SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પુરુષાતનહીન રાજાઓની નામાવલિ મારી પાસે છે; રાજાઓ પશુ કરતાં નિર્માલ્ય જીવન જીવે છે. ને દર વર્ષે તેઓ નવી રાણી લાવે છે. એ શા માટે તે સમજે છે ?” ઓહ ! શક્તિમંતોએ જ સંસારને કેવો દુર્ગધમય બનાવી મૂક્યો છે ?” ‘દુર્ગધની શું વાત કહું ? મઘમાંસની તો સીમા જ રહી નથી. નીતિઅનીતિમાં તો કોઈ કશો ભેદ જ નથી સમજતા. એ દુર્ગધમય રાજકીય જીવનનું એક પ્યાદું હું પણ છું.' સુનયનાએ પોતાની વાત કરવા માંડી. ‘રાજકીય જીવનનું તું પ્યાદું ?” કાલકને આશ્ચર્યના આઘાત લાગતા હતા. ‘મને વિચારવાનું આ પયંત્ર ? શા માટે ? મેં કોઈનું ભૂંડું કર્યું નથી.’ કાલકે સ્પષ્ટતા કરી. વ્યર્થ પ્રયત્ન ન કર.રોગીને દરદ સતાવે. મને રોગ નથી. તારા દેહને હું ગમે તેવી દશામાં જોઈ શકું છું. હું મોટા મોટા ગુરુઓનો શિષ્ય છું.” સાચું છે. વિદ્યા તે ઊજળી કરી. વિદ્યાવાનની અશક્તિ પણ હું જાણું છું. સંસારના શીલ અને સદાચારનાં મૂળ જોવાં હોય તો કોઈ મારા જેવી રસિક રૂપસુંદર નારીને મળવું. જ્યાં તું પંકજ ખીલેલાં માનતો હઈશ, ત્યાં માત્ર પંક જોવા મળશે. જીવનમાં હું એક જ એવો પુરુષ મળ્યો, જેણે મારા ચિત્તનું વિષ હણી નાખ્યું અને તને હણવા જતાં હું પોતે જ નિર્વિષ થઈ ગઈ !' ‘આટલી બધી આત્મનિંદા ન કરીશ, સુનયના ! સંસારમાં ભરતી-ઓટ આવ્યાં જ કરે છે.' કાલકે સુંદરીને શાંત પાડતાં કહ્યું. સુંદરીના જાગેલા આત્માને એ પરખી ગયો હતો. કાલક ! તું દેવ છે, મનુષ્ય નથી. મારે મારી જાત ખુલ્લી કરીને પાપનું પ્રાયશ્ચિત્ત કરવું જ જોઈએ.’ પ્રાયશ્ચિત્ત તો મનની વસ્તુ છે. એ માટે જાતને ખોલવાની કે મુખને બોલવાની જરૂર નથી.” આજ બોલ્યા વગર નહિ રહેવાય. કાલક ! વિષકન્યાં છું. વિષકન્યા !' ‘વિષકન્યા ? કાલકથી ચીસ પડાઈ ગઈ. ‘જીવતું મોત ? તને અંબુજાએ મોકલી ?' ‘હું વિષકન્યા છું. મને અંબુજાએ મોકલી નથી.” સુનયના બોલી. શું કહે છે ? રે સુંદરી ! મારી પાસે જૂઠું બોલવાનો કંઈ અર્થ ?” અંબુજા તો દર્પણની ભોગ્યા છે.” સુનયના બોલી. એના શબ્દ શબ્દ ધરતીકંપના આંચકા આવતા હતા. ‘બહેન ભાર્યા ?” કાલકે પૂછયું. “કાલક ! રાજાઓનું આંતર જીવન મેલું તો હોય જ છે; તેમાં આ વામાચારી અને અનાચારી ગુરુઓએ મંત્રતંત્રને નામે, વશીકરણ અને વાજિ કરણને નામે, સિદ્ધિઓને નામે તેઓને પશુ બનાવી નાખ્યા છે ! એમની વશીકરણ વિદ્યાએ સ્ત્રીપુરુષનાં યુગલોને ખંડિત કર્યા છે. વશીકરણે ઊગતી કળીઓને છુંદી છે. મંત્ર-તંત્રે રાજાઓને મત્ત બનાવ્યા છે.” સુનયના વાત કરતાં થોભી, કાલક રાજાનો પુત્ર હતો, છતાં આ બધી વિગતો આજ પહેલી વાર જાણતો હતો. “સંસારમાં જે કોઈનું ભૂંડું કરી શકતો નથી, એનું જ ભૂંડું થાય છે ! સાપના દાંતમાં ઝેર હોય તો સાપથી સહુ ડરે, એમ માણસના દાંતમાં પણ ઝેર હોય તો જ એ સલામત.” ‘એવી વાત ન કર, સુંદરી ! મને ભલાઈ પર શ્રદ્ધા છે, આચાર પર ભરોસો છે. જગત એક દહાડો થાકી-હારીને પણ એ માર્ગે આવશે; જરૂર આવશે.' આજે તો હું આવું છું. જગતને સૂઝે તે કરે. કાલક ! તારી ભલાઈ જગતને ભારરૂપ થઈ પડી. રાજ કુમારોની પાનગોષ્ઠિઓમાં અને રાજાઓની વિહારલીલાઓમાં તારી પ્રશંસા થવા લાગી. દર્પણ જેવા દર્પણની શક્તિની કોઈ પ્રશંસા કરતું નથી, અને તારાં સહુ મુક્ત કંઠે વખાણ કરે છે.' મેં પ્રશંસાને યોગ્ય કોઈ કાર્ય તો કર્યું નથી.” કાલકે કહ્યું. ‘ફૂલને પોતાનામાં રહેલી સુવાસની ખબર ન પડે. કસ્તૂરીમૃગ નાભિમાં કસ્તુરી પડી હોય, છતાં કસ્તુરીની સુગંધ માટે અન્ય સ્થળે શોધાશોધ કરે છે, તારું પણ એવું જ છે. એક વાર રાજમંડળીમાં તારાં વખાણ થતાં દર્પણે કહ્યું, ‘એ તો બધી મોઢાની વાતો. ખાતરી કરવી હોય તો કરી બતાવું. એ તો મનગમતી નારી ન મળે, એટલે નર બ્રહ્મચારી રહે.’ અને દર્પણ મને આ કામ સોંપ્યું, સુનયનાએ ખુલાસાથી વાત કરવા માંડી. ‘પણ તેથી શું થયું ?” ‘હું વિષકન્યા છું, માણસનું જીવતું મોત !' ‘વિષકન્યા એટલે શું, તે હું સમજતો નથી.’ ‘રાજ શેતરંજની એક સોગઠી.... શત્રુને મીઠી અને મોહક રીતે કતલ કરવાનું સુનયનાનું અર્પણ I 149. 148 D લોખંડી ખાખનાં ફૂલ
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy