SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકારણમાં વિરોધપક્ષ હોય જ છે. બૈરૂતના વિરોધીઓએ આ તકનો પૂરો લાભ લીધો. તેઓએ શક રાજાને સમાચાર આપ્યા કે ‘બૈરૂતે પોતાની પત્ની મઘાને ભારતમાં તેડાવીને ત્યાં અમનચમન ઉડાવ્યાં છે, બંને પર્વતની ટોચ પર કે જ્યાં સંજીવનીના રોપની શક્યતા હતી, ત્યાં એ ગયો નથી. ભારતમાં માણસ અમર થવાના બે પ્રકાર લેખાય છે. એક તો ખુદ દીર્ધાયુ થવું અથવા સંતતિ પેદા કરવી. બૈરૂતે એક યોગીને સાધી લીધા છે અને એમના મંત્રબળથી મઘામાં પુત્રને પેદા કર્યો છે. આપ તો અમર થાઓ કે ન થાઓ, બૈરૂત તો અમર થઈ ગયો છે !' બૈરૂત પણ આનાથી કંઈ બેખબર નહોતો. એ પણ પૂરતી તૈયારીમાં હતો. આવો કોઈ પ્રસંગે ઉપસ્થિત થાય તો શક શહેનશાહ પાસે ચાલ્યા જવું અને ત્યાં સેવા સ્વીકારી લેવી. અને એમ બની ન શકે તો આત્મહત્યા કરી લેવી. આત્મહત્યા કરવા સંગ્રહી રાખેલ કટાર એણે સાથે લીધી હતી; અને મઘાએ પણ એનું અનુસરણ કર્યું હતું. આ દેશના લોકો સ્વમાનભંગ સહન કરવાને બદલે આત્મહત્યા વધુ પસંદ કરતા અને એ માટે આભૂષણોમાં જ આવી એક કટાર હીરા-માણેકથી જડેલી સંગ્રહી રાખતા. લોકો એને હીરાકટારી કહેતા. આવા મૃત્યુને સહુ કોઈ ઇજ્જત લેખતા ! અને એ રીતે મરનારની ગાથાઓ ગવાતી. કવિઓ એનાં ગાન કરતા, એના નામે કાવ્યો રચાતા. બૈરૂતે વચ્ચે રસ્તામાં મહાત્માને વાતવાતમાં કહી દીધું હતું કે કદાચ હું નાસી જાઉ તો મઘા તમારી ભાળમાં છે. ને કદાચ હું આત્મહત્યા કરું ને મઘા પણ કરે ત્યારે એને એમ કરતી કોઈ અટકાવે નહિ તે જોશો. મઘાને ન મરવું હોય તો આપ એને આપની સાથે ભારત લેતા જજો. પુત્ર ગુલ્મની પણ ખબર રાખશો. મહાત્માએ એ વખતે તો કંઈ જવાબ ન વાળ્યો, પણ તેઓ પરિસ્થિતિથી વાકેફ થઈ ગયા. રાજ કીય તંત્ર ગંદકીનું આગાર બન્યું છે, એ તેઓ જાણતા હતા. માણસાઈ ત્યાં છડેચોક વેચાય છે, એનો પણ અનુભવ હતો. એક ગંદકીને દૂર કરવા બીજી ગંદકીમાં હાથ નાખવાના તેમણે આરંભેલા યત્નનો તેમને કંટાળો હતો, પણ પરિસ્થિતિ તેમને પ્રેરી રહી હતી. કહી રહી હતી કે કાલક! કાદવ ગ્રંથ ! તેઓએ કોની કોની આંખોમાં સાપ-વીંછીં રમતા હતા, એ પહેલી ક્ષણે જોઈ લીધું. અને શક શાહ દરાયસને મળતાંની સાથે યોગનિદ્રાના ચમત્કારથી વગર કહ્યું એના પર પ્રભાવ પાડી દીધો. સૂર્યના ઉદયથી તારા ઝાંખા પડી જાય, એમ વિરોધી વિચારો ઝાંખા પડી ગયા. બૈરૂતે મહાત્માને પોતાના સિંહાસન પર સ્થાન લેવાની વિનંતી કરતાં કહ્યું, ‘મહાત્માજી ! ખરેખર, આ બધું જોતાં માણસ દેહથી અમર થાય, એ વધુ અગત્યનું નથી.' શક રાજાના મન પર તાજા જોયેલા પ્રસંગની અસર હતી. એ હોઠ ભયંકર રીતે 318 D લોખંડી ખાખનાં ફૂલ બગાડીને બોલ્યો, ‘કેવું ભયંકર અમરત્વ ને કેવો બેવકૂફ હું !” “રાજન ! તમે બેવકૂફ નથી.' મહાત્માએ કહ્યું. ‘તો શું મારા જેવો બીજો કોઈ બેવકૂફ થઈ ગયો છે ?” અવશ્ય. મહાત્માએ જવાબ વાળ્યો. ‘પહેલાં આપ આ સિંહાસન પર આરૂઢ થાઓ, અને પછી મને વિગતે વાત કરો.’ શકરાજાએ મહાત્માને હજી ઊભા રહેલા જોઈને વિનંતી કરી. ‘રાજન ! હું સાધુ છું, એટલે મને તો કાષ્ટનું આસન ખપે.' વેશ છોડવા છતાં વૃત્તિ નહિ છોડેલા મહાત્માએ કહ્યું. | ‘પિતાજી ! મહાત્મા આપણને ફોસલાવે છે. એ તો મારી જેમ રાજકુમાર છે.” રાજા ભરાયસના પુત્ર વચ્ચે કહ્યું, મહાત્માજી ! મારો પુત્ર સાચું કહે છે ?” મહાત્માજી કંઈ ન બોલ્યા. ફક્ત હસ્યા. | ‘જુઓ પિતાજી ! એ નથી બોલતા એ જ એનું પ્રમાણ છે. અને આ નગરજનો પણ સાક્ષીમાં છે કે તેઓ એક નિપુણ ધનુર્ધર પણ છે. ધનુર્વિદ્યામાં એમનો જોટો નથી. અંધારા કૂવામાં પડેલા મારા દડાને તેઓએ બાણવિદ્યાથી બહાર કાઢી દીધો. આપણે ત્યાં બધા હોશિયાર લોકો નકામા નીવડ્યા.’ રાજ કુમારે કૂવાની અને દડાની આખી વાત વિસ્તારથી કહી સંભળાવી. ‘મહાત્માજી, ભારતભરના પવિત્ર પર્વતોનાં અગમ્ય શિખરો પર વાસ કરનાર યોગીઓ વિશે મેં ખૂબ ખૂબ સાંભળ્યું હતું; આપને જોતાં આજે મને એ વાત યથાર્થ લાગે છે. મારા મનમાં અનેક ભ્રમણાઓ હતી, આજે એ બધી દૂર થઈ. અંધકારને પ્રકાશ મળતાં જે આનંદ થાય તેવો આનંદ મને થાય છે. એ માટે બૈરૂતનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. મઘાને પણ હું ધન્યવાદ આપું છું. અને મઘાને લાખ પસાવનું ઇનામ અને બૈરૂતને રાજમાં વિશેષ મોટો સંધિ-વિગ્રાહકનો હોદ્દો આપું છું.” શક રાજાના આ શબ્દોએ આખું વાતાવરણ ફેરવી નાખ્યું. માએ અને બૈરૂતે શ્વાસ હેઠો મૂક્યો. તેઓએ ઓ સન્માનને મહાત્માની સંકલ્પસિદ્ધિનું ફળ માન્યું. રાજાએ વિનયપૂર્વક કહ્યું, ‘કૃપા કરીને આપને પસંદ આસન સ્વીકારો અને ભૂતકાળમાં કોણે મારા જેવો અમર થવાનો પ્રયાસ કરેલો, તે મને વિગતવાર કહો.' સંજીવની અને અમરત્વનું કુતૂહલ હજી રાજાના મનમાંથી દૂર થયું ન હતું. મહાત્માએ કાષ્ટના આસન પર બેસતાં કહ્યું, ‘રાજનું ! તમારા જેવા એક મહત્ત્વાકાંક્ષી પરદેશી રાજાએ ભારતના એક ડાહ્યા રાજાને ત્યાં પોતાના દૂતને મોકલી કહેવરાવ્યું કે આપને ત્યાં પર્વતોમાં જિંદગીને વધારવાનો રોપ થાય છે. બની શકે રાજગુરુ બન્યા D 319.
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy