SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ કર્યો અને છેવટે એક અંધારી રાતે, દ્વેષ-દાવાનલમાં જ લી રહેલી એ તુચ્છ દાસીએ મંથરા ને કે કેરીનું નાટક ભજવવાનો નિર્ધાર કર્યો ! ભલા ને હરખઘેલાં મૂલા શેઠાણી સંસારના દાવપેચથી અજાણ હતાં. સંતાન નહોતું, એટલે એ તરફ સ્વાભાવિક આકર્ષણ રહેતું, છતાં ચંદના ઘરમાં આવ્યા પછી મને કંઈક શાન્ત થયું હતું. એક દહાડાની વાત છે : અચાનક સ્નાનગૃહમાંથી સ્નાન કરીને આવતી ચંદના લીસી ભૂમિ પર લપસી પડી. એણે શરીરે એક જ ઉત્તરીય વીત્યું હતું ને એનાં સુંદર ગાત્રો તરતના સ્નાનની સ્નિગ્ધતાથી ચમકી રહ્યાં હતાં. લાંબો છૂટો કેશકલાપ પગની પાની સુધી આવી વીખરાયેલો પડ્યો હતો. એક ચીસ નાખીને ચંદના બેહોશ બની ગઈ. એના માથામાંથી લોહી ફૂટીને એના કેશને ભીંજવી રહ્યું. આજુ બાજુ કોઈ નહોતું. એક માત્ર ભરવી થોડે દૂર કામ કરતી હતી. એણે ચંદનાને પડતી જોઈ, પણ તરત જ જાણે કંઈ ન જાણતી હોય તેમ આડું જોઈને કામ કરવા લાગી : “રાંડ, એ જ લાગની છે, મરી જાય તો મારી આંખનું કણું જાય !” એ મનમાં બબડી. ધનાવહ શેઠ બહાર ગયા હતા, ને મૂલા શેઠાણી પાડોશણને ત્યાં બેસી વાતે ચડ્યાં હતાં. પડોશણો મશ્કરીમાં કહેતી હતી : “શેઠાણી, તમે તો વગર સુવાવડેવગર સૂંઠ ખાધે-દીકરી જણી ને તેય અપ્સરા જેવી ! શાસ્ત્રીજી કહેતા હતા કે સ્વર્ગમાં દેવ-દેવીને કંઈ માતાના ઉદરમાં ગર્ભમાં રહેવું પડતું નથી. જેવો કોઈ પુણ્યશાળી જીવ અહીંથી સ્વર્ગમાં ગયો કે ત્યાંના દેવી પલંગમાંથી જ આળસ મરડીને સીધો ઊભો થાય. ન એમને બાલ્યાવસ્થા નડે, ન વૃદ્ધાવસ્થા દમે ! જન્મે ત્યારે જુવાન, અને મરે ત્યારે પણ નવજુવાન !'' “મારી ચંદના પણ પૃથ્વી પર ભૂલી પડેલી અપ્સરા જ છે ને ?" મૂલા શેઠાણી બોલ્યાં. જોઈ તારી ચંદના !” એક વૃદ્ધ ડોશીમા તાડૂકી ઊઠ્યાં, નીચ જાતને માથે ચઢાવવી સારી નહિ. ગુલામ એ આખરે ગુલામ ! એનામાં ખાનદાની હોય ક્યાંથી ?” મારી ચંદનાને જુઓ તો તમે ખાનદાની ને ઊંચનીચની વાત ભૂલી જાઓ બેન, ગુલામ શું ને શેઠ શું ? માણસ તો ન ઊંચ છે, ને નીચ છે. એ તો સ્થિતિ સંજોગ પ્રમાણે સારો-નરસો થાય છે.'' - “અરે એ વાતોડિયણ ! તારી વાતો પૂરી થશે કે નહિ ?” તાજા જ ઘરમાં આવેલા ધનાવહ શેઠે ચંદનાને બેભાન પડેલી જોઈને બૂમ પાડી. મૂલા શેઠાણીએ સાદ તો સાંભળ્યો, પણ શેઠની રોજની આદત સમજી એ બેસી રહ્યાં. “તમારે તો બાઈ, ઘરડે ઘડપણે જુવાની આવી છે !” પડોશણે મીઠી મશ્કરી 14 D પ્રેમનું મંદિર કરી, “ઘરમાં આવ્યા કે શેઠથી શેઠાણીને જોયા વિના ઘડીભર એકલા રહેવાતું નથી !!” એ તો એવા જ છે ! ઘરમાં મને ન જુએ કે બૂમાબૂમ કરી મૂકે – જાણે કાલે જ પરણી ન ઊતર્યા હોઈએ ! બેન, કોઈ વાર શરમાવા જેવું કરે છે એ." શેઠાણીએ મનમાં હરખાવા છતાં શરમાતાં હોય તેવા ડોળ કરતાં કહ્યું. શેઠાણી સ્વાધીનપતિકા છે. આવું સુખ તો દેવ-દેવી પણ...” સામેથી એકદમ ભૈરવી દોડતી આવી: “બા, શેઠ ખૂબ નાખુશ થયા છે; જલદી ચાલો.” એ તો નાના છોકરા જેવા છે. ઘડીમાં રાજી, ઘડીમાં કરાજી !” ના, ના, બા ! આ તો ચંદના સ્નાનગૃહમાંથી આવતી હતી તે લપસીને પડી ગઈ છે. કોણ જાણે એને શું થયું છે કે બોલ્યા-ચાલ્યા વગર પડી રહી છે. શેઠજીએ પોતે ઉપાડીને એને પથારીમાં સુવાડી છે ને તમને બોલાવે છે.” “શું ચંદના બેભાન પડી છે ? હાય બાપ ! લે, આ આવી." મૂલા શેઠાણી ઊઠીને ઉતાવળાં ઘર તરફ ધસ્યાં. ચંદનાનું નામ આવ્યું કે શેઠાણી ગાંડાં !'' પડોશણે ટકોર કરી. એ છોકરીએ તો ભૂરકી નાખી લાગે છે. નખોદનું ઘર છે !” ભૈરવી કપાળે હાથ પછાડી પાછળ ચાલી. ચંદના ધીરે ધીરે શુદ્ધિમાં આવી રહી હતી. શેઠે પોતે એના માથે પાટો બાંધ્યો હતો ને પાસે બેસીને પંખો નાખી રહ્યા હતા. યૌવન અવસ્થાનું આગમન સૂચવતાં એનાં અર્ધખુલ્લાં અંગો ભલભલાની નજરને બાંધી લે તેવાં હતાં. શેઠાણીને જોતાં જ શેઠ તાડૂક્યા : “તમને બૈરાંને તો દિલમાં દયા જ નહિ ! આ છોકરી મરવા પડી છે ને પોતે...” - “ખોટા ચિડાશો મા ! કોને ખબર પડી કે છોકરીને આમ થયું છે ! મૂઆ નોકરચાકર પણ સ્નાનગૃહ સાફસૂફ નથી રાખતાં ને ! લીલ-શેવાળ કેવી થઈ જાય છે ! હાય રે મારી લાડલી બેટી !'' ‘બા, એ લાડલીને મેં ઘણી વાર કહ્યું કે નીચું જોઈને ચાલજે , પણ માને તો ને !” ભૈરવીએ ચંદનાની બેશુદ્ધિનો લાભ લઈ કહ્યું, “ભારે રોફ ! બા, આંખો જાણે ઑડે આવી ! હું પૂછું છું કે શું જુવાની એને એકલીને જ આવી હશે ?” ભૈરવીની વાતોમાં છૂપો વ્યંગ હતો, પણ એ કોઈને ખૂંચ્યો નહિ. મૂલા શેઠાણી ચંદનાની સેવામાં લાગી ગયાં, છતાં શેઠ તો એની પથારી પાસેથી ખસ્યા જ નહિ ! મૂલા શેઠાણી ચંદનાની ખૂબ સારવાર કરતાં, પણ આ વખતે ચંદનાની બધી સુશ્રુષા શેઠે પોતે ઉપાડી લીધી. મૂલા શેઠાણી 15
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy