SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહે ત્રાડ પાડી. વનવસ્તી ગાજી રહી. નમે કહ્યું, ‘ભાઈ સિંહ ! દેહબળની કશી કિંમત નથી. એ દેહબળ ગુલામનું ગુલામ છે. સાચું બળ આત્મબળ છે, જે કોઈનું ગુલામ નથી. સ્વાર્થ જ્યાં છે, ત્યાં દુષ્ટ કોણ નથી ? એક એકનો દુમન છે. તારું પરાક્રમ નાશમાં નહિ, સર્જનમાં વપરાવું ઘટે.' નેમ આમ પંખી, પાણી, સાબર, સિંહ સાથે મનોમન વાતો કરતો અટવીમાં ઘૂમ્યા કરે છે ! ઉત્તરાપથની અનેક અટવીઓમાં એ ઘૂમ્યો હતો, પણ ત્યાં એને આટલી શાંતિ લાધી નહોતી. આખો પ્રદેશ જાણે ઊકળતા ચરુ જેવો બની બેઠો હતો; ક્યાંક અત્યાચાર, ક્યાંક અનાચાર, ક્યાંક ખૂનખરાબી ! અહીંનાં જંગલોમાં એને અપૂર્વ શાંતિ લાધી હતી, અને એ શાંતિ જગતને લાધે એનો વિચાર કરવાની અપૂર્વ તક પણ અહીં મળી હતી ! એને લાગતું કે શાંતિમાં સર્જન છે, યુદ્ધમાં વિસર્જન છે. નેમની રાંગમાં અશ્વ છે, ખભા પર ધનુષબાણ છે, આંખમાં હજી ચમકાર છે, કાનમાં હજી ભણકાર છે, પણ ધીરે ધીરે એ બધું છૂટી રહ્યું છે. એનું મન પ્રસન્નતા અનુભવી રહ્યું છે ! - સવારનો સૂરજ આભમાં ચડી રહ્યો છે, ને નેમ આજે પહાડનાં શિખરો ઓળંગી રહ્યો છે. એને એકાંત જોઈએ છે; એવું એકાંત કે જ્યાં આત્મા આપોઆપ વાચા ખોલે; અને નકલી વાચા પોતાની વાચાળતા ભૂલી જાય ! આ પહાડ તો યોગભૂમિ છે. અહીંની ગુફાઓમાં ઠેર ઠેર યોગીઓના આવાસો આવેલા છે; ને પર્વતવાટે યોગીઓના અનુયાયીઓની લંગાર લાગી ગઈ છે, યોગીઓના જયજયકારથી કંદરાઓ ગાજી રહી છે. કેટલાક યોગીઓએ સત્યાનાશની સોદાગરી આદરી છે. સુવર્ણ, જેનાથી આત્મા આવરાયો, એની લાલચ ભક્તોને આપી છે, ને સંતતિ, જેનાથી સંસારવેલ પાંગરી, એનો લાભ દેખાડ્યો છે. આત્માર્થી પાસે એક ભક્ત નથી, અને આવા દ્રવ્યાર્થી યોગીઓ પાસે ભક્તોની ભીડ જામી છે. એનો મહિમા દિગંતે ગાજે છે ! સુવર્ણ ગુફાનો યોગી ચમત્કારી લેખાય છે. સુવર્ણવલ્લી એની પાસે છે. લોઢાના પાત્ર પર બે ટીપાં નાખે તો સુવર્ણ થઈ જાય છે ! લોક ટીપાં પામીને પાસેના લોહને સુવર્ણ બનાવી લે છે, પણ એનાથી એમની તૃષા એથી તુષ્ટ થતી નથી; ઊલટી તૃષા વધુ તપે છે, એ તો આખી સુવર્ણવલ્લીને ઉપાડી જવા ચાહે છે ! રૂપાળા નેમને નીરખી લોકો કહે છે, “રે કુમાર ! શું સુવર્ણ માટે આવ્યો છે ? 188 પ્રેમાવતાર ચાલ સુવર્ણના યોગી પાસે.’ એ મારી ભૂખ ભાંગશે ?” ‘જરૂર. હજારોની ભાંગી છે ને !' ‘પણ મારી ભૂખ તો કોઈથી ન સંતોષાય એવી મોટી છે !' ‘તો યાર, આપણે એ સુવર્ણવલ્લી જ ઉઠાવી જ ઈએ. યોગી કોઈને એ બતાવતો નથી. પણ એની ગુફામાં ક્યાંય ને ક્યાંય એ જરૂર હોવી જોઈએ.’ ‘ કેવી રીતે ઉઠાવી જઈશું.' નેમે હસતાં હસતાં પ્રશ્ન કર્યો. એ સંસારની સ્વાર્થી ભક્તિનું સ્વરૂપ નીરખી રહ્યો. ‘રાતે યોગીને સંહારીને. હું ગળું દબાવીશ. તું સુવર્ણવલ્લી ઉઠાવજે . અર્ધ અર્ધ સ્વાહા.” કોઈ કાર્ય સ્વાર્થસાધુઓને માટે કાર્ય હોતું નથી. ઓહ, જેવું યોદ્ધાનું જીવન એવું જ યોગીનું જીવન ! અનિષ્ટ તો બંને સ્થળે સરખું છે. જીવન તો ઉપાધિહીન જોઈએ : નેમ વિચાર કરી રહ્યો. ત્યાં ચાર ભક્તો એક યોગીને પાલખીમાં ઊંચકીને ત્યાંથી નીકળ્યા. દરેક ભક્ત શ્રીમંત હતો. પાલખીમાં યોગી મલકાતો મલકાતો બેઠો હતો. એના હાથમાં રસકૂપિકા હતી. એમાંથી એ બબે ટીપાં છોડતો હતો, મોટા મોટા શ્રીમંતો ભિખારીની જેમ અવાયા પડતા હતા. ઓહ, એક સ્વાર્થી બીજા સ્વાર્થને કેવું અવલંબન આપ્યું છે !” “કોણ સ્વાર્થી ? રે છોકરા, યોગીની રીત તું શું જાણે ?' ‘જાણીતી રીત છે. ગુરુ લોભી, શિષ્ય લાલચુ !' નેમે કહ્યું. હું લોભી ?” યોગી બરાડ્યો. એની લાલ આંખોમાં સોનાનું જોશ હતું. ‘હા, કીર્તિલોભી, માનલોભી” ‘કીર્તિલોભી ? અરે છોકરા ! મને ન છંછેડ ! હું ગુસ્સે થયો તો તને બાળીને ભસ્મ કરી દઈશ ! ‘રે ભલા આદમી ! બળી તો તું પોતે રહ્યો છે. મને શું ભસ્મ કરીશ? વિષયનાં ઇંધન તારી દેહમાંથી ભડકા નાખી રહ્યાં છે. સંસારનું મોટામાં મોટું વિષ કોચન, એ કાંચન તજી તું અકિંચન થયો, અને હવે એ વિષનો તું તારા હાથે ફેલાવો કરે છે. આ તે તું સંસારને આશીર્વાદ આપે છે કે અનિષ્ટોની બક્ષિસે ? કંઈક તો વિચાર કર.” યોગી શાણો હતો. એ તરત જ નાના નેમની વાતનો મર્મ સમજી ગયો. એણે રસકૂપિકા દૂર ફગાવી દીધી. ભક્તો યોગીને મૂકીને એ રસ લેવા દોડ્યા! એ કલસંગી નેમ | 189.
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy