાની દીકરી તરફ સત્રાજિત જોઈ રહ્યો. ‘મારો મૂલ્યવંતો મણિ છે દીકરી સત્યા ! એ સાચો મણિ છોડી મેં ખોટા મણિમાં આસક્ત બની ખોટ ખાધી !' સત્રાજિત આગળ વધ્યો. એણે દીકરીના માથે હાથ ફેરવ્યો. એના કેશને ચૂમ્યા. એ બોલ્યો, ‘મારી દીકરી તો દ્વારા કાનું રાજ ચલાવે એવી છે ! મુજ રોંકનું રતન!? બોલતાં બોલતાં સત્રાજિતની આંખમાંથી આંસુ સરી પડ્યું: ‘મેં મૂર્ખ જડ કાંચન અને કામિની 1 207
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy