SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 10 સબળ નિર્બળને ખાય સધ્યા રક્તરંજિત વાદળોની પાછળ ઊતરી રહી હતી. કૌશાંબીનાં વિશાળ તળાવોમાં કમુદિની ધીરે ધીરે ઊંચું મોં કરી રહી હતી. સારસબેલડીઓ કાંઠે આવીને સ્તબ્ધ ખડી હતી. ઘેર જતાં ગૌધણના ગળાની રણકતી ઘંટડીઓ ને ઘેટાં ચારીને પાછા વળતા ગોવાળની વાંસળીના સૂરો વાતાવરણને સ્વરમાધુરીથી ભરી રહ્યાં હતાં. એ વેળા યામંદિરનો પેલો ચિતારો, ઘાયલ સ્થિતિમાં તળાવની પાળે, વૃક્ષને ટેકે બેઠો બેઠો દૂર આભમાં નજર નોંધી રહ્યો હતો. હાથના અંગૂઠામાંથી ધીરે ધીરે રક્ત ટપકી રહ્યું હતું. મંત્રીરાજે સજા ફરમાવતાં ઘણી મહેર રાખી હતી. માત્ર અંગૂઠાનો અગ્ર ભાગ જ છેદવામાં આવ્યો હતો. છતાં એ શસ્ત્રના જખમ કરતાં હૈયામાં પડેલા જખમની વેદના અસહ્ય હતી, અપરંપાર હતી. આ છેલ્લી જ રાત હતી – કૌશાંબીમાંથી વિદાય લેવાની, નભોમંડળ પર રાત્રિ બિરાજતી હતી. એના હૃદયાકાશમાં પણ કોઈ અંધારી રાત જામી રહી હતી. ને ત્યાં જાણે હવે સૂર્યોદય થવાનો નહોતો ! સંધ્યા જેમ દિશાનો પર અંધારપછેડા લટકાવી રહી હતી, એમ કલાકારનાં દેહ, બુદ્ધિ, મન ને આત્મા - ચારે પર પણ જાણે ભયંકર અંધાર-પછેડો લપેટાઈ રહ્યો હતો. માનવહૃદયનાં બે પડખાંમાં કુદરતે મૂકેલા અમૃતને વિષના બે કુંભમાંથી આજે વિષકુંભમાં ઊભરો આવ્યો હતો. એક તરફ તપ, પવિત્રતા, કૌશલ ને કઠણાઈથી પ્રાપ્ત કરેલી વિદ્યાને આવા વિલાસી જનોના ચરણમાં માત્ર લમીની આશાએ અર્પણ કરીને કરેલા જીવનદ્રોહનો અંતસ્તાપ એને બાળી રહ્યો હતો. બીજી તરફ એના વૃદ્ધ ગુરુના શબ્દો યાદ આવી રહ્યા હતા કે તપ અને સાધનાથી સિદ્ધ કરેલી સરસ્વતીનું માનમર્દન કરીને લક્ષમીના ચરણ-કિંકર બનશો મા ! એમ કરો તેના કરતાં સરસ્વતીને સ્પર્શશો મા ! તમારી વિઘા, તમારી કલા અને તમારી સાધનાને પરાશ્રયી બનાવશો મા ! સતત, જ્યાં કામ-ક્રોધના વાવંટોળ ચઢતા હોય એવાં વિલાસભવનો, શૃંગારભવનો અને રાજ ભવનોમાં બીજની રેખા જેવી તમારી કલાને લઈ જ શો મા ! ચિત્રકારે એક વાર કપાળ કુટું. બીજી ક્ષણે અંતસ્તાપ પર જોર કરીને અપમાનની જોગણી શંખ, ડાકલાં ને ડમરુ સાથે જાગ્રત થઈ ઊઠી ! જાણે કોઈ ભયંકર ચિત્કાર કરીને કહેતું સંભળાયું : “નામર્દ, આટઆટલું અપમાન પામ્યો, લોકની નજ ૨માં દુરાચારી ઠર્યો, તોય તને કંઈ ચાનક ચડતી નથી ? રે પંઢ ! તારા કરતાં તો યુદ્ધ કીડી પણ સોગણી સારી, એ પણ પગ નીચે ચગદનારને મર્યા પહેલાં જરૂર ચટકો ભરે છે ! વેર ! વેર ! પ્રતિશોધ ! નિર્માલ્યતાનો સંગી બનીને શા માટે બેઠો છે ? તારું અસ્તિત્વ નષ્ટ થાય તો ભલે થાય, પણ એ દુષ્ટ રાજાને તો દંડ દે !” ચિતારો વેદનાભરી રીતે પાણીના અતલ ઊંડાણને નીરખી રહ્યો. એક તણખલું પહાડને તોડી પાડવાના મનસૂબા કરે, એક પછી આખો સમુદ્ર પી જવાની આકાંક્ષા કરે એ કેટલું હાસ્યાસ્પદ ! કૌશાંબીના ધણી પાસે કેટલું લાવ- લકર ! કેટલાં નોકરચાકર ! કેટકેટલી શસ્ત્રસામગ્રી ! એની સામે-હાથીના ઝુંડની સામે-યુદ્ર મગતરાની શી વિસાત ! પણ આકાંક્ષાનો પાર કોઈ પામ્યું છે કે આ દુ:ખી ચિતારો પામે ! તળાવનાં ઊંડા આસમાની જળ ગૂંચળાં વળતાં જાણે હામાં હા પુરાવતાં લાગ્યાં, માળા તરફ જતાં પંખીઓ પણ સૂરમાં સૂર પુરાવતાં ભાસ્યાં. હવા પણ જાણે એમાં સંમતિ દર્શાવતી વહેલા લાગી. આથમતા સૂર્યનાં છેલ્લાં કિરણો પણ વિદાય લેતાં એ જ કહી રહ્યાં ભાસ્યાં : ‘કેસરિયા કર, ઓ કમનસીબ ! વેર, વેર, વેર ! ભલે રાજા હો કે છત્રધારી હો, કયા દઢ સંકલ્પીને સિદ્ધિ નથી વરી ?” જળનાં ખૂબ ઊંડાણમાં ઊતરીને ભરાઈ રહેલી માછલીઓ હવે ધીરે ધીરે જળ શીતળ બનતાં ઉપર આવીને રમવા લાગી હતી. સુંદર સ્ત્રીની આંખો જેવી, રૂપેરીસોનેરી માછલીઓ રમતી, ગેલ કરતી ચિત્રકાર બેઠો હતો ત્યાં સુધી આવી પહોંચી. આ સુખી, સ્વતંત્ર, નિâદ્ધ રમતી માછલીઓને ચિતારો નીરખી રહ્યો. બીજે બધે જાણે આગ લાગી હોય એમ લોક આંધળા થઈને દોડ્યું જાય છે; જ્યારે અહીં કેવી શાન્તિ, કેવી સરલતા છે ! અરે, આ સંસારમાં તો સર્વત્ર અશાન્તિ ને અશાન્તિ જ લાગ્યા કરે છે. જાણે માણસ આ પૃથ્વી પર સમાતું નથી, એટલે એકબીજાને ખાઈને જગ્યા કરી રહ્યું છે. માણસના શ્વાસમાંથીય હૃદયના જ્વાલામુખીનો લાવા નીકળે છે. એના સ્પર્શમાં પણ તપાવેલા લોઢાના થંભની આંચ છે. એની જીભમાં પણ મારણ વિષ છે. આ જગતમાં કુટિલતા એ જ સર્વશ્રેષ્ઠતા સર્વોચ્ચ ગુણ-લેખાય છે. જે વધુ સબળ નિર્બળને ખાય D 63
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy