SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ 25 મણિનો ચોર ‘કુમાર ! નાનો છે પણ મારા ગુરુ જેવો છે તું !' ‘આત્માને ગુરુ કર, યોગી !' નેમે કહ્યું. “તારી સાથે આવવા માગું છું.” યોગીએ કહ્યું. ના, મને એકાંત ખપે છે. તું તારી ફૂટીમાં રહે. હું સાધના કરવા જાઉં છું. વળી કોઈ વાર મળીશ.” નેમ આગળ વધી ગયો. ભક્તો યોગીની આસપાસ ફરી વળ્યા; એને કરગરી રહ્યા : ‘રે યોગીરાજ! ભલે તમે યોગ સાધવા જાઓ, પણ અમને સુવર્ણવલ્લીનું દાન કરતા જાઓ.’ ચાલો, આપું ! વલ્લી અંધારી ગુફામાં છે. હિંમત હોય તે અનુસરજો મને.' યોગીરાજ ! હિંમત વગર સોનું ક્યાં છે ? બધા યોગીની પાછળ પાછળ ચાલ્યા. સહુએ એક મોટી ગુફામાં પ્રવેશ કર્યો. કંઈ કેટલી ગુફાઓ, કંઈ કેટલા રસ્તા ! એ ઊંડી ઊડી ગુફાના અંધારા માર્ગે અથડાતા-કુટાતા બધા ચાલવા લાગ્યા. બધા આશાના ગુલામ બનીને આવ્યા હતા, પણ ચાલતાં ચાલતાં માર્ગનો અંત ન આવ્યો. ફરી ફરીને બધા ઠેરના ઠેર આવ્યા : ‘રે, આપણે તો ભૂલા પડ્યા !” ‘યોગીરાજ !' ભક્તોએ બૂમ પાડી. ગુફાએ પડઘો પાડ્યો, ‘યોગીરાજ !' ‘સુવર્ણ’ ભક્તોએ ચિત્કાર કર્યો. ગુફાએ જવાબ દીધો : ‘સુવર્ણ !' આપણે ભૂલા પડ્યા !! લોકોએ કહ્યું. ગુફાએ જવાબ આપ્યો, ‘આપણે ભૂલા પડ્યા !' યોગી ત્યાં નહોતો. ગુફાઓ ભક્તોથી ગાજતી રહી, અને ભક્તોનો ભગવાન હાથતાળી આપીને ક્યાંક આત્મસાધના માટે ચાલી ગયો ! રેવતાચળનાં શિખરો સુવર્ણથી રસાઈ રહ્યાં હતાં. એના પથ્થરો પર સુંદર તડકી ઢોળાઈ રહી હતી. રંગબેરંગી પંખેરુઓએ પોતાનાં ગાન આરંભ્યાં હતાં. સૃષ્ટિદેવી સૌંદર્યનો અવતાર બની બેઠી હતી. ગુફાઓમાં સમાધિ લગાવીને બેઠેલા યોગીઓના સોહમૂના જાપથી વનરાજિ ગુંજી રહી હતી. આવે સુંદર સમયે એક નવતરણ ઉપરથી નીચે ચાલ્યો આવતો હતો. એની દૃષ્ટિ પહાડના ઢોળાવના માર્ગ પર જડાયેલી હતી, પણ જોનારને લાગતું કે એ કોઈ અગમનિગમમાં સંચરી રહી છે. એના વિચારો અખલિત ગતિએ આગળ વધી રહ્યા હતો. આવી ભરયુવાન વયે માણસના ચિત્તમાં કાં તો સુંદરી હોય, કાં સિંહાસન હોય. ચિત્તમાં વસી હશે કોઈ પ્રેયસી ! ધ્યાન ધરતો હશે તરુણ એની ચિત્તચોર અંગયષ્ઠિનું, એનાં પાકાં બીલાંનાં ફળ જેવાં અધરોનું, એની કદંબ વૃક્ષ જેવી કાયાનું. પણ ના, ના, આ તો લાગે છે ક્ષત્રિય જુવાન ! એ કોઈ રાજપાટ મેળવવાની ચિંતામાં હશે, દિગ્વિજય એના મનમાં રમતો હશે, સંગ્રામ એના ચિત્તમાં સંચરતો હશે. કાંચન, કામિની અને કીર્તિ : જુવાન હૈયાંની આ ત્રણ મહાસંપદાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ હોય છે. તરુણ આવી કઈ સંપદા માટે આ પર્વતમાં તપ કરવા આવે છે ? કોઈથી કળાતું નહોતું. વાતો તો એ વારે વારે વૈરાગ્યની, ત્યાગની, તપની અને વિદ્યાની કરતો હતો. એ હતો યાદવ કુળનો રાજકુમાર નેમ, શ્રીકૃષણનો પિતરાઈ ભાઈ. લોકો કહેતાં કે આ કુળના વંશજો ગળથુથીમાં મુસદીવટ લઈને જન્મે છે. સિંહાસન વિના તેઓને સંતોષ થતો નથી, સુંદરીઓ વગર એમને શાંતિ વળતી નથી. 190 1 પ્રેમાવતાર
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy