SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ એક શસ્ત્ર, મોટાં મોટાં રાજ્યો અમારા જેવી મીઠી છૂરીઓને અવસરે ઉપયોગમાં લેવા સાચવી રાખે છે.' | ‘મને સ્પષ્ટ કહે, સુનયના ! સંસાર બિહામણો લાગે છે. પળભર તો એમ થાય છે કે આ ધરતી હવે ઊભી રહેવા જેવી નથી રહી.' ‘એમ મુંઝાયે ન ચાલે, તો તો પૃથ્વી નરક બની જશે. મારી કથા સાંભળો, કુમાર ! આ રાજાઓ પોતાના દેશની એક ખૂબ જ લાવણ્યવતી છોકરીને પસંદ કરે. છે. પછી એને નાનપણથી ખોરાક સાથે વિષ ખવરાવવું શરૂ કરે છે. ધીરે ધીરે એ કન્યા વિષકન્યા બની જાય છે, અને વિષ ખાનારી કન્યાનું રૂપ ખૂબ ભભકભર્યું બની રહે છે. પછી એને કામકળાની, વસ્ત્રકળાની, વિલેપન કળાની તાલીમ અપાય છે. અંગને ખીલવવા માટેની તરકીબો એને શીખવાય છે. ને તૈયાર થયે હરીફ શત્રુને હણવા માટે એનો છૂપા શસ્ત્ર તરીકે ઉપયોગ થાય છે. અમારી સાથે સેજ માં સૂતેલો ફરી જીવતો બેઠો થતો જ નથી !' - “આહ નારી ! આ હું શું સાંભળું છું ? મને આ રાજપાટમાં, આ રાજ કુળોમાં ભારે અકારી બદબો આવે છે. અહીંથી નાસી જાઉં એમ થયા કરે છે.' ‘નાસી જવાથી નરકનો ઉદ્ધાર નહિ કરી શકાય. કાલક ! સંસારને સુવાસ આપી શકે, તો તું આપી શકે તેમ છે. તારા જેવા જિતેન્દ્રિય પુરુષને હું આજ પહેલી વાર નીરખું છું. બિચારા બીજા તો મારી સાથે એકાંતમાં બે વેણ બોલવા જેટલી વાતચીત પણ સ્વસ્થ રીતે કરી નથી શકતા. તેઓ મને ચૂંથી નાખવા દોડે છે, અને હું એમને ભેટી નખતથી મરણને શરણ કરું છું. મારા નખક્ષત એટલે કાળી નાગણનું ઝેર !” ‘પેલો સર્પ શું તને ડસ્યો ન હતો ?” કાલકે પોતાની શંકાનો ખુલાસો પૂછ્યો : “અને તું આપઘાત કરવા શા માટે પ્રેરાઈ હતી ?” ‘બધુંય છળ. મારા સૌંદર્યની પાછળ તને પાગલ બનાવવાનો એ પણ એક વધુ પ્રયાસ હતો. મેં જોયું કે તું આટઆટલી રીતે પણ પલળતો નથી, એટલે તારા અંતરમાં દયાભર્યું વલણ ઊભું કરવા અને મારા દેહનો સ્પર્શ કરાવવા મેં આ નાટક કર્યું. પણ મારું નાટક તારી પાસે નિષ્ફળ ગયું. તે દેહથી સ્પર્શ તો કર્યો, પણ મનથી અસ્પૃશ્ય જ રહ્યો. એક રૂંવાડામાંય તારો કામ ન જાગ્યો. એ વખતે મારું મન પલટાઈ ગયું; મારા મનમાં તારા માટે માન જાગ્યું.' ‘પણ પેલા સાપની વાતનું શું ?* ‘વિષકન્યાને સાપ ન કરડે. કરડે તો એ સાપનું જ મોત થાય. આ સાપ મેં મારી 150 | લોખંડી ખાખનાં ફૂલ પાસે રાખ્યો હતો. શત્રુ રાજાઓના ઘાત વખતે જલક્રીડામાં હું મારા વક્ષ:સ્થળ પર એને કરડાવું છું. રાજાઓ એ ચૂસવા પ્રેરાય અને ત્યાં જ ખતમ થાય, પણ ગમે તેમ, તારા સંયમની શરમ મને અડી. મેં આંગળીએ એને કરડાવ્યો, પણ એ સાપ એનું મોત પિછાણી ગયો. ઝાવું નાખ્યું પણ કરડ્યો નહિ ! મને કરડવામાં એનું મોત હતું.’ ‘સુનયના ! ઓ વિલાસી રાજાઓનો મોક્ષ કરનારી નારી! તું અંબુજાનો પત્ર લાવી હતી, એ પણ શું છળ જ હતું ?' | ‘બધુંય છળ ! જેણે સોગઠાં જ ખોટાં રાખ્યાં હોય, એનો એક પણ દાવ સાચો ન સમજવો. એ બધી મારી અને દર્પણની બનાવટ.’ ‘સુનયના ! આજ મારા ગુરુની ત્યાગ અને સંયમ વિશેની વાણી હું સ્પષ્ટ રીતે ફળતી જોઉં છું : સંયમ એ જ જીવન છે, લાલસા એ જ મોત છે.” | ‘અવશ્ય. એ વાતની હું સાક્ષી છું. રાજ કુમાર ! મને શિષ્યા બનાવ. જગતના ચોકમાં ખડી કર. હું લાલસાના અવગુણ ગાઈશ; ત્યાગનો મહિમા સમજાવીશ. ભોગ અને રોગ, પ્રેમ અને જીવન, સ્વાર્થ અને મૃત્યુ એ બધાંનો મર્મ આ જગત સમક્ષ સ્પષ્ટ કરીશ. જગતની જે નગ્નતા મેં મારા અનુભવોમાં નીરખી છે, એવી કોઈએ નીરખી નહિ હોય.” | સુનયના ! તારા આત્મા પર મને સખ્યભાવ જાગ્યો છે. વિશ્વના ઉદ્ધાર માટે મારે જવું છે, ભિષગ બનીને જવું છે. મને મદદ કર !' આજ થી તારી સાથે છું. તારી જીવનસુધાએ મને* વિષકન્યા ફિટાવી અમૃતકન્યા બનાવી છે. મોતનો મને ડર નથી. હરપળે વગર મોતે મરી રહી છું. તું મને જીવનનું અમૃત પિવડાવ !' * આધુનિક ઝેરી ગેસ અને અણુબૉમ્બ આદિ પ્રયોગ ભારતીય મનીષીઓનાં રૂપાંતર છે. તાંત્રિક ગ્રંથોમાં આ વિષયની પ્રચુર સામગ્રી પડેલી છે. ઔરંગઝેબે બીકાનેર નરેશ જ શવંતસિંહને ઝેરી પોશાક ભેટ આપી મોતને ઘાટ ઉતાર્યો. એ ઇતિહાસપ્રસિદ્ધ ઘટના છે, યુનાની ઋષિ ડરબન ને તત્કાલીન રાજાની પણ આવી ઘટના છે, એમાં પુસ્તકનાં પાનાં પર ઝેર હતું. કથાસરિત્સાગરમાં કથા છે કે વારાણસીના રાજા બ્રહ્મદત્ત પર વત્સદેશનો રાજા ચઢાઈ કરે છે ત્યારે વારાણસીનો મંત્રી માર્ગમાં આવતાં વૃક્ષો, લતાઓ, ફૂલો, ઘાસ અને જળ આદિ બધું વિષમિશ્રિત કરે છે તેમજ વિષકન્યાઓને મોકલે છે. વત્સદેશનો મંત્રી યોગંધરાયણ એનો પ્રતિકાર છે . વિશાખદત્તરચિત મુદ્રારાક્ષસમાં વિષકન્યાનો ઉલ્લેખ છે. ચાણક્ય પોતે ચંદ્રગુપ્ત દ્વારા વિષ કન્યા મોકલી પર્વતેશ્વર મલયકેતુનો નાશ કર્યો હતો. મથુરાપતિ કંસે શ્રીકૃષ્ણને મારવા મોકલેલી પૂતના પણ આવી વિષન્યા હતી. સુનયનાનું અર્પણ I 151
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy