SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ બોલી. | ‘અરે ગાંડી ! પરણ્યાં ન હોઈએ પણ જાનમાં તો ગયાં હોઈએ ને ! જે પરણ્યાં હોય એ જ બધું જાણે એમ થોડું છે ! બલકે પરણ્યા વગરના માણસો જ ઘણી વાર વધુ જાણતા હોય છે.’ અંબુજા બોલી. એનાં શબ્દતીર કાલક તરફ જતાં હતાં. કાલકે કંટાળીને કહ્યું : “અંબુજા, બહાર નીકળ ! હજી ઘણું ફરવાનું છે.” અંબુજાએ કંટાળી વેલોના ઝુંડમાંથી આંચકો મારીને બહાર નીકળવા પ્રયત્ન કર્યો, પણ ઊલટી એ વધુ ફસાઈ ગઈ, એનાં રૂપાળાં અંગ ઉઝેડાઈ ગયાં. પગમાં કાંટા ભોંકાવાથી લોહી વહી નીકળ્યું. અરે ! મને મદદ કરો. શું જોઈ રહ્યાં છો બંને ?” સરસ્વતી એ કદમ આગળ વધી. સાવચેતીથી પગ મૂકતી તે કાંટાળી કુંજમાં ગઈ. એણે હાથ લાંબા કરી અંબુજાને કાંટામાંથી ઊંચકી લેવા પ્રયત્ન કર્યો. હાય બાપ ! શરીર છે કે સીસાનું ઢીમ છે !' સરસ્વતી અને ઊંચકી ન શકી. એને ધક્કો મારતાં એ બોલી, ‘ધુતારી, શ્વાસ અંદર ઘૂંટીને ભારેખમ બની બેઠી છે.' | ‘ભલેને ઘૂંટે શ્વાસ હજાર વાર ! એક હાથે ઊંચકીને બહાર ન મૂકું તો મને કહેજે .” અંબુજાની દોંગાઈ પર ચિડાઈને સરસ્વતીની મદદે જતો કાલ કે બોલ્યો. એણે પાસેથી કંઈક વનસ્પતિ ચૂંટી, મૂઠીમાં દબાવી એનો રસ કાઢઢ્યો અને પગે ચોપડ્યો ને સડસડાટ અંદર ધસી ગયો. કાંટા જાણે એવળા ફરી ગયા ! કાલકે અંદર જઈને જરા રોષમાં અંબુજાને ઊંચકી. ત્યાં તો વૃક્ષને વેલી વીંટળાઈ વળે, એમ અંબુજા કાલકને વીંટળાઈ વળી. એણે શ્વાસ ઘૂંટવાને બદલે છૂટો મૂકી દીધો, અંગેઅંગ કાલકના દેહ સાથે ચાંપી દીધું. ધુતારી ! હવે કેમ શ્વાસ ન ઘૂંટટ્યો ? મારા કરતાં મારો ભાઈ તને વધુ ગમ્યો કાં ?’ સરસ્વતી અંબુજાનું આ તોફાન જોઈ બોલી. એના શબ્દોમાં નિખાલસતા હતી, પણ દરેક વસ્તુમાંથી પોતાને ગમતો અર્થ તારવનારી અંબુજા એમ ચૂપ રહે એવી ક્યાં હતી ? ‘મને જે ગમે એમાં તને ન ગમે એવું કંઈ ખરું કે ?” કાવ્ય, શાસ્ત્ર ને ચંપૂની ભણનારી સરસ્વતીને આવા સવાલ-જવાબમાં ગમ ન પડતી, રસ પણ ન પડતો. અંબુજાની ચંચળ પ્રવૃત્તિ એને માફક પણ ન આવતી, છતાં એ સંયમ રાખનારી સ્ત્રી હતી. મીઠાશથી ચાલે ત્યાં સુધી કડવાશ ન કરતી. એ બોલી : ‘ભાઈને તારી આ મસ્તી કદાચ ન ગમે, એ માટે કહું છું.’ ‘તે તારા ભાઈને જીભ ક્યાં નથી ? ભાઈ તારો સિદ્ધકુટીનો સમર્થ વિદ્યાર્થી છે. ન ગમતું હોય તો ના કહે. અમે પછી કદી બોલશુંય નહિ ને ચાલશુંય નહિ.” અંબુજા કૃત્રિમ રોષમાં બોલી, એના મોટા શ્વેત ગાલ રોષમાં કંકુવર્ણા બની ગયા હતા. એનાં નેત્રોમાં ચમકતી આભા દ્રષ્ટાને આકર્ષણ જન્માવતી હતી. એ ખૂબ દમામદાર લાગી. | ના, ના, અંબુજા ! જરાય સંકોચ અનુભવતી નહિ. સરસ્વતી જેવી ઠાવકી બહેન મને જરૂર ગમે છે, પણ સાથે સાથે તારા જેવી ચપળ યુવતી પણ મને ગમે છે.” કાલકે એના મનનું સમાધાન કરતાં કહ્યું : “અંબુજા ! હું તો મનોમન તારાં વખાણ કરું છું. મનને કેટલું પારદર્શક તું રાખે છે ? સરસ્વતી ! આપણે મનને અપારદર્શક રાખવામાં રાચીએ છીએ, ને દર્પણ અને અંબુજા ખુલ્લા ગ્રંથ જેવાં છે, મનના ભાવને લેશ પણ છુપાવતાં નથી.’ ‘યમ-નિયમનો કંઈ અર્થ ખરો પછી ?' સરસ્વતી બોલી, ‘મનના ઘોડાને ચાબુક ન મારીએ પણ લગામ તો રાખવી જોઈએ ને !' | ‘અમે ચાબુકમાં માનતાં નથી, તેમ લગામમાં પણ માનતાં નથી. મનની અને તનની પૂર્ણ સ્વતંત્રતામાં માનીએ છીએ. તરસ્યા જીવને ખીલે ન બાંધવો. એને ખૂબ પાણી પાવું. આપોઆપ તૃષા નષ્ટ થઈ જાય.' અંબુજા બોલી, ‘ભોગાનું ભુક્તાનું નમસ્તાનું : ભોગોને ભોગવી નાખનારને નમસ્કાર, આ અમારું સૂત્ર છે. ‘તો તમારો ઘોડો કદી તૃષાતુર જ નહિ મટે મનનું એ રહસ્ય છે કે જેમ એ ઘોડાને જળ મળ્યા કરે એમ એ પીધા જ કરે, કદી તેની તૃષા શાંત જ ન થાય ! કાષ્ઠથી અગ્નિ સંતુષ્ટ થયો કદી સાંભળ્યો ?' સરસ્વતી વાદે ચઢી. ‘મન ચંચળ છે, એને યમનિયમથી ઘડવું પડે.” ‘મહાગુરુ મહામા પણ કહે છે : ભોગાન્ ભુક્તાનું નમસ્તાનું. સંસારનાં ત્રણ આકર્ષણો છે. મીન, મધ અને મદિરાથી.’ અંબુજા સરસ્વતીને પરાસ્ત કરવા તત્પર થઈ ગઈ હતી. એ વિવેક વીસરી ગઈ હતી. કાલક વચ્ચે પડ્યો. | ‘અરે અંબુજા ! આ કેવી રીતે ? આપણે શું શાસ્ત્રાર્થ માટે નીકળ્યાં છીએ ? મંત્ર-તંત્ર-વેત્તાઓની ખૂબી મિતભાષણમાં અને મૌનમાં છે.કાલ કે અંબુજાને નવા વિષયની ચર્ચા ઉપાડતાં રોકી, ‘રાજ કુમાર દર્પણ ગર્દભી વિદ્યાનો પ્રયોગ કરી બતાવવાનો છે. એ માટે એ સાધનામાં બેઠો છે. એને હવે વ્રતમાંથી ઊઠવાના બે દિવસ બાકી રહ્યા છે, તેટલી વારમાં થોડું ફરીએ અને ઔષધિ-વિજ્ઞાનનો આનંદ પ્રાપ્ત કરી લઈએ.' અંબુજા p 23 22 D લોખંડી ખાખનાં ફૂલ
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy