SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર પ્રભુકૃપાથી સહજ રીતે બધાને સુખ થાય એવી રીતે અમારો કોયડો ઉકેલાઈ ગયો હતો. અને કામ ઝડપથી આગળ વધતું ગયું. પહેલું પ્રકરણ પૂરું થયા પછી મેં બીજું પ્રકરણ “સમ્યકત્વ પરાક્રમ” લખવાનું શરૂ કર્યું. તેમાં ૧૯૯૪ તથા ૧૯૯૮ના વિષયોનો સમન્વય કરી ફરીથી તૈયાર કર્યું. તે પછી ઈ.સ.૧૯૯પનો વિષય અષ્ટકર્મ તૈયાર કર્યું, તેના અનુસંધાનમાં ૧૯૯૬નો વિષય “અઢાર પાપસ્થાનક' ચોથા પ્રકરણ માટે વ્યવસ્થિત રીતે લખ્યો. આ ચારે પ્રકરણો તૈયાર કરી ચિ. અમીને મોકલાવ્યાં. ખૂબ ચીવટપૂર્વક તેણે કંપોઝીંગ અને પ્રૂફરીડીંગ ઝડપથી કરી વકીલ એન્ડ સન્સમાં અરુણભાઈને મોકલાવ્યા. પાનાં તૈયાર થયાં, અને છપાઈ તથા બાયડીંગ કરી ૨૦૦૭નાં પહેલા પર્યુષણે એ ભાગ પ્રગટ થયો. છપાઈ આદિ થતાં હતાં ત્યારે બીજા ભાગની તૈયારી કરી. તેમાં અપૂર્વ આરાધન'નાં ત્રણ પ્રકરણો તથા “આત્માનો અપૂર્વ સ્વભાવ અને એ “અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવામાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ” એ બે પ્રકરણો નવાં ઉમેરી કામ આગળ ચલાવ્યું. ચિ. અમીએ એ જ ઝડપથી કામ કરી અરુણભાઈને કંપોઝીંગ મોકલાવ્યું. મેં ત્યારથી ગ્રંથનું પ્રુફ રીડીંગ સંભાળ્યું. આથી પહેલા ભાગના છપાઈકામની સાથોસાથ બીજા ભાગનું પેજ મેકીંગ તથા પ્રુફ રીડીંગ અને તેના સુધારા સમકાલીનપણે શરૂ થયા. બીજો ભાગ ઈ.સ.૨૦૦૮ ના માર્ચ મહિનામાં પ્રગટ થયો. તેની સાથે સાથે ત્રીજા ભાગની તૈયારી ચાલતી હતી. રોજના પાંચ પાનાં લખવાની પ્રવૃત્તિ જારી હતી. અને એ થકી એ વર્ષનાં પર્યુષણમાં ત્રીજો ભાગ પ્રગટ થયો. તેમાં “અરિહંતનો મહિમા', “ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે', “શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં રહેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું તથા ‘આણાએ ધમ્મો આણાએ તવો’ એ ચાર પ્રકરણો મૂકાયા હતા. આ પરથી સહુને ખ્યાલ આવ્યો હશે કે બીજા ભાગનાં આઠમા પ્રકરણથી પ્રત્યેક વર્ષનાં પર્યુષણનાં વિષયો ક્રમસર આવવા લાગ્યા હતા. જેની પૂર્વ તૈયારી થઈ ગયેલી હોય, તેથી ગ્રંથનાં પ્રકરણો માટે થોડા ઘણા સુધારા કરી લખાણને મઠારવાનું જ કામ મારે રહેતું હતું. આમ પ્રભુ આ ગ્રંથ રચના કરવામાં ઘણી ઘણી સહાય કરતા હતા; તેઓ મને અમુક પ્રેક્ટીકલ અનુભવો કરાવી, માર્ગદર્શન આપી એકબાજુ પર્યુષણની ૩૦૫
SR No.034413
Book TitleKevali Prabhuno Sath Volume 05
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2011
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy