SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ કાલયવનની રાખ ત્યાં શેષ રહી. સૂતેલો માણસ રાજા મુચકુંદ હતો. એ પણ બેઠો થઈ ગયો. પડખેથી એ વખતે શ્રીકૃષ્ણ દેખા દેતાં કહ્યું, ‘હે રાજા ! તમે તો યાદવોના ગુરુપુત્રને હણ્યો! ગજબ કર્યો!” કૃષ્ણ !' રાજા મુચકુંદ બોલ્યો, ‘હું દેવોનું વરદાન લઈને સૂતો હતો. અગ્નિની અહીં ચોકી હતી. વગર રજાએ પ્રવેશ કરનારને આ સજા યોગ્ય હતી.” ‘પણ મહાશય ! આપે આ કૃત્યથી આખા ભારતવર્ષને આપનું વિરોધી બનાવ્યું.’ ‘શા માટે ?' રાજા મુચકુંદે પૂછયું. કાલયવન દક્ષિણના યવન રાજાનો પુત્ર છે. એને ભસ્મીભૂત કરીને તો આપે આખા દક્ષિણ સાથે વેર બાંધ્યું. વળી એ યાદવોના પુરોહિત ગર્ગાચાર્યનો પુત્ર છે. યાદવો એમને પૂજે છે.' ઓહ કૃષ્ણ ! મને આવી ખબર નહોતી. કાલયવન અહીં શું કામ આવ્યો હતો ?” પણ કૃષ્ણ હવે સાતતાળીની રમત રમવા માંડી હતી. ઘડીક ઝાડીમાં, ઘડીક ટેકરામાં, ઘડીક મેદાનમાં ! કાલ દોડીને એના વાળનો ગુચ્છો પકડે, તો વાળ સમૂળગા નીકળી આવે! નકલી વાળનો ગુચ્છો હાથમાં રહી જાય; ને કનૈયો ક્યાંય સરકી જાય ! કાલે હવે બળ છોડી કળથી કામ લેવાનો વિચાર કર્યો. આડો એક ટેકરો હતો. ટેકરા તરફ કનૈયાને આંતર્યો. ટેકરામાં પોલાણ હતું. એ જોઈને કાલ રાજી થયો. કનૈયાને એ પોલાણમાં ભિડાવું. પછી બેટો ક્યાં થઈને બહાર નીકળશે ! અને ખરેખર ! કાલની યુક્તિ સફળ થઈ. આડોઅવળો ભાગતો કનૈયો આખરે બચવા માટે ગુફામાં દોડી ગયો. કાલયવન રાજી થયો; છલાંગ મારીને ગુફાના મુખ પર જઈને ઊભો. એણે ઘોર હાસ્ય કર્યું અને પછી ધીરે ધીરે મક્કમ પગલે એ ગુફામાં પેઠો. ગુફામાં શીતળ સુસજ્જ ખંડ આવેલા હતા, પણ માણસ ત્યાં કોઈ નહોતું! ન જાણે કેટલાંય ખાદ્ય-પેય ત્યાં પડ્યાં હતાં. ભૂખ્યા ને શ્રમિત કાલે ઊભા ઊભા પેટ ભરીને ભોજન લઈ લીધું, ને મન ભરીને આસવ પીધો. ‘ઉંદર દોડી દોડીને છેવટે ક્યાં જવાનો છે ?” કાલે સ્વગત કહ્યું, ને ચારેક ખંડ વટાવતાં જોયું તો એક ખૂણામાં શાલ ઓઢીને કોઈ સૂઈ રહ્યું હતું! ‘એ જ લુચ્ચો કનૈયો ! આખરે થાકીને ઢોંગ કરીને સૂતો છે ! મારી નજરમાંથી બચી જવાની એની આ ચાલાકી છે !” કાલયવન આગળ વધ્યો. કનૈયો જ્યાં શાલ ઓઢીને સૂતો હતો, ત્યાં ગયો. અને લાત મારતાં એણે કહ્યું, ‘રે કનૈયા ! હવે તારું આવી બન્યું !' લાતનો પ્રહાર થયો, છતાં સૂતેલો કનૈયો ન જાગ્યો. કાલે ફરી લાત જમાવી, ‘ઊઠ ! ઓ ગંડુ !' અને સૂતેલો કનૈયો સફાળો બેઠો થયો. રે ! આ તો કનૈયો નહિ, કોઈ બીજો લાગે છે ! એણે જોરથી બગાસું ખાધું. આખી ગુફા બગાસાથી ગરમ ગરમ થઈ ગઈ! ‘કોનો કાળ ખૂટ્યો છે ?* જાગેલા માણસે ગર્જના કરતાં કહ્યું. ‘તારો કાળ ખૂટ્યો છે ! હું કાલ, મારી સામે જો !” કાલયવને કહ્યું. જાગેલા માણસે ધીરેથી આંખ ઉઘાડી, પણ આંખ ઉઘાડતાંની સાથે એમાંથી પીંગળી જ્વાલાઓ નીકળી ! અને કાલયવન કશું સમજે કે બોલે એ પહેલાં અગ્નિની જ્વાળાઓ એને ઘેરી વળી. એણે વેદનામાં ભયંકર ચીસ પાડી. ગુફા ધણધણી ગઈ અને જ્વાલાઓ એટલી વધતી ગઈ કે થોડી વારમાં “મને ખબર નથી, પણ એટલી ખબર છે કે દેવોને અપ્રિય એવી બ્રહ્મહત્યા આજે આપના હાથે થઈ ! એ આચાર્ય ગર્ગના વીર્યનો પરિપાક હતો; અને, આપ જાણી લો કે ઓ રાજા જરાસંધ અને શિશુપાલનો સાથી-મિત્ર હતો.' ‘તો મારે શું લડવું પડશે એ બધા સાથે ?' ‘અવશ્ય !* ‘પણ મારે તો મોક્ષ જોઈએ છે, યુદ્ધ નહિ, કંઈક માર્ગ બતાવો, શ્રીકૃષ્ણ!” ‘આપના માટે એક જ માર્ગ છે. આપ આ સ્થળ છોડી દો; ઉત્તરના છેડે છેક હિમાલયમાં પહોંચી જાઓ !” ‘મને ત્યાં વિષ્ણુદર્શન થશે ?” ‘અવશ્ય. ‘તો હું અત્યારે જ વિદાય લઉં.’ ને રાજા મુચકુંદ ગુફાનો ત્યાગ કરીને ચાલતો થયો. જે એક કાંકરે બે પક્ષી મારે એનું નામ જ શ્રીકૃષ્ણ ! આવી રીતે મથુરા-દ્વારિકાનો માર્ગ નિર્ભય બન્યો. સાર્થવાહે પોતાની વાર્તા પૂરી કરી. આખી રાત એ માર્ગે પ્રવાસીઓ આવતા-જતા રહ્યા હતા. 182 D પ્રેમાવતાર કાંટે કાંટો કાઢો 183
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy