SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ લુચ્ચો, વિશેષ કુનેહબાજ , લોકોને લડાવી મારવામાં વધુ કુશળ એ રાજનો સર્વશ્રેષ્ઠ પુરુષ ! એ જ માન-પાન પામવાનો પહેલો અધિકારી ! પ્રપંચ નિપુણતા એ જ સંસાર જીતવાની મોટી કંચી ! રાજ્ય અને સમાજ બંને આવી કુટિલ ને પ્રપંચી વ્યક્તિઓથી સંચાલિત થઈ એક પ્રપંચજાળ જેવાં બની ગયાં છે. ત્યાં નિખાલસતા એ દુર્ગુણ લેખાય, નિર્દશતા એ નિર્માલ્યતા લેખાય, નિરભિમાનીપણું એ નાલાયકી ગણાય ! અરે, સંસારના આ પોલા ગોળામાં કેટકેટલો દંભ, કેટકેટલો અનાચાર ને કેટકેટલી વ્યર્થ મારામારી ભરી દીધી છે ! અને તે પણ માનવીએ પોતાને સગે હાથે ! ચિતારાની ચિત્ત સૃષ્ટિમાં આજ નવા વિચાર-સૂર્યનો ઉદય થઈ રહ્યો હતો. એકાએક એની નજર એક સુંદર રૂપેરી માછલી પર સ્થિર થઈ ગઈ. કેવી ચપળ, કેવી ૨મતિયાળ, કેવી રઢિયાળી ! અરે, સંસારમાં માત્ર સુખ જ છે, શાન્તિ જ છે, એમ માનતી-મનાવતી આ માછલી પોતાની નાનીશી પૂંછડી હલાવતી ફરી રહી હતી ! ડૂબતા સૂર્યનાં કિરણો પાણીની સપાટીને વીંધીને એને રંગી રહ્યાં હતાં. જેમ જેમ પ્રકાશ ઝાંખો પડતો જતો હતો, એમ એમ માછલીઓનાં ટોળાં જળના ઊંડાણને ભેદી બહાર આવી રહ્યાં હતાં. અચાનક એક ખૂણેથી કોઈ જરા મોટી માછલી ધસી આવી, ને જોતજોતામાં પેલી નાની રમતિયાળ ગેલ કરતી માછલીને ગળી ગઈ ! અરરર ! ચિતારાના મુખમાંથી અરેકારો નીકળી ગયો. રે દુષ્ટ ! આવી સુંદર માછલીને ખાતાં તારું દિલ કેમ ચાલ્યું ? ચિતારાએ જોયું કે એ દુષ્ટ માછલી ચૂપચાપ પેલા ટોળામાં ભળી ગઈ હતી, ને જાણે કંઈ જ બન્યું ન હોય તેમ સહુ પાછાં ગેલે ચઢ્યાં હતાં. સુંદર માછલીના નાશની જાણે કોઈને વેદના નહોતી, જાણે કોઈને રોષ નહોતો, એમ દુષ્ટ માછલી સાથે સહુ રમતાં હતાં. ૨, નિર્દય માછલીઓ ! શા માટે તમારા ટોળામાંની એક નિર્દોષ માછલીને ખાનાર દુષ્ટ ખૂની સાથે આનંદથી ખેલી રહ્યાં છો ? કરી દો એનો બહિષ્કાર ! પણ પેલી નિર્દોષ હત્યા સાથે જાણે આ માછલીઓને કંઈ જ નિસ્બત નહોતી ! સંસારમાં તો એમ ચાલ્યા જ કરે , એમ જાણે એ કહેતી હતી અને બધું ભૂલીને હત્યારી માછલી સાથે ગેલ કરતી ઘૂમી રહી હતી. ચિતારો મનોમન પ્રશ્ન કરી રહ્યો : અરે, એક નિર્દોષ માછલીને આ રીતે હડપ કરી જવાનો એ માછલીને હક્ક શો ? એકના જીવનને નષ્ટ કરવાનો બીજા જીવને અધિકાર કયો ? શા માટે બીજી માછલીઓ એની સામે બળવો બગાવી એ હત્યારી માછલીને હાંકી કાઢતી નથી ? પણ આ પ્રશ્નનો ગંભીર રીતે વિચાર કરે એ પહેલાં તો તળાવના ઊંડા 64 D પ્રેમનું મંદિર તળિયેથી ધસી આવેલી કોઈ બીજી મોટી માછલી પેલી દુષ્ટ માછલીને હડપ કરી ગઈ. ઠીક થયું ! સિતારાના મોં પર જરા મલકાટ આવ્યો. ખૂની માછલીને એ જ સજા થવી ઘટતી હતી. ગુનેગારને ગુનાની સજા થવી જ ઘટે ! ચિતારાને પેલી ખૂની માછલીને ગળી રહેલી માછલી તરફ ભાવ ઊપજ્યો. એના વીરત્વને ધન્યવાદના બે શબ્દોથી વધાવવાનું દિલ થઈ આવ્યું. અરે, જો આમ ગુનેગારને શિક્ષા મળતી રહે તો જ સંસારમાં શાન્તિ ને વ્યવસ્થા સચવાઈ રહે. સુર્યનાં સોનેરી કિરણો અદૃશ્ય થઈ ચૂક્યાં હતાં, ને આકાશસુંદરી આસમાની રંગની ઓઢણી ઓઢી રહી હતી. નાનકડી ત્રીજની ચંદ્રરેખા પાણીમાં પડછાયા પાડી રહી હતી. ચિતારાને મન વહાલી બનેલી પેલી માછલી પાણીમાં ગેલ કરી રહી હતી. પેલું માછલીઓનું ટોળું તો, જેમ પહેલી માછલી સાથે રમતું હતું એમ, આ બીજીની સાથે પણ ખેલવા લાગ્યું. એમને જાણે હર્ષ પણ નહોતો, વિષાદ પણ નહોતો. બીજી એક મોટી માછલી ધસી આવી, ઊંડાણમાંથી મત્સ્યનાં ઝુંડ આવી રહ્યાં હતાં. અચાનક બીજી એક મોટી માછલી ધસી આવી, ને પેલા ચિતારાને મન વહાલી બનેલી માછલીને ગળી ગઈ ! અરરર ! પરમ પરાક્રમી, બહાદુર માછલીનો આમ અકાળે નાશ ! એણે તો જુલમીની જડ ઉખેડી નાખવાનું પુણ્યકાર્ય કર્યું હતું ! એની આ દશા ? ચિતારાની ક્રોધાવિષ્ટ આંખો એના તરફ કોપ વરસાવી રહી, અને રાહ જોઈ રહી કે કોઈ બીજી એનાથી જબરી માછલી એ શેતાનની સાન ઠેકાણે આણે ! એ રાહ તરત જ ફળી. બીજી એક મોટાં ભીંગડાંવાળી માછલી ત્યાં ધસી આવી, ને પેલી ખૂની માછલીને, બીજી પાંચ-દસ માછલીઓની સાથે, ઓહિયાં કરી ગઈ. | ચિતારો હસતો હસતો થંભી ગયો. આ નવી આગંતુક માછલીના કાર્યને અભિવંદતો એ વિચારમાં પડી ગયો. અરે, પેલી ખૂની માછલીને ખાધી તે તો જાણે વાજબી હતું, પણ સાથે સાથે આ અન્ય નિર્દોષ માછલીઓનો પણ આહાર કરી લીધો, એ શા માટે ? ઘડીભર આ દવાનો ચિતારો પેલી આગંતુક માછલી માટે સારો અભિપ્રાય થાય તેવાં કારણો મનમાં ઉપજાવી રહ્યો. એક સારો રાજા બીજા દુષ્ટ રાજાને મારે છે, ત્યારે સાથે સાથે અનિવાર્ય રીતે થોડું ઘણું સૈન્ય પણ યુદ્ધમાં હણાય છે ! પણ એ તો શેરડી કપાય, એની ભેગી એરંડી પણ કપાય. પણ આ ઉપમા એને બરાબર ન લાગી. કડી ક્યાંક તૂટતી હતી, વાસ્તવિકતા ક્યાંક ખંડિત થતી હતી, સત્ય ક્યાંક હણાતું હતું એમ એને લાગ્યું. પણ એ વધુ વિચાર કરે ત્યાં તો કિનારાની બખોલમાંથી એક નાનોશો સબળ નિર્બળને ખાય [ 65
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy