SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વારુ ! હવે મારી વાત પૂરી થઈ, બૈરૂત ! હવે મહાત્માને તું તારી વાત કરી લે.” મઘાએ કહ્યું. બૈરૂતે પોતાની વાતનો તંતુ મેળવતાં કહ્યું, ‘મહાત્માજી, સંજીવની રોપ મને ખપે છે.” ‘હું લાવી દઈશ.” મહાત્માએ સાવ સ્વાભાવિકતાથી કહ્યું. આપ જાણો છો એ ક્યાં થાય છે ?” ‘એનાં પાંદડાં, ફળ, મૂળ, બધું પારખી શકો છો ?” આ વાત એવી આકસ્મિક રીતે સામે આવી હતી કે બૈરૂતને ઝટ વિશ્વાસ આવતો નહોતો. શું ખરેખર લાવી દેશો ? વારુ. વારુ, એ રોપ શકસ્થાન સુધી લઈ જતાં કરમાશે નહીં ને ?” બૈરૂતે પ્રશ્ન કર્યો. ‘ના’ ‘મારે એને માટે બીજી કઈ કઈ તૈયારીઓ રાખવી પડશે ?” * કંઈ પણ નહિ.' ‘એની બધી સારસંભાર આપ લઈ શકશો ?” બૈરૂતે કહ્યું. ને મરતાં તારી સાથે બળશે.’ મઘા બોલી. કોઈની સામે લડવામાં પતિપત્નીને શરમ નહીં, પણ મોજ લાગતી. ‘મને છોડીને તારે છૂટા થવું છે ને ? નક્કી કોઈક બિચારાને દાઢમાં ઘાલ્યો હશે, પણ તને જીરવવાનું ગજું આ હિંદવાસીઓનું નહિ હો ! શકસુંદરીઓ સાથે સ્નેહ કરવાનું કામ વસ્ત્રમાં આગ ઝીલવા જેવું કઠિન છે.' બૈરૂતે કહ્યું. ‘હા મઘા, તું જ શકુંતલાની માનું નામ કહે,' મહાત્મા નકલંકે આ વાદવિવાદમાંથી વરવહુને વારવા કહ્યું, ‘મહાત્માજી ! એનું નામ મેનકા.' ‘શાબાશ મળી, ખરેખર, તું અજબ સુંદરી છે. મહાત્મા નકલંકે મઘાને ધન્યવાદ આપ્યાં.” ‘મહાત્માજી, અહીંના ભારતીય લોકો મને મેનકા કહેતા.’ મઘાએ વાતનો ખુલાસો કરતાં કહ્યું, ‘મેનકા કોણ છે એ વિશે લોકોને પૂછયું. એ લોકોએ મને એની વાત કહી.” ‘વારુ, તારી વાતો પૂરી કરી લે. પછી મારી વાત આગળ ચાલે.” બૈરૂતે થાકીને મઘાને માર્ગ આપ્યો. | ‘હાં, મહાત્માજી ! મને આપ એ કહો કે મેનકાને શકુન્તલા કોનાથી થઈ હતી?” મઘાએ પોતાની વાત આગળ ચલાવી. | ‘વિશ્વામિત્રથી.” મહાત્માએ જવાબ આપ્યો. | ‘વિશ્વામિત્ર કોણ હતા.” કોઈ શિક્ષકની અદાથી મઘા પૂછવા લાગી. ‘ગાધિ દેશના રાજા.” ના, ખોટું.' માએ કહ્યું. ‘જો મઘા, પાછી મહાત્માજી સાથે વાદવિવાદે ચડી ? ભારત વિશે તું વધુ જાણે કે મહાત્માજી ?’ બૈરૂતે મઘાને ઠપકો આપ્યો. ના, ના, વિશ્વામિત્ર મહાત્મા હતા, ઋષિ હતા. એવી વાતો મેં સાંભળી છે. ભારે તપસ્વી હતા, સ્ત્રી સામે નજર પણ નહોતા કરતા.’ મઘા બોલી. ‘બૈરૂત ! આવી સ્ત્રી મેળવવા માટે તું ખરેખર ભાગ્યશાળી છે.’ મહાત્મા નકલંકે કહ્યું. પછી મઘા તરફ જોઈને મહાત્માએ કહ્યું, “મઘા, તું સાચી છે. તારો ઇતિહાસ સાચો છે. વિશ્વામિત્ર પહેલાં રાજા હતા. અને પછી ઋષિ થયા. પછી હજારો સ્ત્રીઓ એમને ચળાવવા આવી, પણ ન ચડ્યા, આખરે સ્વર્ગની અપ્સરા મહાસુંદરી મેનકો આવી અને એ ઋષિને ચળાવી ગઈ.” 274 3 લોખંડી ખાખનાં ફૂલ ‘તો આપ અમારી સાથે આવશો ?' મારા કામમાં જે મને મદદ કરશે, એની સાથે હું નરકમાં પણ આવીશ.” મહાત્માએ કહ્યું. | ‘અમે મદદ કરીશું. અરે, ઇનામ આપીશું. મહાત્માજી ! આ મઘા પણ કુરબાન એ શોધ પર ! મઘા પણ આપી દઉં.’ મઘાને આપી દેવાની વાતથી મળી ગુસ્સે ન થઈ. મહાત્માને લાગ્યું કે આ લોકોના દેશમાં આ પ્રકારની મશ્કરીઓ સ્વાભાવિક હશે. ખૂબ છૂટથી ને નિઃસંકોચ રીતે બંને વર્તતાં હતાં. જાહેરમાં જે વર્તન માટે ભારતીય સ્ત્રી કદી તૈયાર ન થાય એ વર્તન આ બંનેને સાવ સ્વાભાવિક હતું. બૈરૂત ! તને ભારે પડતી હોઉં તો મારી મા સોળ વરસની બેઠી છે !' અરે ! તું અઢાર વર્ષની અને તારી મા સોળ વર્ષની ?” બૈરૂત રંગમાં આવી ગયો હતો. ‘મહાત્માને આપણી વાતો ગમતી નથી. મૂરખ !” મઘાએ તોછડાઈથી બૈરૂતને કહ્યું. મહાત્મા નકલંક D 275
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy