SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હા, હું સ્ત્રીને સ્પર્શ કરતો નથી.’ મહાત્માએ દૃઢતાથી કહ્યું. શકસ્થાનના બૈરૂત અને મઘાએ પોતાની ભાષામાં ભારતના અજબ-ગજબ મહાત્માઓ વિશે ખૂબ ભાવપૂર્વક લાંબી ચર્ચા કરી. મહાત્માજી ! આપનું નામ ?” બૈરૂતે ફરી પ્રશ્ન કર્યો, એમાં ભાવ હતો, આદર હતો. | ‘નકલંક !' મહાત્માએ કહ્યું. ‘નકલંક નામ અમને બોલવું નહિ ફાવે. અમે તો આપને મહાત્મા કહીશું. વારુ, અમને આપ સાથેની ટૂંકી મુલાકાતમાં ખાતરી થઈ છે કે આપ તો થયેલું બધું જ જાણનારા છો અને ન થયેલું ભાખનારા પણ છો. છતાં મારી અધૂરી કથા કહું. મેં આપને કહ્યું કે હું શકરાજાનો એલચી છું. મારા શાહનો મને હુકમ હતો કે મારે ભારત જવું. અને ત્યાં ચમત્કારિક સંજીવની રોપ થાય છે, તે શોધી લાવવો. એનાથી માણસ સુખી અને દીર્ધાયુષી થાય છે.' બૈરૂતે પોતાની વાત વિસ્તારથી કહેવી શરૂ કરી. એ આગળ બોલ્યો : ‘મહાત્માજી ! મારા શાહના હુકમ પ્રમાણે હું અહીં આવ્યો. દરેક રાજમાં ગયો. બધા રાજાઓને મળ્યો. પણ કોઈ મને એવા સંજીવની રોપની માહિતી આપી ન શક્યો. મને લાગ્યું કે કદાચ કોઈ એ રોપ મને આપવા રાજી ન હોય. એટલે આ પછી હું પહાડો, ખીણો અને કંદરાઓમાં ફર્યો, ઘણા યોગીઓને મળ્યો, ઠીક ઠીક સમય હું આ દેશમાં રોકાયો, પણ મારી મહેનત સફળ ન થઈ. કોઈ મને એ રોપ બતાવી ન શક્યું. હવે હું નિરાશ થઈને પાછો ફરું છું. વિચાર એ થાય છે કે હું ત્યાં મારા રાજા પાસે શું મોં લઈને દરબારમાં જ ઈશ ? અસફળતા આપઘાતથી ભૂંડી છે; પણ મળી સાથે છે. એનો પ્રેમ જોઈને આપઘાતનું મન થતું નથી.' બૈરૂત બોલતાં બોલતાં ઢીલો પડી ગયો. મઘા તો મહાત્માને નીરખી જ રહી હતી. પહેલાં જે રખડેલ લાગતો હતો, એ હવે સુંદર ને દૈવી પુરુષ લાગવા માંડ્યો. મથા ભારે જીવરી હતી. ગમે તેવી પ્રતિમામાં પણ પ્રાણ મૂકી શકે તેવી હોશિયાર હતી. એને થયું કે આ મહાત્મા પુરુષને નવરાવીએ, જરા વિલેપન લગાડીએ, થોડાં વસ્ત્ર પહેરાવીએ અને કેશસંમાર્જન કરીએ તો ખરેખર, ખૂબ દીપી નીકળે... પુરુષસુંદર એ બની જાય. એને નીરખીએ અને મન ભરાઈ જાય. મઘા એ દેશની નારી હતી કે જ્યાંનું સતીત્વ આવી વિચારણામાં દોષ દેખતું નહોતું. આપઘાત મહાપાપ છે.” મહાત્મા નકલંક પોતાને લક્ષ્ય કરીને બોલતા હોય તેમ બોલ્યા. એમની વાણીમાં દર્દભાર લાગ્યો. એ થોડીવાર થોભ્યા ને પછી બોલ્યા, 272 D લોખંડી ખાખનાં ફૂલ હું તમને સંજીવની રોપ શોધી આપું તો ?' ‘તો આપનો સદા કાળ સેવક થઈને રહું.' બૈરૂતે બોલ્યો. “અને આપની સેવિકા બની ચરણ ચાંપું.” મઘા બોલી. અરર ! સ્ત્રીના વાળ જેટલા લાંબા, એટલી એની બુદ્ધિ ટૂંકી, મઘા ! તું ભૂલી ગઈ કે આ મહાત્માજી સ્ત્રીને અડકતા પણ નથી.’ બૈરૂતે કહ્યું. મઘા પોતાના લાલ તાંબૂલવર્ણા હોઠ પહોળા કરતી બોલી, ‘ભારતના મહાત્માઓને હું જાણું છું. તેઓ સાધારણ સ્ત્રીને કદી સ્પર્શ કરતા નથી, પણ અજબ સુંદર સ્ત્રી હોય તો એને મૂક્તા પણ નથી.' અરે મઘા ! તું તો ભારતમાં રહીને ઇતિહાસની જાણકાર થઈ ગઈ ! કોણે તને આ વાત કરી ?' મહાત્માએ હસતાં હસતાં કહ્યું, ‘મહાત્મા ! એના બોલનો તોલ ન કરશો હોં. મઘા જરાક વધુ છૂટી છે. ભારે વાતોડી પણ ખરી. બોલવા માંડી એટલે આડુંઅવળું વેતરી નાખે. સંબંધવાળું કે વગર સંબંધવાળું ગમે તે બોલે. અમારે ત્યાં સ્ત્રીઓ દેહમાં દેખાવડી વધુ, પણ દિમાગની...' ‘બૈરૂત ! મારાં મોટાં માસીએ આવા જ એક વાદવિવાદમાં મારા માતાને છોડી દીધેલા. તું ગરબડ કરીશ તો હું તને પણ છોડી દઈશ.' મથાએ બૈરૂત પર રોફ છાંટ્યો. | ‘શાંતમૂ પાપમ્ ! બૈરૂત ! કલહ એ પણ પ્રેમનું એક લક્ષણ છે. વારુ મઘા! તારી વાત સ્પષ્ટ કર !” મહાત્માએ બંનેને શાંત પાડતાં કહ્યું.. મઘા સુંદર નેત્રો ફેરવતી, બૈરૂત તરફ મીઠી મીઠી નજર નાખતી બોલી, મહાત્માજી, આપ જ કહો ને ? દુષ્યન્ત પુત્ર ભરત ચક્રવર્તીની માતા કોણ ?” ‘શકુંતલા.’ મહાત્મા નકલંકે જવાબ આપ્યો. ‘શકુંતલાની માનું નામ ?” મઘાના પ્રશ્નનો જવાબ આપતાં મહાત્મા પણ પળવાર ગૂંચવાઈ ગયા. મઘા, મહાત્માજી સાથે આવો વ્યવહાર સારો નહીં. તું જરા આમન્યા તો શીખ ! આ ભારત દેશમાં સ્ત્રીઓ કેટલી આમન્યાવાળી અને લજ્જાશીલ હોય છે ! અને શક સુંદરીઓથી તો તોબાહ ! તોહાબ !' બૈરૂતે મવાને વચ્ચે માથાકૂટ કરતી જોઈને કહ્યું, એને પોતાની વાત ચર્ચવાની અધીરાઈ આવી હતી. ‘ભારતની સ્ત્રીઓ ગમતી હોય તો જા એકાદ પરણી લે અને મને છૂટી કર! હિંદવાણી જીવતાં ઘરના ખૂણે ભરાઈ રહેશે, તારી છબીને ભગવાનની જેમ પૂજશે, મહાત્મા નકલંક 273
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy