SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ 24 એકલસંગી નેમ દ્વારિકામાં યાદવો ઠરીઠામ થયા છે. જીવનની અશાંતિનો ઊકળતો સાગર હવે શાંત થઈ ગયો છે; અને સૌનાં અંતરમાં શાંતિની સમીરલહરીઓ લહેરાવા લાગી છે. મથુરા-વૃંદાવનનાં વાસીઓને આ ભૂમિ એવી ભાવી ગઈ છે કે એમને પોતાના દેશનાં સ્વપ્નાં પણ હવે આવતાં નથી; અને આવે છે તો માત્ર ભૂતકાળની સ્મૃતિ રૂપે જ આવે છે. દ્વારિકાનો કનકકોટ સૂર્યના તેજની સાથે સ્પર્ધા કરે છે, ને એની અલબેલી વીથિઓ સ્વર્ગની શોભા લઈને ખડી છે. શાંત સાગર રોજ જેના ચરણ ચૂમે છે, પરાક્રમી સાવજો જેના પ્રદેશમાં નિરંતર ગર્યા કરે છે, હિમાલય જેવો રવત જ્યાં આભને થોભ દેતો પહેરો દઈ રહ્યો છે, એ પ્રદેશ અજબ રીતે નિર્ભય છે, શાંત છે, સ્વસ્થ છે ! અકાળે શત્રુની કોઈ શંકા નથી, મોતની એકાએ ક કોઈ આશંકા નથી. ફરી યાદવો અને ગોપો બંસી છેડી બેઠા છે, ફરી ગોપીઓ અને યાદવ સુંદરીઓ ગરબે રમવા હરિયાળી વનકુંજોમાં ઘૂમી રહી છે. ગાય એ અહીંનું નાણું છે, જેની પાસે જેટલી ગાયો વધુ, એ એટલો વધુ શ્રીમંત, ગાયોના સમૂહને વ્રજ કહે છે. એક વ્રજ માં અનેક ગાયોની ગણતરી થાય છે. એવા અનેક 2જો અહીં છે. ગોદોહની વેળા અને ગાયોને પાછા આવવાનો ગોરજ સમય અહીં પવિત્ર લેખાય છે. યાદવગુરુ ગર્ગાચાર્યના બ્રાહ્મમુહૂર્ત કરતાં આ બે મુહુર્તા વધુ સુભાગી ગણાય છે! કેટલીય ગાયોનું મૂલ્ય અહીં હિરણ્યમાં અંકાય છે. તલવાર, તીરકામઠાં, પરશુ, મુગર, કટારી ને યષ્ટિકા અહીંની જનતાનાં મુખ્ય આયુધો છે, છતાંય યુદ્ધમાં મલ્લકુસ્તી ખાસ મહત્ત્વની લેખાય છે. હવે રાજ કાજ નિર્ભય રીતે ચાલે છે; વાણિજ્યમાં પણ કંઈ વાંધો નથી. મહાશત્રુ કાલયવનના નાશની દંતકથા ચમત્કારિક રીતે લોકજીભે રમતી થઈ છે. લોકોને ચમત્કારમાં વિશેષ રસ છે, અને એના અધિષ્ઠાતા શ્રીકૃષ્ણ છે. શ્રીકૃષ્ણ પર પ્રજા વારી જાય છે. પોતે રાજા ન હોવા છતાં શ્રીકૃષ્ણ પ્રજાના નેતા, લોકહૈયાના હાર બની રહ્યા છે. નેમ પણ હવે શસ્ત્ર, અસ્ત્ર અને સંગ્રામથી નિવૃત્ત થયા છે. એમણે યુદ્ધોમાં ભાગ લીધો હતો અને પોતાની ફરજ પૂરી કરી હતી, પણ એમાં વેર કરતાં કરુણા એમના હૃદયને વધુ ભરી રહી હતી : ધિક્કાર કરતાં પ્રેમની લાગણી વિશેષ કામ કરતી હતી. એમનું અંતર સદોદિત પોકાર પાડી કહ્યું છે. રે ! શા માટે આ સંસાર વૈરાગ્નિથી ભડભડતું અરણ્ય બની રહે ? અને આમ ચાલ્યા કરે તો સંસારમાં જીવન શું ? ધર્મ શું ? પ્રેમ અને સ્નેહ શું ? પરસ્પરના વેરથી જન્મતું યુદ્ધ સંસારમાં પાછળ શું મૂકી જાય છે ? વૈરના અંગારામાંથી જ્યારે દેવતા બુઝાઈ જાય છે, ત્યારે પાછળ કેવળ કાળા કોલસા ને રાખોડી જ શેષ રહે છે. યુદ્ધો જો ચાલુ રહ્યાં તો સંસાર સ્મશાન થઈ જવાનો !. સંસારને સ્વર્ગથી પણ અધિક બનાવું, એ મારું સ્વપ્ન શું અફળ જશે ? ના, ના. સ્વપ્ન સહુ સાચાં થશે. કુમાર નેમ સૌરાષ્ટ્રની મીઠી મનોહર ભૂમિમાં આવા આવા મનોરથો સેવતો ઘૂમે છે. એને હવે ઘરમાં ભરાઈ રહેવું ગમતું નથી. વસ્તી એને ગૂંગળાવે છે. સમય મળ્યો કે એ બહાર નીકળી પડે છે, અને વન-જંગલોમાં ઘૂમ્યા કરે છે. વન-જે ગલો એને વધુ આશ્વાસન આપતાં લાગે છે, પુર ને પાટણ એને રુચતાં નથી ! એ કદી રેવતાચલ પર્વત પર ચાલ્યો જાય છે. વર્ષાની ઋતુ છે. આકાશમાં વાદળાં ગોરંભાયાં છે. મોર મીઠા ટહુકાર કરે છે, ને ઝરણાં કલકલ રવ કરતાં દોડ્યાં જાય છે. તેમનો શાંતિ ઝંખતો આત્મા અહીં ભારે આસાયેશ એનુભવે છે. સામે આકાશ ઇન્દ્રધનુનાં તોરણ બાંધે છે. ધરતી હરિયાળી રંગની ઓઢીને નૃત્ય કરે છે. દાદુર મૃદંગ બજાવતાં ને ગિરિવરમાંથી પડતા જળધોધ પાયલ બજાવતાં ભાસે છે. તેમનું મન પોકારી ઊઠે છે : ‘સર્જનની આ દુનિયામાં સંહારના પોકાર કેવા અકારા લાગે છે ! માણસનું બળ સંસારને કુરૂપ બનાવવા વપરાય એ બળનો દુરુપયોગ લેખાય, માણસની શક્તિ બીજાની હસ્તી મિટાવવા પ્રયત્ન કરે , એ આસુરી શક્તિ હોવી ઘટે.’ ‘સંસારના ઉત્થાનનો અને વિશ્વની શાંતિનો એક જ માર્ગ પ્રેમ, સ્નેહ, સહુમાં એકલસંગી નેમ 0 185
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy