SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સુનયના ! તું અને અંબુજા મારે માટે ભગિની સરસ્વતીનાં બીજાં બે રૂપ બનો છો. મારા ઉપદેશની સચોટતા તારા દૃષ્ટાંતથી સિદ્ધ થશે. ભોગમાં મૃત્યુ બેઠું છે, ત્યાગમાં જીવન છે, એ વાત તને બતાવીને હું બીજાને પ્રત્યક્ષ દૃષ્ટાંતથી સમજાવી શકીશ.” ‘કાલક ! હું તારા ત્યાગ પર ન્યોછાવર છું. તને ગમે તે રીતે મારો ઉપયોગ 20 નારીનો અર્પણભાવ અદ્ભુત હતો. ચંદ્રની ચાંદની જેટલો એ શુભ્ર અને નિર્મળ પણ હતો. સુનયના ગાઈ રહી, નહિ જીવું કેસરિયા લાલ, કાંટો ઝેરી છે !' એ રાતને પ્રભાત ન હોત તો - પૂર્ણિમાનો ચંદ્ર નૌકા પર આખી રાત પોતાની ચાંદનીની બિછાત કરતો રહ્યો. બપૈયો આખી રાત બોલતો રહ્યો. સરિતા તીર પર ફરતી અભિસારિકાઓનાં ઝાંઝર સતત રણઝણતાં રહ્યાં અને રસિયાઓની બંસીના સૂરો સર્વત્ર વહેતા રહ્યા. નદીએ પણ આખી રાત ગાયા જ કર્યું. શું સુંદર રાત્રિ અને શું સુંદર અભિસાર ! પાસેના ખંડમાંથી યવનદાસીઓ આખી રાત ડોકિયું કરતી રહી, પણ તેઓને કંઈ જાણવા ન મળ્યું. સંતુષ્ટ પ્રેમીઓની જેમ વાતો કરતાં કરતાં થોડીવારે બંને જણાં જંપી ગયાં, આખી રાત બેમાંથી કોઈ કંઈ બોલ્યું કે ચાલ્યું નહિ. ફક્ત સૂતેલી સુંદરી ઘણી વાર પાસાં ફેરવતી ત્યારે કંકણનો રવ સંભળાતો. સુંદરી કોઈ મધુર સ્વપ્ન માણી રહી હોય તેમ લાગતું હતું.. નવરી બેઠેલી અને ધીરે ધીરે ઝોકે ચઢેલી યવનીઓ એ ઝણકાર સાંભળી જાગી જતી અને વળી પાછી ઝોક જતી. મોટાભાગની રાજ સંસ્થાઓનું આંતરજીવન પશુસંસ્થા જેવું બની ગયું હતું. પોતાની પત્નીને લઈને કોઈ રાજવી કે કોઈ રાજકુમાર અહીં વિહાર કરવા આવ્યો હોય તેવું બન્યું નહોતું. કોઈ એક રાત માટે અભિસારિકાઓને લઈને આવતો; કોઈ ચાર દિવસ માટે અહીં વિખ્યાત નર્તકીને લઈને આવતો; કોઈ અપહૃત અસહાય બનીને ત્યાં આવતી; તો કોઈ નિરાધાર સુંદરી યજ્ઞના પશુની જેમ અહીં આવીને વિલાસના યજ્ઞમાં હોમાઈ જતી ! નૂપુરના ઝણકાર સાંભળીને આવતી યવનીઓએ જોયું કે સુંદરી સુતી હતી, એનું ઉત્તરીય ખસી ગયું હતું : અને કમળના દડા જેવા છાતીના ભાગ પર ચંદાની ચાંદની પોતાની સુધા ઢાળી રહી હતી. પુરુષ સ્વસ્થતાથી ઊંઘતો હતો. 152 | લોખંડી ખાખનાં ફૂલ
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy