SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આ બે દિવસોમાં જેટલું હર્યા-ફર્યા એટલું આપણા બાપનું છે.' અંબુજાએ સરસ્વતી પાસે જઈને કહ્યું, ‘આ મારી જીભ જરા આખાબોલી ને કડવાબોલી છે. એના વતી માફી માગું, બહેન ?' ના બહેન ! એમાં માફી કેવી ?* સરસ્વતીનો રોષ ઊતરી ગયો. મારો ભાઈ દર્પણ કહેતો હતો કે સરસ્વતી તો ચંદનની ડાળી જેવી છે. ગરમ પવન પણ એનાથી ન સહેવાય માટે સંભાળ રાખજે .” અંબુજાએ પોતાના ભાઈ દર્પણની સરસ્વતી તરફની લાગણી પ્રગટ કરી અને વધારામાં કહ્યું : - “મારો ભાઈ ગર્દભી વિદ્યાનો પ્રયોગ કરે ત્યારે તને દૂર રાખવાની પણ મને સૂચના આપી છે.” અંબુજા બોલતી બંધ થઈ. ગમે તેમ પણે સરસ્વતીને આ વાતો ન ગમી, એમાં એને પોતાની જાતનું અપમાન લાગ્યું. એ બોલી, ‘મને એવી સુંવાળી સૂંઠની ન સમજીશ. ક્ષત્રિય કન્યા છું. ધનુર્વિદ્યામાં ભાઈ કાલક પંકાયેલ છે, પણ તેનાથી હું કોઈ રીતે ઓછી ઊતરું એવી નથી. બાકી પુરુષનું બળ હાથમાં દેખાય અને સ્ત્રીનું મૂળ હૈયામાં પરખાય !” ‘પાછી વિવાદની વાત ખડી કરી ? હું તો પુરુષ અને સ્ત્રીનો ભેદ જ સમજતી નથી. જે પુરુષ કરી શકે તે સ્ત્રી કરી શકે, સ્ત્રી જે કરી શકે તે પુરુષ કરી શકે,' અંબુજા બોલી. ‘સ્ત્રી કરી શકે તે પુરુષ કરી શકશે ?' સરસ્વતીએ પ્રશ્ન કર્યો. ચર્ચા ઘણી લાંબી થઈ જાય તેમ હતું. કાલકે વચ્ચે પડતાં કહ્યું. અરે ! તમે બેથી તો થાક્યો. એક પળ પણ શાંત નહિ રહેવાનાં ? કેવી સુંદર વસંત છે ! કેવું રૂપાળું ઝરણ છે ! કોકિલ ગાય છે. મલયાનિલ વાય છે. દૂર દૂરથી ગોપલોકોની બંસીના સૂર આવે છે. કેવી મધુરી કુદરત છે ! મજા માણો ને ! જો કે હું જાણું છું કે બધું મન પર નિર્ભર છે. તમારે ફરવું ન હોય તો હવે સ્નાન કરીને સ્વસ્થ થાઓ.' ‘આટલી ગરમી પછી સ્નાન ઠીક પડશે. આશ્રમવાસના છેલ્લા દિવસોમાં પણ આપણે ચર્ચાથી દૂર નથી રહી શકતાં તે અજબ જેવું છે.' અંબુજા બોલી, અને એ પોતાના કેશ છોડીને સંમાર્જન કરવા બેઠી. સરિતાના સ્વચ્છ જળની સપાટી અરીસાનું કામ કરી રહી. સરસ્વતીએ પણ પોતાનો સુદીર્ઘ કેશપાશ છોડ્યો. પાસેથી ઇંગુદીરસ લાવી, એના કેશને એ સ્નિગ્ધ કરી રહી, કાળા નાગના વર્ણને ઝાંખો પાડે એવી એ કેશાવલિ હતી. 24 D લોખંડી ખાખનાં ફૂલ અંબુજાના કેશ સુવર્ણવર્યા હતા ને ઘૂંઘરિયાળા હતા. એણે વાંકડિયા વાળને છોડીને જરા તડકે સૂકવ્યા, પણ ત્યાં તો વાળ વધુ ઘૂમરી લઈ ગયા. અંબુજા વધુ ને વધુ ઇંગુદીરસ લગાડી કેશને સંમાર્જી રહી, પણ આડા સ્વભાવના માણસની જે મ એ આડા ફાટવા લાગ્યા, કર્મ બંધાય જ નહિ ! ‘હાશ, હું તો આ અવળચંડા કેશથી થાકી !' અંબુજા ચિડાતી બોલી. જેવી તું એવા તારા કેશ. તારા કેશને દર્પણ રોજ સંમાર્જિત કરતો. આજે એની ગેરહાજરી છે. એને બદલે તું કાલકને વિનંતી કર, જો કંઈ મદદ કરે તો.” સરસ્વતીએ સ્વાભાવિક રીતે કહ્યું . ‘કાલકને અમે ક્યાં ગમીએ છીએ ? એ કંઈ અમને મદદ કરે ખરો ?* અંબુજા બોલી. એના શબ્દોમાં ગમે તેવા જુવાનને વીંધનારો ટોણો હતો. ‘વળી તારી જીભ સખણી ન રહી. મારો ભાઈ તો દેવતાનો અવતાર છે.” સરસ્વતી બોલી. તે અમે ક્યાં દેવીનો અવતાર નથી ? શું ખામી છે અમારામાં, એ બતાવને ?” અંબુજા બોલી, એ ચૂપ ન રહી શકી. ‘થાક્યા બાઈ તારાથી, પાશેર દઈએ ત્યાં સામેથી શેર દે છે.’ સરસ્વતીએ પોતાના વાળ સંમાર્જતાં કહ્યું. - “મહાગુરુ કહે છે કે ન બોલ્યામાં નવ ગુણ . હવે બેમાંથી એક પણ ન બોલશો. લાવો, હું વાળ ગૂંથી દઉં.' કાલક અંબુજા પાસે ગયો અને એના વાળમાં ઇંગુદીરસ ઘસવા લાગ્યો. વાળ સંમાર્જન કરતી સરસ્વતી પીઠ ફેરવી ગઈ. બંને જીવોને આંખની એકાંત આપી. છતાંય થોડીવારે એણે ચોર નજરથી પાછળ જોયું, ને મનમાં બબડી : ‘ભારે સરસ જોડી છે, સોનું ને સુગંધ’ કાલકે અંબુજાના વાળને નાની વેણીમાં ગૂંથ્યા, ચંચળતામાં ખંજન પક્ષીને ભુલાવે એવી અંબુજા અત્યારે સાવ શાંત થઈને બેસી ગઈ હતી. ‘કેવી ડાહી થઈને બેઠી છે !' સરસ્વતીથી બોલ્યા વિના ન રહેવાયું. ‘નહિ તો શું તારા દેવતા જેવા ભાઈને જોઈને ઘેલી થઈ નાચવા લાગી જાઉં ?” અંબુજાએ તરત જવાબ વાળ્યો. ‘અંબુજા ! તને નવ ગજના નમસ્કાર હો ?' સરસ્વતી બે હાથ જોડતી બોલી : ‘તને છેડવી જ સારી નહિ.” અંબુજા D 25
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy