SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ‘આ રહ્યો સંજીવનીનો રોપ, પાને પાને એને પુણ્ય-પ્રકાશ, શબ્દ શબ્દ એને સત્ય-પ્રકાશ, જીવનડહાપણનો એ છે ભંડાર, એના બળે તરી જવો સંસાર.” થાકેલાં સ્ત્રી-પુરુષમાં ચેતન આવે છે. એ ઊભાં થાય છે. દેવાંશી અસવારને સાથે લે છે, ને કહે છે : ‘પધારો આપ અમારે દેશ.’ અસવાર કહે છે : ‘સંતોને છે બધે સ્વદેશ.’ ને સાગરના તટ પર એક વહાણ તરતું આવે છે. ત્રણે જણાં એમાં બેસી જાય સજ્યા છે. પુરુષ હતાશ છે, એ બોલે છે, ‘સાગરમાં ઓટ છે સુંદરી !' “હૈયામાંય ખોટ છે સુંદરી !' ‘ન મળ્યો સંજીવનીનો રોપ !' મારશે શાહ કરીને કોપ.’ સુંદરી કહે છે : ‘નથી તારે હૈયે વિશ્રામ.” ‘નથી મારે દિલે આરામ, પેટમાં કંઈ વલોણાં ફરે, જાણે ઘોડો ઘટમાં ચરે.” પ્રાર્થના કરતાં હોય તેમ બંને આકાશ સામે જોઈ રહે છે; ત્યાં આકાશમાં ગડેડાટ થાય છે. મેઘ અથડાય છે. વીજળી વાદળને ઊભાં ને ઊભાં જ ચીરી નાખે છે. એમાંથી એક અસવાર ધસ્યો આવે છે ! પ્રેક્ષકો બૂમ પાડે છે : ‘રે કાળો અસવાર આવ્યો ! કાઢો એને !' પણ ના, ના. પ્રેક્ષકો પોતાની ભૂલ સમજે છે. એ પાછા બૂમ પાડે છે : આ તો ધોળો અસવાર !' આ તો દેવાંશી અસવાર !' ‘જુવાનીનો જાણે નવો અવતાર !' ‘વાવંટોળમાં જાણે નવો પ્રાણ !” એ અસવાર આવે છે. ઓહ ! શું રવિસમું એનું તેજ ! રે, ચંદ્રસુધાથી છલબલતું શું એનું ભાલ ! હાથ જાણે વરદાનના, પગ જાણે ઇંદ્રના ઐરાવતના! કરમાયેલા કમળ જેવાં પેલાં નર અને નારી પર તેની નજર પડે છે : ને દેવાંશી અસવાર પોતાનાં નેત્રકિરણ બંને પર મૂકે છે. ‘નથી અમૃત કોઈએ પીધાં, શાને અજંપા આ લીધા ?” સાચું અમૃત એ જ્ઞાન.” સાચું અમૃત જીવનનું ભાન.' અને એ અસવાર એક પુસ્તક કાઢે છે. આકાશમાં એ ઉલાળે છે; એ અધ્ધર રહે છે. પાણીમાં એ ડુબાડે છે; ઉપર એ તરે છે. બોલે છે, 374 3 લોખંડી ખાખનાં ફૂલ વહાણ ઊપડે છે, ત્યાં વાવંટોળ જાગે છે, પવન ફૂંકાય છે, મોજાં ઊછળે છે, અવાજ આવે છે : ‘જાગ્યાં છે આંધી ને વંટોળ. થોડીવારમાં કરશે બધું જળબંબોળ.', સામો અવાજ આવે છે : ‘અંતરમાં છે અદકાં આંધી ને વંટોળ, આ શું કરશે આપણને જળબંબોળ ?” ને જાણે મોજાં મનાઈ ગયાં. રૂઠેલો દરિયો શાંત થઈ ગયો. સહુએ કિનારે પગ મૂક્યા. નગરમાં તોરણ બંધાય છે. પૃથ્વી પર કુમકુમ પગલીઓ પડે છે. રાજ કુમાર સોનાના દડે રમતો આવે છે. દડો એનો કૂવામાં પડે છે. પેલો અસવાર ધનુષ્ય-બાણ ગ્રહે છે ને દડો કાઢી આપે છે. લોકો કહે છે : “ઓહ, અજબ અસવાર ને ગજબ એની વિદ્યા ! શીખવો અમને આપની એ વિદ્યા !' અસવાર કહે છે, શીખવવા આવ્યો છું. શૂરવીરોને !' ‘શીખવીશ એવું કે ચકલી બાજથી લડે !' મવાનું નાટક D 375
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy