SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ મસ્તકનો ઉપયોગ. ને એના પડદા ખુબ ગાજી રહ્યા. પેલા કાળા પડદા પરનું સ્થાનક મોં ઝાંખું પડતું ચાલ્યું ને થોડીવારમાં તો પડદા પાછળ અદૃશ્ય થવા લાગ્યું. આ વખતે આખા ગગનપટને ભરતો એક અવાજ આવ્યો, અને એકાએક મહાત્માની મૂર્તિ સંપૂર્ણ પડદાને આવરી લેતી દેખાઈ. પ્રેક્ષકોએ ઉત્સાહમાં આવી ‘મહાત્માની જય'નો પોકાર કર્યો. એ વખતે મૂર્તિમાંથી જાણે શાંતિના સૂરો છૂટ્યા. ‘શૂરાને છે બધે સ્વદેશ, ચાલો ને અમારે દેશ.’ ‘છે રૂડો અમારો ભારતદેશ.’ સંતો અને શુરાઓનો છે સ્વદેશ.’ ચાલો ચાલોને અમારે ભારત દેશ !' ને ધીરે ધીરે જાણે શકરાજ તૈયાર થાય છે. પાછળ પંચાણું શાહીઓ તૈયાર થઈને આવે છે. એની પાછળ ધનુર્ધરો તૈયાર થઈને આવે છે. બધા એક મીઠું ગાન ઉપાડે છે, પ્રણામ ! પ્રણામ મારા પિતૃદેશ, શૂરાને છે બધે સ્વદેશ !' ‘અમને ગમે છે તમારો દેશ, પ્રણામ, પ્રણામ, મારા પિતૃદેશ.’ ને મહાત્મા નકલંકનો અશ્વ આગળ ચાલે છે. બધા પાછળ પાછળ ચાલે છે. ક્ષિતિજ પર રવિનાં કિરણો પથરાયાં છે : અને એ કેસરી રંગની સભામાં બધા શુરા મીઠું મીઠું ગાતા ચાલ્યા જાય છે. એવાજ પડવા પાડે છે ? ‘પ્રણામ, પ્રણામ, મારા પિતૃદેશ.’ અને મઘાનું નાટક પૂરું થયું. નાટ્યગૃહની રંગભૂમિ ઉપર પડદો પડી ગયો. પ્રેક્ષકોની આંખો આંસુનો અભિષેક કરી રહી. નાટક પૂરું થયું હતું; પણ પ્રેક્ષકોના દિલ ઉપર એણે એવી ચોટ લગાવી કે પળવાર તો એ નાટકને સહુ સત્ય માની બેઠા. કેટલાક તો ગદ્ગદિત કંઠે પોકાર પાડી રહ્યા : “રોકો મહાત્માને ! રોકો શકરાજને !” પછી તો આટલેથી સંતોષ ન થયો હોય એમ પ્રેક્ષકો રંગભૂમિ પર દોડ્યા. એમણે વેશધારી મહાત્મા નકલંકને રોક્યા, ઘોડેથી નીચે ઉતાર્યા ને કહ્યું : મહાત્મા, અમારા દેશને ન છોડો !' મહાત્માએ મસ્તક પરનો લોહનો ટોપ ઉતારીને હાથમાં લીધો. પણ અરે, આ શું ? ટોપ નીચેથી લાંબો લાંબો કેશકલાપ નીકળી આવ્યો. મહાત્માના વેશધારીએ કહ્યું: ‘તો મઘા છે. મહાત્માની પરમ સેવિકા ને શકરાજની ચરણકિંકરી.' “અરે, તો મહાત્મા ક્યાં ?” ‘દૂર દૂર, ઘણે દૂર. આ દેશની ધરતીથી ઘણે દૂર !” ‘તો આપણા સ્વામી શકરાજ ક્યાં ?' લોકોએ બીજો પ્રશ્ન પૂછયો. ‘મહાત્માની સાથે : પુરુષાર્થ અને પ્રારબ્ધ અજમાવવા ભારતમાં.' મઘાએ કહ્યું. ‘અમે નહિ જવા દઈએ.’ લોકોએ ફરી કહ્યું. ‘રે, ઘેલા લોકો ! એ તો ક્યારના ચાલ્યા ગયા.' ‘અમે તેમની પાછળ પાછળ જઈશું.’ લોકોએ કહ્યું. ‘અને શકરાજ અને મહાત્માને પાછા લાવીશું.’ ‘અશક્ય છે. શક શહેનશાહની કૃપા દૃષ્ટિ વિના એમનું પાછા ફરવું શક્ય 378 D લોખંડી ખાખનાં ફૂલ
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy