SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શીખવીશ એવું કે બકરી વાઘથી લડે !' ‘શીખવીશ એવું કે ગરુડ સાપથી ડરે ' ‘આત્માને ખપ પડ્યો છે આત્માર્થીઓનો !' ‘બળવાન કુઠારને ખપ પડ્યો છે હાથાનો, કારણ કે ઇંદ્રિયો વિનાનો આત્મા છું, આત્માને પરાક્રમ માટે ઇંદ્રિયોનો ખપ છે.' ‘મર્યને અમર્યનો, નશ્વરને વિનશ્વરનો ખપ પડ્યો છે આજે !' એક પછી એક શક યોદ્ધાઓ પેલા અસવારના પગમાં પડે છે. પ્રેક્ષકો એકાએક બોલી ઊઠયા : અરે આ તો મહાત્મા નકલંક !' અરે, એમના પગલે આપણી પૃથ્વી પર પોયણાં ઊગ્યાં !' ‘એમણે આંજ્યાં અમૃતતાનાં અંજન !' ‘એમણે રોપ્યા ડહાપણના ફુવારા !” ‘એમની વાર્તાકૂંપીએ અમર કર્યા આપણને !' ધન્ય મઘા ! ધન્ય મઘા ! નવું તારું નાટક, જૂ ની તારી વાત !' જબરદસ્ત ભાવોન્માદ સર્વત્ર વ્યાપી ગયો, ત્યાં તો રંગમંચ પર કાળા ડિબાંગ વાદળાં આવીને ઘેરી વળ્યાં. ફરી વાદળ ! ફરી ગર્જનાઓ ! મોટું એક ખંજર સનસનાટી સાથે પડદા પર આવીને લટકી રહ્યું. એક ભયંકર હાથ દેખાયો. એની પાછળ ભયંકર મોં દેખાયું. પાડાના જેવા અવાજે એ મોં બોલ્યું, ‘હું છું શહેનશાહનો દૂત, જાણી લો યમરાજનો સપૂત.” ‘શકરાજનું માન માગું, માન માટે માથું માગું !' માથું માગું ! માથું માગું !' આ શબ્દો ખૂબ ભાવોત્તેજ ક રીતે બોલાયા. પ્રેક્ષકો એકદમ અધીરા થઈ ગયા. એ બોલ્યા, ‘ભલે તું શહેનશાહ સાત વાર !' ‘પણ અમારો શાહ તો શકરાજ !' 376 3 લોખંડી ખાખનાં ફૂલ નાટક બરાબર જામ્યું. કાળા ઘનઘોર પડદાને ચીરતું ખંજર ફરી દેખાયું; ને ભયંકર મુખાકૃતિ આવીને બોલવા લાગી : ‘હું છું શહેનશાહનો દૂત, જાણી લો યમરાજનો સપૂત, માગું, માગું ને એક જ માગું, શકરાજનું શકિત માથું માગું.’ શકરાજ નમ્રતાથી બોલ્યા, કારણ છે શું ને શંકા છે શી ! અમ હૈયું તો છે શીશી; માગે જો ધડ તો ધરવું છે માથું, નથી ભરવું સ્વામીદ્રોહનું ભાથું.’ શક શહેનશાહનો દૂત કહે છે : ‘ચાકરને મળ્યું અમરતાનું મૂળ, શહેનશાહ રહ્યા મર્યતાને મૂળ, દિલમાં રમી રહ્યું આ શૂળ; થઈ રહ્યું છે સુવર્ણ હવે ધૂળ .' ‘માગું, માગું ને એક જ માગું ! રે શકરાજનું માથું માગું !' ત્યાં પડદો ચીરીને જાતજાતના લોકો આવે છે, એમાં શૂરવીરો છે, ધનુર્ધરો છે, વેપારીઓ છે, આમજનતાના પ્રતિનિધિઓ છે. તેઓ ગાય છે : ‘શકરાજ અમારા, શકરાજ અમારા, ભલે શહેનશાહ હોય સાત વાર સારા.' સહુ આ નાટક ભજવાય છે એ ભૂલી ગયા. એક પ્રેસ કે પ્રશ્ન કર્યો, ‘અરે, આ બહાનાથી તો કોઈ અજાણ્યા ઝાડ પરથી ફળ પણ ન ચૂંટી શકાય, ત્યારે આ તો માણસના માથાની વાત છે !' આ સાંભળી બીજો બોલ્યો : “માણસના માથાની પણ નહિ, એક શાહીના માથાની વાત છે. એ કેમ બને ?” ‘એ ન બને, કદી પણ ન બને !' બધેથી કડક પ્રત્યુત્તર મળ્યો. મવાનું નાટક D 377
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy