SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ | બંને લાંબાં, ઊંચાં અને પડછંદ હતાં. એમનો વર્ણ ગોર હતો અને નાસિકા ખૂબ તીણી હતી, એ ભારતીય લાગતાં હતાં. અભારતીયની ભરતી ભારતપર્વમાં ઠીક ઠીક ચાલુ હતી. સ્ત્રી સુંદરતાનો નમૂનો હતી. એના છૂટા સુદીર્ઘ કેશ જમીન સુધી પહોંચતા હતા અને નીલગગન જેવી ભૂરી આંખો મૃગાક્ષી જેવી મોટી હતી. બંનેનો વર્ણ સફેદ હતો. જોતાં જ નજર આકર્ષાય એવા સૌંદર્યના બે નમૂના જેવાં એ સ્ત્રી-પુરુષ હતાં. સ્ત્રી કંઈક અશાંત હતી. એના મુખ પર વેદના તરવરતી હતી. છતાં બંને વહાણની રાહમાં હતાં. પોતે જ્યાંનો પ્રવાસ ખેડવા માગતાં હતાં, ત્યાંનું વહાણ હજી બંદર પર લાંગર્યું નહોતું. પુરુષનો સુંદર ચહેરો પણ કંઈક ઝંખવાયેલો હતો. આવો સુંદર માણસ ઉત્સાહમાં હોય તો મુખ પર સૌંદર્યની અવધિ દેખાય. બંદર પર રખડતો પેલો આગંતુક પુરુષ ફરતો ફરતો આ સ્ત્રી-પુરુષ પાસે આવી પહોંચ્યો. એની ચાલવાની રીત બેદરકારીભરી હતી, બોલચાલની રીત પણ એવી જ લાગી. એણે કંઈ પણ ઓળખાણ વગર સીધો જ પ્રશ્ન કર્યો. ‘આ બાનુને પેટમાં ગુલ્મ લાગે છે.’ ‘ગુલ્મ શું ?” પુરુષે ખીચડિયા ભારતી ભાષામાં પ્રશ્ન કર્યો. વહાણ પર જેવું પવનનું તોફાન, એવું પેટમાં ગુલ્મનું તોફાન.' પેલા આગંતુકે કહ્યું. ‘હા, પેટમાં ખૂબ દર્દ છે.' સ્ત્રીએ પોતાનું સુંદર મુખ કટાણું કરીને કહ્યું. જળ છે કે ?’ આગંતુકે પ્રશ્ન કર્યો. ‘જોઈએ એટલું,’ પુરુષ બોલ્યો. ભાંગી પડેલી ઇમારત ખડી થતી હોય તેમ એ ઊભો થઈને સુરાહી લઈ આવ્યો. સુરાહી સુવર્ણની હતી. પ્યાલું રત્નજડિત હતું. આગંતુકે પાણી ભરેલું પ્યાલું પોતાના મોં પાસે લઈ જઈ કંઈક મંત્ર ભણ્યો. મંત્ર ભણતાં ભણતાં મોનું ઘૂંક જળમાં ઊડ્યું. કેવો બેદરકાર ! ભારતીય ગંદા હોય છે ! એણે સ્ત્રીને એ જળ પી જવા કહ્યું, ગજબ કર્યો ! સ્ત્રીનું મન ઘડીભર આનાકાની કરી રહ્યું. આવા રખડેલા માણસનું થુંક જેમાં પડ્યું હોય, એવું જળ કેમ કરી પિવાય ? પણ પેટમાં વેદનાની કરવતો ચાલતી હતી. પેટ વેરાતું હતું . એણે નાઇલાજે , મોં કટાણું કરીને, પ્યાલું મોંએ માંડ્યું. ધીરે ધીરે એ પાણી પી ગઈ, જાણે વિષપાન કરતી હોય એમ ! પણ આશ્ચર્ય એ વાતનું હતું કે જેને એ પાણી માનતી હતી, એ પાણી નહોતું, ઘી જેવું ચીકણું પેય બની ગયું હતું. “અરે ! આ તો નવાઈ ! જાદુ, મંતર !' પ્યાલું પોતાનું, પાણી પોતાનું, માત્ર આ માણસનો હાથ અડતાં ને મોંના બે શબ્દનો સ્પર્શ થતાં અજબ પરિવર્તન થઈ ગયું. અને એથીય ગજબ પરિવર્તન તો સ્ત્રીના પેટમાં થયું. ઊઠેલું તોફાન સાવ શમી ગયું. પેટમાં અનહદ શાંતિ પ્રસરી ગઈ. | ચંદ્ર પર આવેલાં વાદળો પસાર થતાં જેમ ચંદ્ર સોળે કળાએ ખીલી ઊઠે એમ આ ચંદ્રમુખી ખીલી ઊઠી. એના મુખ પર ગુલાબનો રંગ પ્રસરી ગયો. નાનો ગોળ ગાલ ખીલી ઊઠ્યા. સ્ત્રીએ પોતાનો આનંદ કંઈક વિચિત્ર ભાષામાં પુરુષને કહ્યો. પુરુષ હાથ લાંબો કરીને આગંતુકને મળવા ધસ્યો, પણ આગંતુકે પૂર્ણ સ્વસ્થતા બતાવતાં કહ્યું, ‘સ્ત્રી તો સુખી થઈ, પણ પુરુષ અસફળ છે, કાં ?” પુરુષ થોડો આગળ વધતો પાછો હટી ગયો, એને આ માણસની વાતો એકદમ અજબ જેવી લાગી. તદ્દન અજાણ્યા માણસને પોતે કોણ છે, ક્યાંનો છે, શું કામ આવ્યો છે, એ સફળ છે કે અસફળ- આ બધી વાતની ખબર ક્યાંથી પડે ? નક્કી આ હિંદુસ્તાનનો કોઈ અજબ મહાત્મા હોવો જોઈએ. એણે નમ્રતાથી કહ્યું, ‘મહાત્માજી ! વાત સાચી છે. નિરાશ થઈને પાછો ફરું છું. મારી સ્ત્રીને જેમ પેટની વેદના હતી, એમ મને અસફળતાની પીડા છે. આપ કોઈ રીતે એને શમાવી શકશો ?' ‘અવશ્ય.’ ‘મારું નામ બૈરૂત છે. હું શેકસ્થાનનો રહેવાસી છું. ને આ મારી પત્ની મા છે, એનાં રૂપ-ગુણથી એ શકસુંદરીઓમાં પ્રખ્યાત છે. હું શકસ્થાનના એક પ્રબળ પણ ખંડિયા રાજાનો એલચી છું. આપનું નામ, મહાત્માજી!” ‘મારું નામ ભૂલ્યો-ભટક્યો !' આગંતુકે કહ્યું, | ‘ના, મહાત્માજી ! આપનું સાચું નામ કહો. અહીં પધારો.' સ્ત્રીએ ઊભા થઈ આસન બિછાવ્યું ને માર્ગમાં પોતાના સોનેરી વાળ પાથરી તેના પર ચાલવા વિનંતી કરી. ‘હું સ્ત્રીને સ્પર્શ કરતો નથી.’ મહાત્માએ કહ્યું. ‘શું કહો છો ? આપ સ્ત્રીને સ્પર્શ કરતા નથી ?’ સ્ત્રીને ગજબનું આશ્ચર્ય થયું. મુક ભૈરૂતનું બીજું નામ શાહે બરઝુ પણ બોલાય છે. આ પાછળના સમયમાં થયો, એવી માન્યતા છે !ને પંચતંત્ર ઇરાનમાં આ ઇરાની વિદ્વાન લઈ ગયો. મહાત્મા નકલંક D 271 270 | લોખંડી ખાખનાં ફૂલ
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy