SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ 42 રાજગુરુ બન્યા પમ ક્યાંયથી સંભળાતો નહોતો. રાજાને પેલા જળચરના શબ્દો યાદ આવ્યા, ‘મોતમાં મજા છે, લાંબા જીવનમાં લાભ નથી.' રાજા આમ વિચારતો હતો ત્યાં તો દરવાજાએ કિચૂડ કિચૂડ અવાજ કર્યો. રાજાએ જોયું તો આજે બે દીકરા મીઠાના પાયેલા કોરડા લઈને આવી રહ્યા હતા. અને એમની સાથે પોતાની તાજી પરણેલી રાણી પણ હતી. એ પણ એના હાથમાં એક પાતળો લીલો ચાબુક લઈને આવી હતી ! વડો રાજકુમાર અને આ નવજુવાન રાણી હસતાં હતાં, અને મશ્કરી કરતાં હતાં. - રાણી કહેતી હતી, ‘હું નવયૌવના છું, કુમાર ! આવા બૂઢાને બાથ ભીડવી એના કરતાં, જમને બાથ ભીડવી સારી !' રાજા આ શબ્દ ન સાંભળી શક્યો. ત્યાં તો કારાગૃહનું બારણું ઊઘડ્યું. અને ત્રણે જણાં ચાબુક વીંઝતાં આગળ આવ્યાં. રાજાથી આ દૃશ્ય જીરવાયું નહિં. એણે બૂમ પાડી, ‘રે મારે અમર થવું નથી.’ જાણે એને અમરપદ. આ કરૂં થઈ પડ્યું. આ સાથે રાજાની યોગનિદ્રા તૂટી ગઈ. રાજાએ પોતાના પગ પરથી મહાત્માના અંગૂઠાને ખસતો જોયો ને જાણે એના જીવમાં જીવ આવ્યો. એણે પોતાના દેહ પર હાથ ફેરવ્યો; ચારે તરફ નજર ફેરવી, શું પોતાની જ દુનિયામાં એ હતો ? ‘મહાત્માજી ? હું ક્યાં હતો ?' ‘જ્યાં છો ત્યાંના ત્યાં. નિશ્ચિત રહો, રાજવી ! આ તો, મેં તમને બતાવ્યું કે માણસ અમર થાય તો દુનિયા કેટલી ભૂંડી થઈ જાય એ જોયું ને ?' | ‘જોયું.ને રાજા મહાત્માના ચરણમાં નમી પડ્યો. આ આખો અનુભવ બે પળમાં રાજાને થઈ ગયો હતો. રાજા મહાત્માની યોગવિદ્યા પર આફરીન થઈ ગયો. રાજ કારણ એ એક ઊકળતો ચરુ છે. એનાં સમશીતોષ્ણ જળ જેને લાધ્યાં એ તો ન્યાલ થઈ ગયાં; બાકી તો ઘણાના જીવનમાં એ ગરમ પાણીએ જ આગ લાગી છે. રાજકારણી મહાત્માઓનો જીવ સદા ઊંચો રહે છે. આશંકાઓ અને યુક્તિપ્રયુક્તિઓ તેઓના જીવનનો આનંદ હણી લે છે, અને તલવારની ધાર પર રમવા જેવી કામગીરી તેઓને વહેલા નિચોવી નાખે છે. રાજકારણમાં પોતાનાં અને પારકાં, એમ બે પક્ષ વચ્ચે દરેક કાર્યક્રમ વહેંચાયેલો હોય છે. અને જાણે શેતરંજનાં સોગઠાં સજીવ થઈને એ કબીજાને પછાડવા ને ધ્યેયને પહોંચવા મથામણ કરતાં હોય તેમ દેખાય છે. આશાસ્પદ અને પરમાર્થી જીવો આ વેદી પર બલિ તરીકે ચઢી જાય છે. રાજ એલચી બૈરૂતને એનાં પોતાનાં માણસોએ સમાચાર પહોંચાડ્યા હતા કે શક રાજા દરોયસ તમારા પર અંદરખાનેથી નારાજ છે. તેઓ સંજીવની રોપની આશામાં હતા, જેનાં ફળ, મૂળ કે પર્ણ ખાવાથી માણસ અમરતા હાંસલ કરી શકે અને તમે ગાયના બદલે ગોધો પકડી લાવ્યા. શક શાહ દરાયસને વળી કોઈએ એવી ભંભેરણી કરી હતી કે, બેરૂતને શકરાજ્યના શહેનશાહને આ ખાનગી વાતની માહિતી પહોંચાડી દીધી છે અને સાથે કહેવરાવ્યું છે કે શક રાજા દરાયસ પોતે અમર થવા માગે છે ને પછી શહેનશાહનું પદ મેળવવા ઇચ્છે છે. અને ન જાણે ત્યારથી શહેનશાહની મીઠી નજર આ શાહી રાજા કરાયસ પર લાલ થઈ હતી. વારંવાર પાટનગરથી દરાયસને તાકીદનાં તેડાં આવતાં હતાં, ને ખોટા ખોટા પ્રશ્નો પર એને નાહકનો હેરાન કરવામાં આવતો હતો. 316 D લોખંડી ખાખનાં ફૂલ
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy