SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ બૈરૂત અને મઘા એક સાથે બોલી ઊઠ્યાં, ‘આપ અમારા દેશમાં આવજો. આપના જ્ઞાનથી સહુ ચકિત થઈ જશે. અને આપને મદદ કરવાનો ઇષ્ટદેવની સાક્ષીએ કોલ આપીએ છીએ.' ‘મને એક આંગળી આપશો, તો પોંચો પકડી લેવાનો પુરુષાર્થ મારામાં છે. વારુ, કાલે આ સમયે હું સંજીવની રોપ લઈને આવીશ . તમે લડી-કરીને તૈયાર રહેજો.' મહાત્મા આટલું કહીને વિદાય થયા. બૈરૂત અને મઘા એમને નમી રહ્યાં. મહાત્માએ દૂર જઈને પાછું વળીને જોયું તો મઘા અને બૈરૂત એક દેહ અને એક પ્રાણ બની ગયાં હતાં. 276 – લોખંડી ખાખનાં ફૂલ 37 તજ સરીખી તીખી, રે ઢોલા ! કીવી કીવી કરી વન ગજવતાં અટકચાળાં પંખીઓ જ્યારે સાવ શાંત બેઠાં હોય, ત્યારે જોનારને આશ્ચર્ય થાય છે, ને કંઈક અણગમતું લાગ્યા કરે છે. શકસ્થાનનો એલચી બૈરૂત અને તેની પત્ની મઘાએ સાગરકિનારે વિશ્રાંતિગૃહમાં સાવ શાંત બેઠેલા જોઈ, એવું જ આશ્ચર્ય અન્ય વટેમાર્ગુઓને થયું અને કંઈક અણગમતું પણ લાગવા માંડ્યું. સુવર્ણ રંગનાં આ ઘાટીલાં, પડછંદ નર-નાર એકદમ સહુ કોઈનું લક્ષ ખેંચતાં. અવગુંઠન અને લજ્જા ભારતીય નારીઓનાં આભૂષણો બન્યાં હતાં; પણ અવગુંઠન અને લજ્જાવિહોણી આ નારી જાણે સ્ત્રીસૌંદર્યનો નમૂનો બની હતી. અભારતીય બૈરૂત ભારતની લજ્જાશીલ નારીઓને વખાણતો ને ભારતીય સૌંદર્યની પ્રશંસા કરતો, જ્યારે ભારતીય લોકો આવી સ્ત્રીઓ માટે ઝંખના કરતા. છતાં એટલી વાત સ્પષ્ટ હતી કે ભારતીય નારીઓ લજામણીના છોડ જેવી હતી. જરાક પરપુરુષની કઠોર નજર પડી કે એ સિયાવિયા થઈ જતી, ત્યારે રૂપાળી મઘા નિર્ભીક રહેતી. એ હજારો પુરુષોની નજરોને રમાડતી અને તેમનાં ચિત્તને પોતાનાં દાસ બનાવવાં એને બહુ ગમતાં. એને એ વાતનો શોખ હતો કે પુરુષો પોતાની પાછળ ઘૂમ્યા કરે, પોતાની પ્રશંસા કર્યા કરે, અને પોતે મધપૂડાની મહારાણી જેમ બધા પર વર્ચસ્વ જમાવી રાખે. સવારનો શીળો સૂર્ય સાગર પર આછી સોનેરી આભા પ્રસારી રહ્યો હતો. પંખીઓ મીઠાં ગાન કરતાં ઊડી રહ્યાં હતાં. વહાણ, મછવા ને મોટાં જહાજું સવારના પવનમાં મંદ મંદ ડોલી રહ્યાં હતાં, વાતાવરણ સાવ શાંત હતું. મઘા આજે રોજ કરતાં કંઈક વધુ અસ્વસ્થ હતી, અકળાયેલી હતી. વારંવાર
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy